પંચગવ્યનું પંચાંગ-પ્રફુલકુમાર કાટેલિયા
અગ્નિહોત્ર પારિવારિક સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય દાતા છે તે યુરોપ અમેરિકા, એશિયા અને આફ્રિકન મહાદ્વિપના હજારો પરિવારોએ અનુભવ કર્યો છે. અને વર્ષે સેંકડો વિદેશીઓ આખા વર્ષની રજા ભેગી કરીને ખાસ અગ્નિહોત્ર શીખવા ભારત મહારાષ્ટ્રનાં અક્કલ કોટ (શિવપુરી)માં આવે છે.
એક સજજન પોતાનો અનુભવ કહે છે.
“અગ્નિહોત્રને કારણે અમારા પરિવારના બધાં જ સદસ્યો ભેગા થવા લાગ્યા છે.અમે બધાં મળીને સવાર સાંજ એક સાથે બેસીને અગ્નિહોત્ર કરીએ છે. અને અપૂર્વ આનંદનો અનુભવ કરીએ છીએ. અગ્નિહોત્ર ચાલુ કરવાનો સૌથી મોટો ફાયદો એ થયો છે કે અમારો પરિવાર અગ્નિહોત્રનાં બહાને રોજ એકત્ર થાય છે. સાથે સપરિવાર દિવસ દરમ્યાન થતાં સુખ દુ:ખની ચર્ચા, અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય સર્વસંમતિથી લેવાનું સુગમ થઈ ગયું છે.
જયારે પરિવારની વાત કરીએ તો ભાવનાત્મક દ્રષ્ટિએ પાલતુ પશુ પક્ષીઓ, વૃક્ષ, વનસ્પતિઓ પણ આવી જાય કારણકે આ બધાં પણ આપણાં જીવનમાં અગત્યનું સ્થાન ધરાવે છે. અને અગ્નિહોત્રનો આ બધાં ઉપર પણ અનુકૂળ પ્રભાવ પડે છે.
અગ્નિહોત્ર ભસ્મ વિવિધ બીમારીઓ સિવાય વનસ્પતિ, ફૂલને આપવાથી પણ ચમત્કારિક પરિણામ મળે છે. આદિકાળમાં લોકો અગ્નિહોત્ર કૃષિ પદ્ધતિથી ખેતી કરતાં હતાં. જે હવે સર્વવિદિત થઈ રહી છે. (અગ્નિહોત્ર કૃષિ પદ્ધતિની ચર્ચા બીજા અંકમાં કરશું )
અગ્નિહોત્ર ભસ્મનાં ઘરગથ્થું ઉપયોગ હજી પણ ગામડામાં પ્રચલિત છે.
૧) બોરિંગ અથવા કૂવાના કડવા, કસેલા કે આલ્કલીય સ્વાદને મીઠું કરવા આજે પણ લોકો માટલામાં અગ્નિહોત્ર ભસ્મ નાખીને બે કલાક ઠાર્યા બાદ તારવેલું પાણી પીવામાં વાપરવામાં આવે છે.
૨)અથાણાં, મુરબ્બા અને ચટણીને લાંબો સમય અકબંધ રાખવા માટે તેની ઉપર અગ્નિહોત્ર ભસ્મનો છંટકાવ કરવામાં આવે છે. આમ કરવાથી અથાણાં અને મુરબ્બામાં ફૂગ નથી લાગતી અને સ્વાદ પણ બેવડાય છે.
૩) આખા વર્ષ માટે સિઝનમાં દાળ, કઠોળ ને તડકે સુકવીને તેની સાથે અગ્નિહોત્ર ભસ્મ ભેળવીને લાંબો સમય સુધી ઈયળ અને ધનેડાં સામે સુરક્ષિત રાખવાની કળા લગભગ દરેક ખેડૂત પણ જાણે છે. કેમકે તેમને ચાલુ વર્ષનાં ઉત્તમ બીજ ને આવતે વર્ષે ફરીથી વાવણી કરવાની હોય છે. અગ્નિહોત્ર ભસ્મ દરેક બીજ માટે સુરક્ષા કવચનું કામ કરે છે.
૪) ઓરી અછબડાં જેવાં ચર્મ રોગમાં નાહવાના પાણીમાં અગ્નિહોત્ર ભસ્મ નાખવાથી ફાયદો થાય છે.
૫) કીડી અને માંકડથી બચાવ માટે જેતે સ્થાને અગ્નિહોત્ર ભસ્મ છાંટવાથી દૂર રખાય છે. આમ કરવાથી જીવ હત્યા નથી થતી. અને ભસ્મ છાંટવાથી કીડી મકોડાં જેવાં જીવજંતુ ગાયબ થઈ જાય છે. સ્થાન છોડીને ચાલ્યા જાય છે. ચોમાસા દરમ્યાન કીડી મકોડાં લાખ્ખોની સંખ્યામાં જમીનમાંથી બહાર આવે ત્યારે પણ અગ્નિહોત્ર ભસ્મ (પાવડર ) નાખવાથી સ્થાન છોડી દે છે.
ધ્યાન અને યોગ સાધનામાં સહાયક:
યોગમાં સફળતા માટે પાંચ મુદ્દાનું વિશેષ મહત્વ છે.
૧) આત્મવિશ્ર્વાંસ
૨) સાકારાત્મક વિચાર
૩) સંકલ્પ શક્તિ (શારીરિક અને માનસિક રોગો ઉપર કાબૂ કરી શકાય છે )
૪) મન ની એકાગ્રતા
૫) આત્મતત્ત્વનું સ્મરણ
આ પાંચેય બાબતોનું પાલન પોતાની શારીરિક માનસિક અને આત્મિક દુર્બળતાઓ ઉપર કાબુ મેળવવા ચિંતારહિત, નિરંતર પ્રયાસ અને વૈરાગ્ય જરૂરી છે.
“આ બધું સાધ્ય કરવા માટે અગ્નિહોત્ર એક મહાન સહાયકની ભૂમિકા સાબિત થાય છે.
જયારે આપણે આ દિવ્યશક્તિનો અનુભવ કરીએ છીએ ત્યારે આપણું મન અને વિચાર આ સાત્ત્વિકતા (ઈશ્ર્વર, બ્રહ્મ, વગેરે )નાં પ્રવાહમાં પ્રવાહિત થવા લાગે છે. અને જાતકનું અસ્તિત્વ એક નવી જીવન ઊર્જાથી પરિપૂર્ણ થવા લાગે છે.
આ અનુભવનું વર્ણન કરનાર ડૉ. રામમૂર્તિ મિશ્રા પોતે એન્ડોક્રોનોલોજીસ્ટ ન્યુરોસર્જન અને મનોચિકિત્સક છે.તથા ન્યુયોર્કની યોગા સોસાયટીના સંસ્થાપક છે.
યોગસાધકો માટે અગ્નિહોત્રની ઉપયોગીતા વિશે શ્રી વેર્નર મેંતઝગર (સંચાલક : ક્રિયાયોગ યુનિવર્સિટી પ. જર્મની)નાં વિચાર દ્રષ્ટવ્ય છે.
“મનુષ્યનું મન વિશાળ શક્તિકેન્દ્ર છે. મન દ્વારા ઉત્પન્ન થનાર વિચાર એ શક્તિ નું સ્વરૂપ છે. આ શક્તિનો પ્રભાવ વનસ્પતિઓ ઉપર પણ થાય છે.
માનસિક શક્તિ દ્વારા રેલવે એન્જિનની દિશા અને માર્ગ પણ બદલી કરવાના પ્રયોગ રશિયામાં થયા છે.
“આપની ચારે બાજુ શક્તિનું આવરણ મોજૂદ હોય છે, પરંતુ અનિયંત્રિત ચંચળ મન શક્તિનાં આ આવરણને ભંગ કરે છે. જયારે અગ્નિહોત્ર દ્વારા ફરીથી આ શક્તિવલય નું નિર્માણ થાય છે. આમાંથી નીકળતી ઊર્જા મનને સ્થિર તથા શાંત કરવાનું કાર્ય કરે છે. અગ્નિહોત્ર ભસ્મમાં પણ આ શક્તિ છુપાયેલી હોય છે.
પુનાનાં એક પ્રસિદ્ધ દૈનિક સમાચાર પત્રનાં સંપાદક શ્રી એસ. કે. કુલકર્ની અનુસાર :– “આ (અગ્નિહોત્ર ) પ્રક્રિયાનું મન ઉપર સીધું પરિણામ થાય છે. શરીરના રક્તાભિસરણ ઉપર પરિણામ (પ્રભાવ ) થાય છે. મન ઉલ્લાસમય થાય છે અને જાતક ને સમાધાન પ્રાપ્ત થાય છે. જાણે કે અગ્નિહોત્ર મનનો થાક, ઉચાટ, ઉગ્રતા દૂર કરવાનો શીતળ મોર પંખી બ્રશ છે. ધીમે ધીમે અગ્નિહોત્રનું પરિણામ મન ઉપર કાબૂ મેળવીને સમગ્ર ચિંતા અને મલિનતા નષ્ટ થઈને મન શુદ્ધ અને પવિત્ર થાય છે.
એક અધ્યાત્મવાદી ચિંતકના વિચાર પ્રમાણે.
“જગતના બધાંજ પદાર્થોની ગતિ નિમ્ન છે. (નીચેની તરફ ) આપણે પણ દાદરા ઉપર લપસી જવાથી નીચેની તરફ પડીએ છીએ. કયારે કોઈએ એવુ નથી સાંભળ્યું કે બીજે માળે થી લપસીને કોઈ ત્રીજે માળે પહોંચી ગયો..??
નહીં.. કારણ ગુરુત્વાકર્ષણ નાં નિયમ મુજબ સમસ્ત ભૌતિક પદાર્થ ને આકર્ષે છે, પરંતુ બ્રહ્માંડમાં ફક્ત એકમાત્ર અગ્નિ જ આપવાદ છે.જે અધો નહીં પણ ઉર્ધ્વ ગતિ કરે છે.. (ઉપર તરફ) અગ્નિની જ્વાળા ને નીચે કરવા માટે જો મશાલ ઊંધી કરી દેશું તો પણ અગ્નિ ઉપરની તરફ જ ગતિ કરશે.. માટે આ અગ્નિની ઉપાસના આપણે કરવી જોઈએ.
અગ્નિહોત્ર એ અધ્યાત્મ માર્ગી માટે ઉપયોગી છે. માટે અગ્નિહોત્ર ઉપાસક ક્યારેય અધોગતી નથી પામતા.
માનસિક એકાગ્રતા, ધ્યાન, જપ, નામ સ્મરણ વગેરેનાં અભ્યાસુઓ મુજબ અગ્નિહોત્ર કર્યા બાદ ત્વરિત ઉપરોક્ત સાધનાઓ કરવામાં આવે તો કલ્પનાતીત સફળતા મળે છે. અગ્નિહોત્ર બંધ કરવાથી આ અનુભવ નથી મળતો. કદાચ અગ્નિહોત્ર થી ઉત્પન્ન થતી ઊર્જા શરીમાંના ઊર્જાચક્રો ઉપર પ્રભાવ પાડી તેને સક્રિય કરે છે.
ટોકીયો (જાપાન)ની ‘ઇન્સ્ટિટ્યૂટ ફોર રિલિજિયસ સાયકોલોજી’ નાં ડૉ. મોતોયામાં ઘણાં વર્ષોથી અગ્નિહોત્ર ઉપર અધ્યયન કરી રહ્યા છે. યોગશાસ્ત્ર અનુસાર માનવ શરીરમાં શહસ્ત્રાર, અનાહત, સ્વાધીસઠ્ઠાન, મૂળાધાર આદિ ચક્રો હોય છે.આ ચક્રો માંથી વિદ્યુત સંદેશ ઊર્જા અવિરત પ્રવાહિત રહે છે. આ ચક્રો દ્વારા શરીરની વિશિષ્ટ પ્રણાલીઓમાં ઊર્જા પૂરી પાડવામાં આવે છે. અને જો ઊર્જામાં ઘટાડો થાય તો શરીરની બધીજ પ્રણાલીઓ ઉપર વિપરીત પ્રભાવ પડે છે. અને સબંધિત અંગ બીમાર પડે છે.
મનુષ્ય શરીરમાં આ ચક્રો દ્વારા ઉર્જા નું વ્યવસ્થિત રીતે સંકલન વિતરણ કરવા માટે કેટલાક ઉપાય જેમકે આસન, પ્રાણાયામ વગેરે બતાવવામાં આવ્યા છે.
ડૉ. મોતોયામા એ આ ચક્રો અને તેનાં દ્વારા ઉત્સર્જિત (નીકળતી ) ઊર્જાનું માપતોલ કરવા માટે એક અનોખું ઉપકરણ બનાવ્યું છે. આ ઉપકારણ દ્વારા ચક્રો નો કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ઉપર પ્રભાવ, ઇન્દ્રિયોની કાર્યક્ષમતા અને કાર્યશક્તિ વગેરેનો અભ્યાસ સંભવ બન્યો. આ પ્રકારે મનુષ્ય શરીરની ફરતે વિદ્યુત ક્ષેત્ર (ઊક્ષયલિુ રશયહમ ) પણ આ ઉપકારણથી માપી શકાય છે.
અગ્નિહોત્રનો મહિમા જાણ્યા બાદ ડો. મોતિયામા એ પિરામિડ આકારનાં તાંબાનાં પાત્રમાં ગાયનાં ઘીની મંત્ર સહિત આહુતિ દેવાનું પરિણામ ‘અનાહત ચક્ર’ ઉપર શું પરિણામ મળ્યું તે શોધ્યું.
અગ્નિહોત્ર પહેલાં અને બાદમાં ‘અનાહત ચક્ર’ દ્વારા ઉત્સર્જિત ઉર્જા ને તેમનાં બનાવેલ યંત્ર વડે માપવામાં આવ્યું.ડો. મોતોયામા આશ્ર્ચર્ય સાથે જણાવેછે કે અનાહત ચક્રની શક્તિ અનેક ગણી વધી ગઈ હતી.
તમે ભલે કોઈ પણ ગુરુનાં શિષ્ય હો, ગુરુપદિષ્ટ સાધના માં અગ્નિહોત્ર તમને ટૂંક સમયમાં પ્રગતિનાં પંથે લઈ જશે. પછી ભલે કોઈ પણ ધર્મ સંપ્રદાય માં સાધના, પૂજાપાઠ નમાજ કે પ્રાર્થના કરતાં હોવ, અગ્નિહોત્ર આચરણ આપના માટે ઉત્તરોત્તર સફળતા નું આશ્ર્વાંસન છે.
હોમાથેરાપીસ્ટ ડૉ.મુલે. અગ્નિહોત્રથી વધુમા વધુ આધ્યાત્મિક લાભ લેવાની સલાહ આપે છે.
“અગ્નિહોત્રના સમય પહેલાં પાંચ મિનિટ અને પાંચ મિનિટ બાદ સુધી પ્રજ્વલિત અગ્નિપાત્ર પાસે બેસવું જોઈએ. ગરદન, પીઠ, કમર સીધી અવસ્થામાં રાખવું. શરીર ઉપર કોઈ પણ દબાણ ન આપવું સહજ રીતે બેસવું. શરીર ઉપર આછા અને સંભવ હોય તો ખાદી સુતરાઉ કપડાં પહેરવા. ઊંડા શ્ર્વાંસ લેતાં રહેવું. શાંત ચિત્ત રાખવાથી ધ્યાનમાં સફળતા મળશે. અગ્નિહોત્ર સમયે જે સૂક્ષ્મ શક્તિઓ બહાર પ્રવાહિત થાય છે. તે ઊંડા શ્ર્વાંસ દ્વારા શરીરમાં પ્રવેશી ફેફસામાં થઈને રક્તવાહિનીઓમાં પ્રવેશે છે. અને ધમનીઓ દ્વારા શોષાય છે. અને આ ઊર્જાશક્તિ રક્તકણો સાથે સમસ્ત શરીરમાં ફેલાઈ જાય છે. શરીર સીધું અને માંસ પેશીઓ ઢીલી રાખવાથી શરીરમાં આ શક્તિ સમાન રૂપે ફેલાઈ જાય છે. અને શરીરનાં દરેક રોમે રોમમાં અગ્નિહોત્રની ઉર્જાનો લાભ મળે છે.