બી-ટાઉનના સુપરસ્ટાર એવા આમિર ખાનની પુત્રી ઈરા ખાનનું નામ ઘણીવાર ચર્ચાનો કારણ બનતું જ રહે છે અને આજે ઈરા 8મી મેના તેનો 25મો જન્મદિવસ ઉજવી રહી છે. આવી પરિસ્થિતિમાં, ઈરાને લોકો તેના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ બધા વચ્ચે દરમિયાન ઈરાની બેસ્ટ ફ્રેન્ડ અને ‘દંગલ’ ફિલ્મ ફેમ અભિનેત્રી ફાતિમા સના શેખે પણ ઈરાનો દિવસ સ્પેશિયલ બનાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ફાતિમાએ ફિલ્મ દંગલમાં આમિર ખાનની દીકરીનો રોલ નિભાવ્યો હતો અને તેણે ઈરા ખાનના જન્મદિવસના અવસર પર એક અનસીન ફોટો શેર કર્યો છે, જે તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય. ફાતિમા સના શેખ અને ઈરા ખાન રિયલ લાઈફમાં ખૂબ જ સારા મિત્રો છે અને ઈરાના જન્મદિવસના અવસર પર, ફાતિમા સના શેખે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્ટોરીમાં એક અનસીન ફોટો શેર કર્યો છે. આ સ્ટોરીમાં તમે જોઈ શકો છો કે ફાતિમા સના શેખ અને ઈરા ખાન સાથે બેસીને ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરતાં જોવા મળે છે.
આ ફોટાના કેપ્શનમાં ફાતિમા સના શેખે લખ્યું છે- સુંદર વ્યક્તિ, તને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ફાતિમાએ શેર કરેલો ફોટો આમિર ખાનની દીકરી ઈરા ખાને પણ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે. આ સાથે ઈરાએ ફાતિમા સના શેખનો આભાર પણ માન્યો હતો. આ પહેલાં પણ ઈરા અને ફાતિમાની એકથી ચઢિયાતા એક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી જોવા મળી રહી છે. આ ફોટો અને વીડિયોમાં ફાતિમા સના શેખ અને ઇરા ખાનની મિત્રતા સ્પષ્ટ દેખાઈ રહી છે.