બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકનું ગુરુવારે વહેલી સવારે નિધન થયું હતું. તેમણે 66 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. અભિનેતા અનુપમ ખેરે ટ્વિટ કરીને તેમના નિધનની જાણકારી આપી હતી. તેમણે સતીશ કૌશિકને શ્રદ્ધાંજલિ આપી છે.
અનુપમ ખેરે ટ્વિટ કર્યું હતું કે, હું જાણું છું ‘મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે!’ પણ મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે હું જીવતો રહીને મારા ખાસ મિત્ર સતીશ કૌશિક વિશે આ લખીશ. 45 વર્ષની મિત્રતા પર આવો અચાનક પૂર્ણવિરામ! ઓમ શાંતિ!