મુંબઇના વાકોલા પરિસરમાં રાત્રે લગ્ઝરી બસ અને ટેમ્પો વચ્ચે ભિષણ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટેમ્પો ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બંને વાહનોને ઘણું નૂકસાન થયું છે. અકસ્માતની જાણ વાકોલા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે ત્યાં સુધી લગ્ઝરી બસનો ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો.
એક વેબ પોર્ટલ પરથી મળતી માહીતી મુજબ વાકોલા પરિસરમાં મોડી રાત્રે લગ્ઝરી બસ અને પીકઅપ ટેમ્પોની એક બીજા સાથે સામ-સામે ટક્કર થઇ હતી. જેને કારણે ટેમ્પો બાજુમાં આવેલ ડિવાઇડર સાથે અથડાયો હતો. આ દુર્ઘટનાને કારણે ટેમ્પો ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ટ્રાફઇક પોલીસને પણ અકસ્માતની જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા રસ્તા પર પડેલ ટેમ્પોને ક્રેઇનની મદદથી અડધી રાત્રે ખસેડવામાં આવ્યો હતો. દરમિયાનમાં ઘટના સ્થળેથી બસ ડ્રાઇવર ફરાર થતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. અને ગુનો દાખલ કરી ઘટનાની સઘન તપાસ શરુ કરી છે.