સેબીએ માગ્યો હતો છ મહિનાનો સમય, પણ સુપ્રીમ કોર્ટે કહ્યું ત્રણ મહિનાનો સમય આપી શકીએ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ હવે પંદરમી મે, 2023ના દિવસે અદાણી-હિંડનબર્ગ રિસર્ચ કેસમાં સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લીધો હતો, જે ત્રણ દિવસ માટે ટાળી દેવામાં આવ્યો છે. અગાઉ સેબી (સિક્યોરિટી & એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)એ કોર્ટ પાસે છ મહિનાનો સમય માગ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય ચંદ્રચુડે સેબીને કહ્યું હતું કે તપાસ પૂરી થાય ત્યાં સુધી છ મહિનાની મુદતની માગણી કરવાનું યોગ્ય નથી. તેમણે કહ્યું હતું કે 14 ઓગસ્ટની આસપાસ સુનાવણી કરશે અને ત્રણ મહિનામાં તમે તપાસ પૂરી કરો. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે જે કમિટી બનાવી છે તેને અત્યાર સુધીમાં કંઈ વાચ્યું નથી. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે સોમવારે સુનાવણી દરમિયાન સેબીની રજૂઆત પર વિચાર કરવામાં આવશે.
એની સુનાવણી પૂર્વે શેરબજાર નિયામક સેબીએ કોર્ટ પાસેથી તપાસ કરવા માટે છ મહિનાથી વધારે સમયની માગણી કરી હતી. સેબીવતીથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું હતું કે કેસને જોતા છ મહિનાથી વધારે સમય જોઈએ. જોકે, એડિશનલ સોલિસિટર જનરલ પ્રશાંત ભૂષણે કોર્ટને કહ્યું હતું કે સેબી આઈઓએસસીઓના પાર્ટનર છે, જે સભ્ય ટેક્સહેવનનો દેશ છે. આઈઓએસીઓના કરાર અનુસાર કોઈ પણ દેશ કોઈ પણ માહિતી માગી શકે છે અને એમાં કંઈ ગુપ્ત રાખી શકાય નહીં. તેમણે કહ્યું હતું કે સેબી પહેલા પણ માહિતી માગી શકી હોત સરકારના જણાવ્યાનુસાર સેબી 2017થી તપાસ કરે છે. પ્રશાંત ભૂષણને કહ્યું હતું કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો માટે સેબીના 19 ડિસેમ્બર, 2022ના માસ્ટર પરિપત્રમાં જણાવ્યું છે કે તમામ રોકોણકારોના લાભાર્થી માલિકના નામનો ખુલાસો કરવાનું જરુરી છે.
સુપ્રીમ કોર્ટે સેબીને બે મહિનામાં તેની તપાસ પૂર્ણ કરવા જણાવ્યું હતું. સેબીને સેબીની કલમ 19નું કોઈ ઉલ્લંઘન થયું છે કે કેમ તેની તપાસ કરવા કહેવામાં આવ્યું હતું. અને અદાણી ગ્રુપના શેરના ભાવમાં કોઈ ચેડા થયા છે કે કેમ. કોર્ટે સેબીને કોર્ટ દ્વારા રચાયેલી સમિતિને તમામ પ્રકારની માહિતી આપવાનો આદેશ પણ આપ્યો હતો. પરંતુ સેબીનું કહેવું છે કે તેની તપાસ બે મહિનામાં પૂરી થઈ શકે તેમ નથી અને તેને છ મહિનાનો સમય જોઈએ છે જેનો અરજદારો વિરોધ કરી રહ્યા હતા.
તેની અરજીમાં સેબીએ કોર્ટને કહ્યું કે હિંડનબર્ગના આરોપો અનુસાર આવા 12 શંકાસ્પદ વ્યવહારો છે. આ વ્યવહાર જટિલ હોવા ઉપરાંત, તેમાં ઘણા પેટા વ્યવહારો પણ હાજર છે. સેબીના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન કેટલીક સ્થાનિક અને વિદેશી બેંકોના નાણાકીય વ્યવહારોના નિવેદનોની જરૂર પડશે. 10 વર્ષથી જૂના બેંક સ્ટેટમેન્ટની પણ જરૂર પડશે, જે મેળવવામાં સમય લાગશે અને તે પડકારજનક પણ છે. સેબીનું કહેવું છે કે તે છ મહિનામાં તપાસ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે.