પુણે-બેંગ્લોર એક્સપ્રેસ-વે પર ગોઝારો અકસ્માત થયો હતો. મધ્યરાત્રે બે વાગ્યાના સુમારે પૂણાના આંબેગાવ પરિસરમાં આવેલ સ્વામી નારાયણ મંદિર પાસે ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે જ્યારે 18 લોકોને ઇજા પહોંચી હોવાની વિગતો જાણવા મળી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પુણે-બેંગ્લોર એક્સપ્રેસ-વે પર ટ્રકે બસને પાછળથી ટક્કર મારતા આ આકસ્માત સર્જાયો હતો. આ બસ સાતારાથી મુંબઇ તરફ જઇ રહી હતી તે દરમિયાન મધ્ય રાત્રીના બે વાગ્યાની આસપાસ આંબેગાવ પાસે આવેલ સ્વામી નારાયણ મંદિર પાસે આ અકસ્માત સર્જાયો હતો. ટ્રક ડ્રાઇવરનો સ્ટિયરિંગ પરથી કાબૂ જતાં આ અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરનું પણ મૃત્યુ થયું છે.
આ ગોઝારા અકસ્માતને કારણે 3 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 18ને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે અકસ્માત બાદ ઘટના સ્થળે દોડી આવનાર પૂણે અને પીએમઆરડીએ અગ્નિશમન દળોના જવાનોએ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યાં હતાં. ત્યાર બાદ તેમને સારવરા અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.