અદા શર્મા સ્ટારર ‘ધ કેરળ સ્ટોરી’ સિનેમાઘરોમાં બહુ સારું પ્રદર્શન કરી રહી છે અને બોક્સ ઓફિસ પર પણ ઘણી સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જોતજોતામાં આ ફિલ્મ આ વર્ષની બીજી સૌથી મોટી હિટ ફિલ્મ બની ગઈ છે. ‘ધ કેરળ સ્ટોરી’એ રિલીઝના 16માં દિવસે 9 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ સાથે ફિલ્મનુ કુલ કલેક્શન હવે 187 કરોડ રૂપિયાથી વધુનું થઈ ગયું છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં પણ આ ફિલ્મને રજૂ કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે તેથી હવે આ બંને રાજ્યમાં પણ ‘ધ કેરળ સ્ટોરી’ રજૂ કરવામાં આવશે જેના કારણે પણ ફિલ્મના કલેક્શનમાં વધારો થશે. એવુ માનવામાં આવે છે કે ટૂંક સમયમાં આ ફિલ્મનું કલેક્શન રૂ. 200 કરોડનો આંકડો પણ પાર કરી જશે.