Homeમેટિનીએવી અભિનેત્રીઓ જેઓએ લગ્ન પહેલાં ગર્ભવતી થયાની વાત સ્વીકારી

એવી અભિનેત્રીઓ જેઓએ લગ્ન પહેલાં ગર્ભવતી થયાની વાત સ્વીકારી

બીતી બાત -દિક્ષિતા મકવાણા

બોલીવૂડના સ્ટાર્સ અવારનવાર તેમની ગ્લેમરસ લાઈફને કારણે લોકોમાં ચર્ચાનો વિષય બને છે. પ્રેમ-પ્રકરણ હોય કે લગ્ન, આ સેલિબ્રિટીઓના જીવન સાથે જોડાયેલ દરેક અપડેટ તેમના ચાહકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને રસપ્રદ હોય છે. સંબંધ, લગ્ન, બ્રેકઅપને લગતા અનેક પ્રકારના સમાચારો રોજ સાંભળવા મળે છે. બોલીવૂડ કલાકારોમાંથી કેટલાક તેમના રહસ્યો છુપાવે છે અથવા તેમના અંગત જીવનને શેર કરતા નથી, પરંતુ અહીં એવી અભિનેત્રીઓની માહિતી આપી રહ્યા છીએ જેમણે તેમના અફેરની વાત સ્વીકારી હતી અને લગ્ન પહેલા ગર્ભવતી થઈ હતી.
શ્રીદેવી
શ્રીદેવીએ બોલીવૂડના ૧૯૮૦ના દાયકામાં રાજ કર્યું હતું. તેનું અફેર ભારતીય ફિલ્મ નિર્માતા બોની કપૂર સાથે હતું. તેણે લગ્ન પહેલા જ પોતાની પ્રેગ્નન્સીના સમાચારની પુષ્ટિ કરી હતી અને ૧૯૯૬માં તેઓ લગ્ન કરી લીધા હતા. તેને ભારત સરકાર દ્વારા ૨૦૧૩ માં પદ્મશ્રી ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
આલિયા ભટ્ટ
આજના સમયના સૌથી પ્રિય યુગલોમાંથી એક રણબીર કપૂર અને આલિયા ભટ્ટ છે. તેમના લગ્નના બે મહિના પછી અભિનેત્રીએ પોતે પુષ્ટિ કરી હતી કે તેઓ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે.
કોંકણા સેન શર્મા
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કોંકણા સેન શર્માને શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે, જે મિસ્ટર એન્ડ મિસિસ અય્યર (૨૦૦૨), ઓમકારા (૨૦૦૬), વેક અપ સિડ (૨૦૦૯)માં તેમના કામ માટે વખણાયેલી છે. અભિનેત્રી લગ્ન પહેલા અભિનેતા રણવીર શૌરીને ડેટ કરતી હતી અને તેઓએ ૨૦૧૦ માં લગ્ન કર્યા, થોડા મહિના પછી તેઓએ તેમની પ્રથમ બાળકીની જાહેરાત કરી, હતી. હવે તેઓ અલગ થઈ ગયા છે.
એમી જેક્સન
એમી જેક્સન પણ લગ્ન પહેલા મા બનીને ચર્ચામાં આવી હતી. તેણે બોયફ્રેન્ડ જ્યોર્જ પનાયતુ સાથે સગાઈ કરી હતી. સગાઈ સમારોહના ઘણા વીડિયો અને તસવીરો શેર પણ કરી હતી. આ અભિનેત્રી ૨૦૧૦માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો.
નીના ગુપ્તા
ઈતિહાસના સુપ્રસિદ્ધ ક્રિકેટર વિવ રિચર્ડ્સ અને નીના ગુપ્તા ૧૯૮૦માં તેમના હાઈ-પ્રોફાઈલ અફેર માટે ચર્ચામાં હતા, તેમની છોકરી મસાબા ગુપ્તાનો જન્મ ૧૯૮૯માં થયો હતો. વિવ રિચર્ડ્સ પહેલેથી જ પરિણીત હતા, તેથી અલગ રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નીના ગુપ્તાએ હવે બિઝનેસમેન વિવેક મહેરા સાથે લગ્ન કર્યા છે.
સારિકા
સારિકાનું મેગાસ્ટાર કમલ હસન સાથે અફેર હતું અને તેઓએ ૧૯૮૮માં લગ્ન કર્યા હતા, પરંતુ તેમના પ્રથમ સંતાન શ્રુતિ હસનનો જન્મ ૧૯૮૬માં એટલે કે લગ્ન પહેલા થયો હતો. કમલ હસન અને સારિકા વર્ષ ૨૦૦૪થી અલગ થઈ ગયા છે.
સેલિના જેટલી
સેલિનાએ લગ્ન પહેલા ઘણી બોલીવૂડ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેણે ૨૦૧૧માં દુબઈ સ્થિત ઉદ્યોગપતિ પીટર હાગ
સાથે લગ્ન કર્યા અને લગ્નના થોડા મહિના પછી ૨૦૧૨માં જોડિયા બાળકોને જન્મ આપ્યો.
મહિમા ચૌધરી
મહિમાએ ૨૦૦૬માં બિઝનેસમેન બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા અને તે જ વર્ષે તે પાંચ ફિલ્મોમાં જોવા મળી, પરંતુ તેણે લગ્નના થોડા મહિનાઓ પછી એક બાળકીને જન્મ આપ્યો અને લાંબો બ્રેક લીધો હતો. બ્રેક બાદ તેને જોઇએ તેવી સફળતા મળી નહોતી.
નતાસા સ્ટેનકોવિક
સરબિયા સ્થિત બોલીવૂડ અભિનેત્રી નતાસાએ ૧લી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. ૨૯મી જુલાઈએ એક પુત્રને જન્મ આપ્યો હતો, ત્યાર બાદ તેઓએ બીજીવાર ભવ્ય લગ્ન ૧૬મી ફ્રેબુઆરી, ૨૦૨૩માં કર્યા હતા. તેઓ સુખી લગ્નજીવન વિતાવી રહ્યાં છે.
દિયા મિર્ઝા
સુંદર દિવા દિયા મિર્ઝાએ ૨૦૧૯માં તેના પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા હતા. ફેબ્રુઆરી ૨૦૨૧માં મુંબઈસ્થિત બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. દોઢ મહિના પછી તેણે પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -