શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ પઠાણને લઈને ખૂબ જ ચર્ચામાં છે. હાલમાં તેઓ ઉમરાહ કરવા અને મા વૈષ્ણોદેવીના દર્શન કરવા પણ પહોંચ્યા હતા. તે તેની આગામી ફિલ્મ પઠાણને લઈને ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ જોવા મળશે. આ ફિલ્મનું ગીત બેશરમ રંગ ગઈ કાલે રિલીઝ થયું છે. જેની ચારેબાજુ ખૂબ પ્રશંસા થઈ રહી હતી. આ ગીતના વ્યુઝ થોડા સમયમાં મિલિયન સુધી પહોંચી ગયા હતા, પરંતુ હવે સોશિયલ મીડિયા પર શાહરૂખની ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ થઈ રહી છે.
पठान फ़िल्म में हक्ले ने हीरोइन को भगवा रंग की पोशाक पहनाई और गाने का नाम बेशरम रंग रख दिया#BoycottPathaan pic.twitter.com/mSlzcTWJ3u
— Arun Yadav 🇮🇳 (@beingarun28) December 13, 2022
હાલમાં ટ્વિટરના ટ્રેન્ડિંગ લિસ્ટમાં ‘બોયકોટ પઠાણ’ ટ્રેન્ડ કરી રહ્યું છે. યુઝર્સ આ ગીતની આકરી ટીકા કરી રહ્યા છે. એટલું જ નહીં આ ગીતના મુખ્ય કલાકારો શાહરૂખ અને દીપિકાને પણ બદનામ કરવામાં આવી રહ્યા છે.
पठान फ़िल्म में हक्ले ने हीरोइन को जानबूझ कर
भगवा रंग की पोशाक पहनाई और गाने का नाम बेशरम रंग रख दिया#Boycott PATHAN 😡 pic.twitter.com/rKdbsGBfEo— HINDU'S GREAT 🕉 ♥️ (@Patrick06218428) December 13, 2022
યૂઝર્સ ગીતમાં દેખાડવામાં આવેલા સીન અને આઉટફિટ બંનેને લઈને ટોણો પણ મારી રહ્યા છે. આટલું જ નહીં, યુઝર્સ શાહરૂખના જૂના વીડિયો ઉતારી રહ્યા છે અને તેની આકરી ટીકા કરી રહ્યા છે અને તેના તીર્થસ્થળો પર જવા પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે.