એક દાયકા બાદ જિયા ખાન આત્મહત્યા કેસમાં આદિત્ય પંચોલીના દીકરા સુરજ પંચોલીને મુંબઈની સ્પેશિયલ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો. 10 વર્ષ બાદ આખરે કોર્ટે સુરજના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. કોર્ટના ચુકાદા બાદ અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર પહેલી પ્રતિક્રિયા આપી હતી. સુરજે એક પોસ્ટ શેર કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
બોલિવૂડ અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં આજે 10 વર્ષ બાદ નિર્ણય આવ્યો હતો અને મુંબઈની વિશેષ CBI કોર્ટે સૂરજ પંચોલીની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આ કેસમાં સુરજ પંચોલીને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. ક્લીનચીટ મળ્યા બાદ સૂરજ પંચોલીએ સોશિયલ મીડિયા પર પહેલી પ્રતિક્રિયા આપી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને ચુકાદા બાદ પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરજ પંચોલી સોશિયલ મીડિયા પર ખાસ કંઈ એક્ટિવ નથી પણ ચુકાદા બાદ સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગયો હતો અને તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે- ‘સત્યની હંમેશા જીત થાય છે’, આ સાથે તેણે હાથ જોડેલું ઈમોજી અને એક રેડ હાર્ટ ઈમોજી પણ શેર કર્યું છે.
આ કેસમાં કોર્ટે ચુકાદો આપ્યા બાદ સુરજે કોર્ટનો આભાર માન્યો હતો. બીજી તરફ ચુકાદા બાદ તેની માતા ઝરીના વહાબે રાહતનો શ્વાસ લીધો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સુરજ પંચોલી લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળ્યો નથી, પણ તે ઈન્સ્ટાગ્રામ પર તેના ફિટનેસ વીડિયો અને ફોટો શેર કરતો રહે છે.