મુંબઈઃ બોલીવૂડની જાણીતી અભિનેત્રી અને ડ્રીમ ગર્લ હેમા માલિનીએ તાજેતરમાં મુંબઈની મેટ્રો ટ્રેનની સાથે ઓટો રિક્ષામાં ટ્રાવેલ કરીને મુંબઈ મહાનગરીના જાહેર પરિવહનનો લાભ લીધો હતો, ત્યારે આજે વધુ એક જાણીતી અભિનેત્રીએ મુંબઈ મેટ્રોમાં ટ્રાવેલ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે. તે ઘણી વાર તેના કામમાંથી બ્રેક લે છે અને ક્યાંક ફરવા ઉપડી જાય છે. તાજેતરમાં સારા અલી ખાને પોતાની લક્ઝરી કાર છોડીને મેટ્રોમાં મુસાફરી કરી હતી અને તેના અંગેનો વીડિયો તેને સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે, જેમાં તે મેટ્રોમાં મુસાફરી કરતી જોવા મળી રહી છે. સારા અલી ખાને ઈન્સ્ટાગ્રામની સ્ટોરી પર વીડિયો શેર કર્યો છે, જેમાં તે મુંબઈ મેટ્રોમાં પ્રવાસની મજા લેતી જોવા મળી રહી છે અને વીડિયોમાં તે મેટ્રોની અંદર સીટ પર બેઠેલી જોવા મળે છે અને કેમેરા સામે હસતાં હસતાં હાય બોલી રહી છે. કેપ્શનમાં લખ્યું, ‘મુંબઈ મેરી જાન’. આ સાથે તેણે હાર્ટ ઈમોજી પણ બનાવ્યું છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘ઈન દિનન’ ગીત સંભળાઈ રહ્યું છે.
સારા અલી ખાન ફિલ્મ મેટ્રો ઇન દિનોમાં જોવા મળશે, જેમાં તેની જોડી આદિત્ય રોય કપૂર સાથે જોવા મળશે. અનુરાગ બાસુ આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. સારા અને આદિત્ય સિવાય આ ફિલ્મમાં અનુપમ ખેર, ફાતિમા સના શેખ, અલી ફઝલ, પંકજ ત્રિપાઠી, કોંકણા સેન શર્મા અને નીતા ગુપ્તા જોવા મળશે.
અહીં એ વાત જણાવવાની કે સારા અલી ખાન અને આદિત્ય રોય કપૂરની ફિલ્મ મેટ્રો ઇન દિનોમાં જોવા મળશે. આ ફિલ્મ ડિસેમ્બર, 2023ના રોજ થિયેયરમાં જોવા મળશે. એના સિવાય સારા અલી ખાન પાસે અન્ય હિન્દી ફિલ્મ એ વતન મેરે વતન છે, જેમાં તે સ્વતંત્રતા સેનાનીની ભૂમિકામાં જોવા મળશે. છેલ્લે છેલ્લે સારા અલી ખાન છેલ્લે ફિલ્મ ગેસલાઇટમાં જોવા મળી હતી, જેમાં તેણે વિક્રાંત મેસી સાથે કામ કર્યું હતું.