સાઉથ સ્ટાર મહેશ બાબુના પિતા કૃષ્ણાની તબિયત અચાનક ખરાબ થતાં તાત્કાલિક હૈદરાબાદની કોન્ટિનેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. મળતી માહિતી અનુસાર તેમને રવિવારે મધરાતે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં તેમને 20 મિનિટ સુધી સીપીઆર આપવામાં આવ્યો હતો. તેમને હાર્ટ એટેક આવ્યો હતો, પરંતુ હવે તેમની હાલત સ્થિર છે અને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. આગામી 24 સુધી તેમને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે મહેશ બાબુએ તેમના ભાઈ અને માતાને ગુમાવ્યા હતાં. મહેશ બાબુના પિતા કૃષ્ણાએ 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને તેલુગુ ફિલ્મોના સુપરસ્ટાર તરીકે ઓળખવામાં આવે છે.