ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ગુરુવારે મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને મળ્યાના કલાકો પછી, ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે શિવસેનાના સાંસદ સંજય રાઉત એનસીપી સુપ્રીમોને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. રાઉત પવારને દક્ષિણ મુંબઈમાં તેમના નિવાસસ્થાન ‘સિલ્વર ઓક’ ખાતે મળ્યા હતા. જોકે, બંને નેતાઓ વચ્ચે શું ચર્ચા થઈ, તે હાલ જાણી શકાયું નથી.
અગાઉ, ગૌતમ અદાણી, અદાણી-હિંડનબર્ગ મામલાની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) ની રચના કરવાની વિરોધ પક્ષોની માંગ વચ્ચે પવારને મળવા ગુરુવારે સવારે મુંબઈમાં પવારના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
આ બેઠક મહત્ત્વપૂર્ણ છે કારણ કે પવાર બે અઠવાડિયા પહેલા અબજોપતિ ઉદ્યોગપતિના સમર્થનમાં બહાર આવ્યા હતા. પવારે એનસીપીના સાથી પક્ષ કોંગ્રેસથી અલગ વલણ અપનાવ્યું હતું અને કહ્યું હતું કે તેમણે અદાણી જૂથ સામેના આરોપોની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા એક સમિતિની રચના કરવાનું સમર્થન કર્યું હતું, કારણ કે સંયુક્ત સંસદીય સમિતિમાં સંખ્યાબળને આધારે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ રહેશે, જેના કારણે તપાસ અંગે શંકાઓ ઉભી થશે. જોકે, તેમણે પાછળથી અમ પણ કહ્યું હતું કે તેમની પાર્ટી અદાણી જૂથ સામેના આરોપોની તપાસ માટે JPC ની સ્થાપના કરવાની ભાજપ વિરોધી પક્ષોની માંગને સમર્થન આપતી નથી, પરંતુ વિપક્ષી એકતા ખાતર તેમના (વિપક્ષના) વલણની વિરુદ્ધ નહીં જાય.
Mumbai, Maharashtra | I met Sharad Pawar, our MVA meetings keep happening, he is a senior leader. Nothing surprising. Don’t know what is happening with NCP and it’s their internal matter. People keep meeting, and nothing new in it: Sanjay Raut, Uddhav Thackeray faction leader
સુપ્રીમ કોર્ટે ગયા મહિને સ્ટોક એક્સચેન્જો માટેના વિવિધ નિયમનકારી પાસાઓની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં છ સભ્યોની સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો હતો. હિંડનબર્ગ રિસર્ચ દ્વારા છેતરપિંડીના આરોપોને પગલે સમિતિ અદાણી ગ્રૂપના શેરમાં તાજેતરના ઘટાડાની તપાસ કરશે.
નોંધનીય છે કે હિંડનબર્ગે અબજોપતિ અદાણીના જૂથની કંપનીઓમાં સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડનો આરોપ લગાવ્યો હતો. જોકે, અદાણી જૂથે આ આરોપોને ખોટા ગણાવ્યા હતા.