માર્ચ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને એલપીજીથી લઈને દૂધના ભાવમાં વધારા સહિત અનેક સરકારી વિભાગના નિયમોમાં પરિવર્તન આવ્યા છે અને આ જ અંનુસંધાનમાં વાત કરીએ તો ભારત સરકારે પેન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવા માટે 31મી માર્ચ સુધીની મુદ્દત આપી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જો પેનકાર્ડ હોલ્ડર દ્વારા 31મી માર્ચ સુધી સરકાર દ્વારા આપવામાં આવેલા નિર્દેશનું પાલન નહીં કરવામાં આવે તો તેમના બિઝનેસ અને ટેક્સ સંબંધિત સર્વિસિઝ પર અસર જોવા મળશે. સાદા શબ્દોમાં કહેવાનું થાય તો તેમના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
કુલ 61 કરોડ કાયમી એકાઉન્ટ નંબર્સમાંથી 48 કરોડ એકાઉન્ટ આધાર સાથે લિંક કરવામાં આવ્યા છે અને 13 કરોડ લોકોએ હજુ સુધી પેન-આધાર લિંક કર્યા નથી. આવા લોકો માટે સરકારે આખરી ચેતવણી આપવામાં આવી છે અને 31મી માર્ચ સુધી જો આ લોકો આધાર અને પેન કાર્ડ લિંક નહીં કરે તો તેમની સામે કાર્યવાહી કરવાની ચેતવણી ઉચ્ચારી છે.
જે લોકો 31 માર્ચ સુધી સરકાર દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન નહીં કરવામાં આવે તો તેમને બિઝનેસ અને ટેક્સ સંબંધિત પ્રવૃત્તિઓમાં લાભ આપવામાં નહીં આવે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) ના અધ્યક્ષ નીતિન ગુપ્તાએ જણાવ્યું હતું કે કેટલાક કરોડ પેન કાર્ડ હજુ પણ આધાર કાર્ડ સાથે લિંક નથી કરવામાં આવ્યા, પરંતુ 31 માર્ચના અંત સુધીમાં કામ પૂર્ણ થવાની ધારણા છે.
સરકારે પાનકાર્ડને આધાર સાથે જોડવાનું ફરજિયાત કર્યું છે અને આ માટેની અંતિમ તારીખ 31 માર્ચ, 2023 નક્કી કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આધાર સાથે લિંક નહીં કરવામાં આવ્યા હોય એના પેન કાર્ડને આ તારીખ પછી નિષ્ક્રિય જાહેર કરવામાં આવશે. સરકારે એવું પણ કહ્યું છે કે 31 માર્ચ વચ્ચે આધાર સાથે પેન કાર્ડ લિંક કરવા માટે 1,000 રૂપિયા ફી ચૂકવવી પડશે.