ફોકસ -રાજેશ યાજ્ઞિક
જૂનાગઢનો ભવનાથનો મેળો હોય કે કુંભનો મેળો, તેનું મહત્ત્વ અને આકર્ષણ જેટલું ધર્મને કારણે છે, તેટલુંજ ભાગ્યેજ જાહેરમાં દેખાતા સાધુઓને કારણે પણ છે. કારણકે આ વિશેષ ધાર્મિક ઉજવણીઓમાં તેઓ લોકો સમક્ષ આવે છે. દિગંબર સાધુઓ જેને લોકભાષામાં નાગા બાવા કહેવાય છે કે અઘોરીઓ સામાન્ય જનજીવનથી દૂર એકાંત સ્થળોએ રહીને તેમની ઉપાસના કરતા હોય છે.
સનાતન ધર્મની પરંપરાઓમાં અઘોરી પરંપરા એક રહસ્યમય, અગમ્ય, અણજાણી પરંપરા જેવી લાગે. કારણકે અન્ય સાધુ પરંપરાઓ વિશે અને તેમના સાધુઓ વિશે જેટલી જાણકારી મળે છે તેટલી તેમના વિશે મળતી નથી. કદાચ એટલે તેમના વિશે ઘણી ગેરમાન્યતાઓ પણ ફેલાયેલી હોય છે. લોકોના મનમાં તેમના વિશે નકારાત્મક ભાવના ઘર કરી ગયેલી જોવા મળે છે. લાંબી જટાઓ, ભસ્મમાં લિપ્ત, હૃદય સોંસરવી ઊતરી જાય તેવી આંખો, જે લોકોને ડરામણો અહેસાસ આપે. ડરામણો એટલે, કારણકે આપણે સામાન્ય રીતે તેમની નજીક જઈ શકતા નથી. પણ તેમના વિશે જાણવું રોમાંચક તો છે જ, સાથે જ્ઞાનવર્ધક પણ છે.
અઘોરી, જે સંસ્કૃતના અઊંળજ્ઞફ કે અઊંળજ્ઞફળ ઉપરથી ઉધૃત છે. એ ભારતના ઉત્તર ભાગમાં સ્થિત તપસ્વી શૈવ સાધુઓના મઠનો ક્રમ ગણાય છે. તેઓ એકમાત્ર હયાત સંપ્રદાય છે જે કપાલિકા પરંપરામાંથી ઊતરી આવ્યા છે, જે શૈવવાદનું તાંત્રિક, બિન-પૌરાણિક સ્વરૂપ છે જે મધ્યયુગીન ભારતમાં ૭મી અને ૮મી સદી વચ્ચે ઉદ્દભવ્યું હતું.
તેમના પુરોગામીઓની જેમ, અઘોરીઓ સામાન્ય રીતે મૃત્યુ પછીની ધાર્મિક વિધિઓમાં વ્યસ્ત રહે છે, ઘણીવાર સ્મશાનમાં રહે છે, તેમના શરીર પર અગ્નિસંસ્કારની રાખ લગાવે છે, અને કપાલ (ખોપરી) ધારણ અથવા ઉપયોગ કરે છે.
આમ જનસમાજમાં ‘ઔઘડપંથ’ નામે ઓળખાતો આ પંથ ક્યારેક ‘સરભંગ’ કે ‘અવધૂત’ પંથના નામે પણ ઓળખાય છે. આ મતનાં મૂળ અથર્વવેદમાં મનાય છે. શ્ર્વેતાશ્ર્વતર ઉપનિષદમાં ્રૂળટજ્ઞ ્યત્ રુયમળટણૂફઢળજ્ઞફળ ક્ષળક્ષણળરુયણિ જેવા મંત્રોમાં શિવ પરત્વે અઘોર શબ્દનો પ્રયોગ થયો છે. માર્કોપોલો, પ્લીની, એરિસ્ટોટલ વગેર પાશ્ર્ચાત્ય વિદ્વાનોએ પણ અઘોરપંથની બાબતના સંકેત કર્યા છે. ઈરાન દેશમાં પણ પ્રાચીન કાળમાં આ પ્રકારના સંપ્રદાયના સાધકો રહેતા હતા. આજે તો આ પંથના સિદ્ધાંતોનો સીધો સંબંધ ગોરખનાથ પંથ તેમજ તંત્રપ્રધાન શૈવમત સાથે વિશેષ જણાય છે.
આ પંથનો પ્રારંભ રાજસ્થાનના અર્બુદ વિસ્તારમાંથી થયાનું મનાય છે. ત્યાંથી એ આખા દેશમાં ફેલાયો. વડોદરામાં અઘોરેશ્ર્વર નામનો મઠ હતો જેમાં અઘોરસ્વામી રહેતા હતા. અઘોરપંથનો સિદ્ધાંત નિર્ગુણ અદ્વૈતવાદને મળતો આવે છે. સાધના પક્ષમાં હઠયોગ તથા ધ્યાન (લય) યોગની પ્રધાનતા છે. એની પ્રક્રિયા તંત્ર સાહિત્ય પર આધારિત છે. ગુરુને પરમ મહાન માનીને તેની પૂજા થાય છે. અનુયાયી મદ્ય, માંસ વગેરેનું સેવન કરે છે. (મુડદાલ) માંસનું ભક્ષણ કરવામાં પણ પરહેજ નથી રખાતો. મળ-મૂત્ર પણ સાધનાનું અંગ સમજીને ગ્રહણ કરવામાં આવે છે. આવા પ્રકારનાં લોકાચાર-બાહ્યનાં આચરણોને અઘોર સાધનાનાં પ્રતીક મનાય છે. તેઓ સ્મશાનક્રિયા દ્વારા અસાધારણ શક્તિની પ્રાપ્તિમાં વિશ્ર્વાસ ધરાવે છે.
સાધારણ રીતે હિન્દુ ધર્મની અહિંસા, માંસ-મદિરા આદિના ત્યાગ, શરીર શુદ્ધિ વગેરેથી એકદમ વિરુદ્ધ લાગતી સાધના શૈલી છે, પરંતુ તેની પાછળ એવો તર્ક છે કે વ્યક્તિના મનમાંથી ‘ઘૃણા’ નીકળી જવી જોઈએ. આપણને જે કોઈ વસ્તુઓ કે વ્યક્તિ પ્રત્યે ઘૃણા થતી હોય તેનાથી મુક્તિ ન મળે ત્યાં સુધી આત્માની મુક્તિ માટેની અથવા શિવને પામવાની સાચી અવસ્થાએ આપણે પહોંચતા નથી. આ રીતે અઘોર પંથ પ્રત્યેક વસ્તુ કે વ્યક્તિ તરફ સમાન ભાવ રાખવાની શિક્ષા આપે છે.
અઘોરી સાધના અને ‘અષ્ટ મહાપાશ’
અઘોર પંથના સાધકો માને છે કે દરેક આત્મા શિવ છે, પરંતુ તે અષ્ટ મહાપાશ થી બંધાયેલો છે. જ્યાં સુધી તેમાંથી મુક્તિ ન મળે ત્યાં સુધી જીવ, શિવ બની શકતો નથી. તંત્ર ફિલસૂફી મુજબ આઠ બંધનો/સાંકળો છે જે આત્માને માયા સાથે બાંધે છે. આ બંધનો છે ઘૃણા (દ્વેષ), લજ્જા (શરમ), ભય (ભય), શંકા (શંકા), જુગુપ્સા (નિંદા/નિંદા), કુલ (જાતિ), જાતિ (સંપ્રદાય) અને શીલ (મર્યાદા). કોઈપણ ચેતના જે આ ૮ બંધનોથી બંધાયેલ છે તેને જીવ (વ્યક્તિગત આત્મા) કહેવાય છે અને જે ચેતના આ બધી સાંકળોથી મુક્ત છે તેને સદાશિવ (સાર્વત્રિક ચેતના – મુક્ત આત્મા/ભગવાન) કહેવાય છે.
જો અઘોરીઓની સાધનાની રીતો, સ્મશાનમ ભસ્મ, વિષ્ટા, કપાલ વગેરેને જો આ દ્રષ્ટિકોણથી મૂલવીએ તો આપણને સમજાશે કે શામાટે તેમનો બાહ્ય સાધના માર્ગ અથવા પરંપરાઓ આપણી રૂઢિગત સાધુ પરંપરાઓથી આટલી વિરૂદ્ધ દિશાની કેમ
હોય છે.
અઘોરી સાધના ક્યાં થાય છે?
અઘોરીઓ મોટેભાગે સ્મશાનમાં સાધના કરે છે. કારણ તેમનો ઉદ્દેશ્ય મનુષ્ય જેનાથી ભય પામે છે તે મૃત્યુને જાણવાનો અને ભય ઉપર વિજય પામવાનો હોય છે. તેમની સાધના ત્રણ પ્રકારની ગણાય છે. સ્મશાન સાધના, શિવ સાધના અને શવ (શબ) સાધના. આ સાધનાઓ મોટેભાગે તારાપીઠના સ્મશાન, કામાખ્યા પીઠના સ્મશાન, ત્ર્યંમ્બકેશ્ર્વર અને ઉજ્જૈનના ચક્રતીર્થના સ્મશાનમાં થાય છે.
કેવી રીતે થાય છે અઘોરી સાધના?
આમ તો તેમની સાધનાઓ અગમ્ય અને રહસ્ય સમાન છે, કેમકે સામાન્ય મનુષ્યો તેમની સાધનાનો હિસ્સો નથી હોતા, પરંતુ જે ત્રણ પ્રકારની સાધના થાય છે, તેમાં શિવ સાધના શબ ઉપર પગ રાખીને થાય છે. આ સાધનાનું મૂળ પાર્વતી દ્વારા શિવની છાતી ઉપર મૂકવામાં આવેલા પગમાં છે. આ સાધનામાં શબને માંસ-મદિરાનો ભોગ ચડાવાય છે. સ્મશાન સાધનામાં શબ પીઠની અથવા ચિતાની પૂજા થાય છે. તેના ઉપર ગંગાજળ ચડાવાય છે. આ સાધનામાં ઘણીવાર સામાન્ય માણસો સામેલ થાય છે.
સ્મશાનમાં કરવામાં આવતી શબ સાધના અઘોરીઓ માટે સૌથી મુશ્કેલ તેમજ ખતરનાક હોય છે. આ સાધનાને પૂરી કરવા માટે અઘોરીઓ કોઇ કિશોરી કે બાળકીનું શબ મૂકે છે. સાધના દરમિયાન તેના શબ પર બેસીને મંત્રોચ્ચાર કરે છે.
અઘોર સાધનામાં મંદ-મંદ યોગ સાધના પણ કરવામાં આવે છે. તો બીજી બાજુ પોતાના શરીરને કષ્ટ આપીને ભગવાન શિવને પ્રાપ્ત કરવા માગે છે. રાવણ આ સાધના કરતો હતો. શિવને પ્રસન્ન કરવા માટે તે પોતાનું મસ્તક કાપીને તેની અગ્નિમાં આહુતિ
આપતો હતો. (ક્રમશ:)