સતીશ શાહ એક પીઢ અભિનેતા છે જે ઘણી હિન્દી ફિલ્મો અને ટીવી શોમાં દેખાયા છે. સારાભાઈ VS સારાભાઈમાં ઈન્દ્રવદન સારાભાઈના ચિત્રણ માટે તેમને યાદ કરવામાં આવે છે.
તાજેતરમાં જ સતીશ શાહને તેમની લંડન મુલાકાત દરમિયાન વંશીય ટિપ્પણીનો ભોગ બનવાનો વારો આવ્યો હતો. સતીશ શાહ લંડનના હીથ્રો એરપોર્ટ પર હતા અને તેમણે ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી હતી. એરપોર્ટ પરના અધિકારીઓ માટે એ માનવું કઠિન હતું કે સારાભાઈ VS સારાભાઈ જેવી ટેલિ સિરિયલના કલાકારને ફર્સ્ટ ક્લાસની ટિકિટ કેવી રીતે પરવડી શકે છે. તેમની વંશીય ટિપ્પણી સતીશ શાહના કાને અથડાઇ હતી.
Good morning, we’re sorry to hear about this encounter. May you DM us?
— Heathrow Airport (@HeathrowAirport) January 3, 2023
આ પ્રસંગને યાદ કરી તેના વિશે ટ્વિટ કરીને શાહે લખ્યું હતું કે, તેઓ જ્યારે હિથ્રો વિમાની મથકે તેમના પરિવાર સાથે ફ્લાઇટમાં ચઢવા જતા હતા ત્યારે ત્યાં ઊભેલા એક અધિકારીને તેની સાથેના સ્ટાફને કહેતા સાંભળ્યો કે, ‘તેઓને (ભારતીયોને) પ્રથમ વર્ગ કેવી રીતે પરવડી શકે છે’?” આ વાત સાંભળીને સમસમીને બેસી રહેવાને બદલે શાહે તેમને શાંતિથી જવાબ આપ્યો, ‘કારણ કે અમે ભારતીય છીએ.’
સતીશ શાહના ટ્વીટને 11,000 થી વધુ લાઇક્સ અને ઘણી ટિપ્પણીઓ મળી છે. હિથ્રો એરપોર્ટે પણ તેમના સ્ટાફના આવા વર્તન અંગે માફી માંગતા ટ્વીટનો જવાબ આપ્યો હતો. “ગુડ મોર્નિંગ, અમે આ એન્કાઉન્ટર વિશે સાંભળીને દિલગીર છીએ. શું તમે અમને ડીએમ કરી શકો?”
ઈન્ટરનેટ યુઝર્સે જાતિવાદી ટિપ્પણીનો યોગ્ય જવાબ આપવા બદલ સતીશ શાહની પ્રશંસા કરી હતી. કેટલાક લોકોએ યુકે સરકારને જરૂરી પગલાં લેવા વિનંતી પણ કરી હતી.
એક ઇન્ટરનેટ યુઝર્સે તો એક ડગલું આગળ વધીને એવી કમેન્ટ કરી હતી કે, આજે તેઓને (બ્રિટિશરોને) જે કંઈ પણ પરવડે છે તે પણ ભારતીય નાણાંને કારણે છે, જે તેમના પૂર્વજોએ ભારતમાંથી લૂંટી હતી. તે વળી બીજા એકે કમેન્ટ કરી હતી કે કેવી વક્રોક્તિ છે, લૂંટારાઓ મૂળ શ્રીમંત લોકોને પૂછે છે કે તેઓને સમૃદ્ધિ કેવી રીતે પોસાય છે.”
અનેક યુઝર્સોએ એરપોર્ટ સત્તાવાળાઓને મૂર્ખ અને પછાત માનસિકતાથી આગળ વધવાની સલાહ આપી હતી.