મુંબઈઃ બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ આ દિવસોમાં ચર્ચામાં છે ત્યારે હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી ભાગ્યશ્રીનો કેમિયો પણ મલ્ટી-સ્ટારર ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં જોવા મળશે. આવી સ્થિતિમાં ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ના 34 વર્ષ બાદ ચાહકોને સલમાન ખાન અને ભાગ્યશ્રીની જોડીને ફરીથી મોટા પડદા પર જોવાનો મોકો મળ્યો છે. દરમિયાન, હવે ચાહકો સોશિયલ મીડિયા પર ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફિલ્મમાં ભાગ્યશ્રી અને સલમાનના સીન વિશે ચર્ચા કરી રહ્યા છે.
સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની શરૂઆતમાં તમને બોલિવૂડ અભિનેત્રી ભાગ્યશ્રીનો કેમિયો જોવા મળશે. જેમાં તે તેના પુત્ર અને પતિ સાથે સલમાન સાથે વાત કરતી જોવા મળશે. ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં સલમાન અને ભાગ્યશ્રીનો આ સીન સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. એક ઈન્સ્ટા યુઝરે ફિલ્મના આ સીનનો વીડિયો શેર કર્યો છે.
સલમાન ખાન અને ભાગ્યશ્રીની જોડી એકસાથે જોવા મળશે. ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ના ગીત ‘મેરે રંગ મેં રંગને વાલી’નું મ્યુઝિક વીડિયો બેકગ્રાઉન્ડમાં સરળતાથી સાંભળવા મળશે. ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના આ સીનને ચાહકો વખાણી રહ્યા છે. ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં સલમાન ખાન અને ભાગ્યશ્રીના આ સીનને જોઈને ફેન્સે પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. આ ઈન્સ્ટા પર કોમેન્ટ કરતા યુઝરે લખ્યું છે કે- ‘હવે આ ફિલ્મ ઓછામાં ઓછી બે વાર જોવી પડશે.’