ટીવી એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્યાએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હોવાથી સોશિયલ મીડિયા પર તેને સતત ટ્રોલ કરવામાં આવી રહી છે.
એક યુઝરે તેની મજાક ઉડાવતા કર્યું હતું કે તારા બાળકો હિંદુ હશે કે મુસ્લિમ? જોકે, યુઝરે પછી તે કમેન્ટ ડિલિટ કરી નાખી હતી, પરંતુ દેવોલીનાએ તેનો જવાબ આપ્યો હતો.
તેણે લખ્યું હતું કે, મારા બાળકો હિંદુ હશે કે મુસલમાન તમે કોણ? જો તમને બાળકોની આટલી ચિંતા છે કે તો ઘણાં અનાથ આશ્રમો છે, ત્યાં જાવ અને દત્તક લોક અને પોતાના હિસાબે ધર્મ ને નામની પસંદગી કરો. મારો પતિ, મારા બાળકો, મારો ધર્મ, મારા નિયમો…તમે કોણ? મારા અને મારા પતિને આ નક્કી કરવા દો.
અમે જોઈ લઈશું અને બીજાના ધર્મ પર ગૂગલ સર્ચ કરવાને બદલે તમે તમારા ધર્મ પર ફોકસ કરો અને સારા વ્યક્તિ બનો. તમારા જેવા લોકો પાસેથી મારે જ્ઞાન લેવાની સહેજેય જરૂર નથી.
દેવોલિના છેલ્લાં બે વર્ષી તેના જિમ ટ્રેનર શાનવાઝ શેખને ડેટ કરી રહી હતી અને તાજેતરમાં કપલે કોર્ટ મેરેજ કર્યા હતાં.