અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ
નરસિંહ મહેતાના નામાચરણ સાથે જૂના ભજનિકોની કંઠસ્થ પરંપરામાં જળવાયેલી આ હૂંડી રચનાના અનેક પાઠાંતરો મળે છે. ૃ
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે;
શામળા! ગિરધારી..
પ્રભુ એક તમારો આધાર રે;
શામળા! ગિરધારી..
પ્રહલાદની પત રાખવા ધયુર્ં નરસિંહ રૂપ,
સ્થંભ થકી વા’લો પ્રગટિયા રે,
પછી માર્યો હરણાકંસ ભૂપ રે ..
શામળા! ગિરધારી..
નિંભાડામાંથી ઉગારિયાં,
વા’લે બળતાં માંઝારીનાં બાળ,
ટીટોડીનાં વા’લે ઈંડા ઉગાર્યાં એવા
રામ પ્રભુ રખેવાળ રે.. શામળા! ગિરધારી..
ગંગેવ કેરે કારણે ચક્ર ધરીયું’તું હાથ,
સુધન્વાને કારણે,
તમે તેલમાં તળાણા તત્તકાર રે..
શામળા! ગિરધારી..
શિબીરાજાની માટી છાબડે લાગી,
તો ખાલી ર્ક્યાં શરીર,
કોલવા કેરે કારણે દેવળ ફેરવી
દીધાં દીદાર રે .. શામળા ! ગિરધારી..
વાણિયાને વિમાસણ કરી,
ને ર્ક્યો માટીનો અહાર,
ખાંડણિયામાં મોભી ખાંડીયો તમારી
મરજી પ્રમાણે મહારાજ રે.. શામળા! ગિરધારી..
રાણાજીએ રઢ કરી,
મીરાં કારણ મહારાજ !
ઝેર ઘોળી ઘોળી મોકલ્યાં,
તમે ઝેરના ઝારણહાર રે .. શામળા! ગિરધારી..
સાડા ત્રણસેં ખોરડાં નાગરનાં,
જૂનાગઢ મોજાર,
તેમાં નથી માઈ નોતરું મને નાતે દીધો તિરસ્કાર રે.. શામળા! ગિરધારી..
ઝૂંપડી નથી તારા સેવકની ને જમવા નથી જુવાર,
બેટા બેટી મેં તો વળાવિયાં રે મેં
તો વળાવી ઘરની નાર રે.. શામળા! ગિરધારી..
ગરથ તો ગોપીચંદનનું , તુલશી હેમના હાર,
સાચું ઘરેણં ુ મારે શામળો ,
મારે દોલતમા ઝાંઝ પખવાજ રે.. શામળા! ગિરધારી..
હું નથી મોટો લખપતિ,
હું નથી શેઠ શાહુકાર,
નરસી મેહેતાની વિનતી,
હું તો નાગરમાં કંગાલ રે.. શામળા! ગિરધારી..
શેઠ તો દ્વારકાપુરી શામળા રાજેનું નામ,
હૂંડી લેજો હાથમાં મોહન પછી કરજો
બીજાં તમે કામ રે.. શામળા! ગિરધારી..
તીરથવાસી ગામમાં ફરે પુછે નામ ને ઠામ,
ગલી ગલીએ ફરી વળ્યા,
આયાં નથી શામળશાનું નામે ર .. શામળા! ગિરધારી..
ધૂતારે ધૂત વિદ્યા કરી અમને કહેતું હતું બધું ગામ,
ઠગારે કરી ઠેકડી, અમારાં પૂરવ
જનમના પાપ રે .. શામળા! ગિરધારી..
તીરથવાસી ગામમાં ફરી,
નીકળ્યા ઝાંપા બહાર,
તારે રૂપ લીધું વા’લે વણિકનું
વા’લો પ્રગટ થયા તતકાળ રે
.. શામળા! ગિરધારી..
કાને કુંડળ ઝળહળે, ૉ
એના તેજ તણો નહીં પાર,
બાંયે બાજુબંધ બેરખા,
હરિને હૈયે છે હેમના હાર રે .. શામળા! ગિરધારી..
હૂંડી લાવો હજુરમાં, શામળશા મારું છે નામ,
હંમેશાં લખજો હૂંડીઓ,
કહેજો વાણોતર સરખું કામ રે .. શામળા! ગિરધારી..
હૂંડી હાથોહાથ લીધી વા’લે,
પૂરી હૈયાની હામ,
નરસંઈં મેતાનો સ્વામી શામળો
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે..,
વા’લે નવ ખંડમાં રાખ્યું છે
નામ રે .. શામળા! ગિરધારી..
માથે ધણી ધાર્યો કિરતાર રે.. શામળા! ગિરધારી..
મને કોઈ ની નથી પરવાર રે .. શામળા! ગિરધારી..
મારે શામળિયા જેવો સરદાર રે .. શામળા! ગિરધારી..
ભક્તિમાર્ગના બધાં કવિ-ભક્તો પુરાણોના પ્રસંગોના ઉલ્લેખો દ્વારા ભગવાનની ભક્તવત્સલતા પ્રગટ કરતા હોય છે. ક્યારેક તો એ પ્રસંગો યાદ કરાવી પ્રભુને મીઠો ઠપકો પણ આપતા હોય છે. દાસી જીવણને ગોંડલના રાજવી ભા’કુંભાએ જેલમાં પૂરેલા ત્યારે ગાયલું : “નિકર કોણ જપે તારા જાપ ? ખાવંદ તારા બાનાની પત રાખ .. અને ” એ જી મારી બૂડતી બેડીના તારણહાર, શામળિયા વેલેરી કરજે વ્હાર રે મારા શામળિયા.. નરસિંહ મહેતાને રા’ માંડલિકે ચમત્કાર બતાવવા કારાગૃહમાં પૂરેલા ત્યારનો પ્રસંગ આપણા મધ્યકાલીન સાહિત્યમાં ‘હારમાળા પ્રસંગ’ તરીકે જાણીતો છે. એના વિશે તો અનેક સર્જકોએ આખ્યાનો પણ લખ્યાં છે. નરસિંહના નામાચરણ સાથે ગવાતી અને અત્યંત લોકપ્રિય થયેલી રચના છે નરસિંહ મહેતાની હૂંડી. એમાં પૂર્વે થયેલા અનેક સંત-ભક્તોનાં કામ પરમાત્માએ કરેલાં તેની યાદી આપવામાં
આવી છે.
નિંભાડામાંથી બિલાડીનાં બચલાં ઉગાર્યાં, ઊંડા જળમાં ઝૂડના મોઢામાં ફસાયેલા હાથીને બચાવ્યો, દ્રૌપદીનાં ચીર પૂર્યા કોલવાને માથે કરૂણા કરી મંદિર ફેરવ્યાં, પાંડવોને લાક્ષ્ાાગૃહમાંથી બચાવ્યા, ટીટોડીના ઇંડા માથે ઘંટ વાળીને એની સંભાળ લીધી, રોહિદાસ માટે શાળીગ્રામને ચલાવ્યા, અધર્મી સજના ક્સાઈનો ઉદ્ધાર ર્ક્યો, ગણિકાને પણ ભક્તોમાં સ્થાન આપ્યું, અહલ્યાનો ઉદ્ઘાર ર્ક્યો, વિઠુલ પખે વેળુ વાવી ને એમાં અનાજ પકાવ્યું, હરિશ્ર્ચન્દ્ર રાજાની ક્સોટી તો કરી પણ પછી સત્યવાદી તરીકે અમર ર્ક્યો, નામદેવનું છાપરું સમાયુર્ં હળાહળ વિષ્ા ભરેલ અજગરને ખાવાનું, નારદની ચોરાશી છોડાવી, અંબરિષ્ા રાજાનો શ્રાપ ટાળવા દશ અવતાર ધર્યા, વિદુરજીની ભાજી ખાધી, શબરીનાં બોર પ્રેમથી આરોગ્યા વગેરે પ્રસંગોના ઉલ્લેખો કરીને પરમ કૃપાળુ પરમાત્માની ભક્તજનો પ્રત્યેની અનુકંપાનું વર્ણન અનેક સંતોએ પોતાનાં ભજનોમાં ર્ક્યું છે.