ભિવંડીના વળગામમાં આવેલ વર્ધમાન કમ્પાઉન્ડમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થઇ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 4 લોકોના મૃત્યુ થયા છે. હજી પણ કાંટમાળમાં કેટલાંક લોકો ફંસાયા હોવાનું કહેવાઇ રહ્યું છે. ઘટના સ્થળે એનડીઆરએફ અને ટીડિઆરએફના જવાનો દ્વારા યુદ્ધસ્તરે બચાવ કામગીરી થઇ રહી છે. ત્યારે આજે લગભગ 20 કલાક બાદ એક વ્યક્તિને કાંટમાળમાંથી બહાર કાઢવામાં એનડીઆરએફને સફળતા મળી છે. મહત્વની વાત એ છે કે જે યુવાનને બચાવવામાં આવ્યો છે તેનો આજે જન્મ દિવસ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભિવંડી તાલુકાના વળપાડા ગ્રામપંચાયતની હદમાં આવેલ ત્રણ માળની ઇમારત ઘરાશાયી થઇ હતી આ દુર્ધટનામાં 22 લોકો ફસાંયા હોવાનું કહેવાઇ રહ્યું હતું. જેમાંથી અત્યાર સુધી 14 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને કારણે અત્યાર સુદી 4 લોકોનું મૃત્યુ થયું છે. 10 લોકોની સારવાર ચાલી રહી છે 20 કલાક વિત્યા બાદ પણ ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. દરમિયાન આ ઇમારતના ગોડાઉનમાં મજૂરી કરતાં સુનિલ પિસાળ નામના યુવકને દુર્ઘટનાના 20 કલાક બાદ જીવીત બહાર કાઢવામાં એનડીઆરએફને સફળતા મળી છે.
સુનીલ ભિવંડીના ફૂલેનગરમાં રહે છે. તેના પરિવારમાં પિતા, ભાઇ તથા ત્રણ બહેનો છે. ઘરનું ગુજરાન ભાઇ અને સુનિલને કારણે ચાલે છે. બંને ભાઇઓએ મળીને બહેનોના લગ્ન કરાવી આપ્યા છે. 2022માં મોટા ભાઇના લગ્ન થયા અને જાન્યુઆરી 2023માં સુનિલના લગ્ન થયાં હતાં. તેની પત્ની હાલમાં ગર્ભવતી છે. સુની આ ઇમારત નીચે આવેલ ગોડાઉનમાં મજૂરીનું કામ કરે છે.
દુર્ઘટનાના દિવસે પણ તે ઇમારતના ગોડાઉનમાં કામ કરી રહ્યો હતો. અને ઇમારત પડે છે એમ ખ્યાલ આવતા તે જાડી કાચની ગેપ વચ્ચે જઇને બેસી ગયો હતો. તેના પર 20 ફૂટની દિવાર પડી હતી. 20 કલાકથી કાધા-પિધા વિના તે બહાર નિકળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યારે આજે એનડીઆરએફની મદદથી તે જીવતો બહાર નીકળી શક્યો છે. મહત્વની વાતએ છે કે આજે સુનિલની બર્થ ડે પણ છે. સુનિલને સુખરુપ પરત જોઇ તેના પરિવાર અને મિત્રોના ચહેરા પર ખૂશી જોવા મળી હતી.