Homeશેરબજારસતત નવમા દિવસે આગેકૂચ: નિફ્ટી ૧૭૮૦૦ની ઉપર, સેન્સેક્સ ૩૫૦ પોઈન્ટ્સ ગબડ્યા બાદ...

સતત નવમા દિવસે આગેકૂચ: નિફ્ટી ૧૭૮૦૦ની ઉપર, સેન્સેક્સ ૩૫૦ પોઈન્ટ્સ ગબડ્યા બાદ ગ્રીન ઝોનમાં પાછો ફર્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)ડ
મુંબઇ: ભારે નિરસ હવામાનમાંથી પસાર થવા દરમિયાન ગુરુવારના સત્રમાં ૩૫૦ પોઈન્ટ્સ ઘટ્યા બાદ સત્રના પાછલા ભાગમાં લેવાલીનો ટેકો મળતા સેન્સેક્સ ફરી ગ્રીન ઝોનમાં પાછો ફરવામાં સફળ રહ્યો હતો. આ સત્રમાં ઈન્ફોસિસના શેરોમાં સૌથી વધુ ૩.૧૪ ટકાનો ઘટાડો જોવાયો હતો.
ઘરઆંગણે આઈટી, ટેકનો, ઓઈલ-ગેસ અને કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ વેચવાલી સામે રિયલ્ટી, બેન્ક, ફાઈનાન્શિયલ, ઓટો અને ક્ધઝ્યૂમર ડ્યુરેબલ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી. બજાર દિશા પકડવાની મથામણ કરતું જણાયું હતું અને રોકાણકારો પણ અવઢવમાં હોય તેમ લાગતું હતું. જોકે, દિવસને અંતે બજાર સતત નવમાં સેશનમાં ગ્રીન ઝોનમાં બંધ રહેવામાં સફળ રહ્યું હતું.
સત્ર દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૬૦,૪૮૬.૯૧ પોઇન્ટ્સ અને નીચામાં ૬૦,૦૮૧.૪૩ પોઈન્ટ્સની રેન્જમાં અથડાયા બાદ ૩૮.૨૩ પોઈન્ટ્સ અથવા ૦.૦૬ ટકા વધીને ૬૦૪૩૧.૦૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો બેન્ચમાર્ક નિફ્ટી પણ ઉપરમાં ૧૭,૮૪૨.૧૫ પોઇન્ટ્સ અને નીચામાં ૧૭,૭૨૯.૬૫ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૧૫.૬૦ પોઈન્ટ્સ અથવા ૦.૦૯ ટકાના સુધારા સાથે ૧૭,૮૨૮.૦૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. ઘરઆંગણે આઈટી, ટેકનો, ઓઈલ-ગેસ અને કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ વેચવાલી સામે રિયલ્ટી, બેન્ક, ફાઈનાન્શિયલ, ઓટો અને ક્ધઝ્યૂમર ડ્યુરેબલ્સ શેરોમાં આક્રમક લેવાલી જોવા મળી હતી.
સત્રને અંતે બીએસઈ સેનસેક્સ ૩૮ પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૭૮૦૦ની ઉપર બંધ રહ્યો હતો. આ રીતે સતત નવમા સત્રમાં આગેકૂચ જળવાઇ રહી હતી. ટોચની આઇટી કંપની ટીસીએસ લિમિટેડના સાવચેતીભર્યા અંદાજ પછી અને અમેરિકામાં હળવી મંદીની વધતી ચિંતાને કારણે આઇટી શેરોમાં વેચવાલીનું દબાણ વધ્યું હતું અને એકંદર સત્ર દરમિયાન નિરસ હવામાન રહ્યું હતું.
ટીસીએસ દ્વારા તેના બેંકિંગ, નાણાકીય સેવાઓ અને વીમા (બીએફએસઆઇ) સેગમેન્ટમાં વિલંબિત ખર્ચ અને નજીકના ગાળાની અનિશ્ર્ચિતતાની ચિંતા દર્શાવ્યા બાદ આઇટી શેરોમાં ઘટાડો શરૂ થયો હતો અને બજારનો માહોલ ડહોળાયો હતો. ટીસીએસે માર્ચ ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે લગભગ ૧૫ ટકા વૃદ્ધિ નોંધાવી હતી, અને શેરદીઠ રૂ. ૨૪નું ડિવિડંડ જાહેર કર્યું હતું.
વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું કે અમેરિકામાં બીએફએસઆઇ સેગમેન્ટમાં અણધારી નબળાઈને કારણે ટીસીએસના પરિણામો પર દબાણ આવ્યું હતું. જેપી મોર્ગનના જણાવ્યા મુજબ, ટેકનિકલ ખર્ચમાં કાપ મૂકવા સાથે ક્લાયન્ટના સાવચેતીભર્યા વલણને કારણે આઉટલુક ધૂંધળું જણાઇ રહ્યું છે.
યુ.એસ. ફેડરલ રિઝર્વના આ વર્ષના અંતમાં હળવી મંદીના અંદાજે આઇટી સેક્ટરમાં ગ્રાહકોના ખર્ચમાં કાપની ચિંતામાં વધારો કર્યો અને સેન્ટિમેન્ટ ડહોળી નાંખ્યું હતું. ભારતીય બજારો શુક્રવારે સ્થાનિક રજા નિમિત્તે બંધ રહેશે.
આઈટી, ટેકનો, ઓઈલ-ગેસ અને કેપિટલ ગૂડ્ઝ શેરોમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું જ્યારે રિયલ્ટી, બેન્ક, ફાઈનાન્શિયલ, ઓટો અને ક્ધઝ્યૂમર ડ્યુરેબલ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૧૬ ટકા અને ૦.૩૩ ટકા વધીને બંધ રહ્યા હતા.
સેન્સેક્સ પેકમાં સૌથી વધુ ઈન્ડસઈન્ડ બેન્કના શેરોમાં સૌથી વધુ ૩.૧૫ ટકા ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં પાવરગ્રીડ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક, કોટક બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ અને ટાટા મોટર્સનો સમાવેશ હતો.
સેન્સેક્સ પેકમાં ઈન્ફોસિસના શેરોમાં સૌથી વધુ ૨.૭૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનો, એનટીપીસી, ટીસીએસ, સન ફાર્મા, લાર્સન એન્ડ ટુબ્રો, વિપ્રો અને અલ્ટ્રાકેમ્કોનો સમાવેશ હતો.
નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ ઈન્ડસઈન્ડ બેન્કના શેરોમાં સૌથી વધુ ૨.૮૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચડીએફસી લાઈફ, અપોલો હોસ્પિટલ, આઈશર મોટર્સ અને પાવરગ્રીડનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ ઈન્ફોસિસના શેરમાં ૩.૧૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનો, એનટીપીસી અને ટીસીએસનો સમાવેશ થાય છે.
દેશની ટોચની સોફ્ટવેર નિકાસકાર કંપની ટીસીએસના નાણાકીય પરિણામ સારા આવ્યા હોવા સાથે કંપનીએ શેરદીઠ રૂ. ૨૪નું ડિવિડંડ પણ જાહેર કર્યુ હોવા છતાં તેનો શેર ૧.૬૧ ટકાના ઘટાડા સાથે રૂ. ૩૧૮૯.૮૫ની સપાટીએ પહોંચ્યો હતો. બુધવારે કામકાજના સમય બાદ જાહેર થયેલા ટીસીએસના પરિણામ ગુરૂવારે બજારને અપેક્ષા કરતા ઉણાં જણાયા હતા અને એ જ સાથે કંપનીએ નોર્થ અમેરિકાની મહત્ત્વની બજારોમાં ભાવિ કામગારી અંગે ચિંતા વ્યકત કરી હોવાથી તેના શેરોમાં વેચવાલી વધી હતી અને સત્ર દરમિયાન તે લગભગ બે ટકા જેવો ગબડ્યો હતો.
સત્ર દરમિયાન આ શેર બીએસઇ પર ૧.૮૮ ટકાના ઘટાડા સાથે રૂ. ૩૧૮૧.૧૦ની સપાટીએ અને એનએસઇ પર ૧.૮૭ ટકાના ઘટાડા સાથે રૂ. ૩૧૮૧ની સપાટીએ પહોંચ્યો હતો. ટીસીએસે માર્ચ ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે લગભગ ૧૫ ટકા વૃદ્ધિ નોંધાવી હતી, અને શેરદીઠ રૂ. ૨૪નું ડિવિડંડ જાહેર કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -