લાહોરઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની સામે મુશ્કેલીઓ વધતી જાય છે ત્યારે તાજેતરમાં સત્તાધારી સરકારની ઝાટકણી કાઢતા ભારતની પ્રશંસા કરી નાખી હતી. વર્તમાન સરકાર શહબાજ શરીફ પર નિશાન સાધતા કહ્યું હતું વિશ્વાસઘાતીઓએ દેશની અર્થવ્યવસ્થાનું સત્યનાશ વાળ્યું છે.
એકબાજુ જ્યાં ઈમરાન પોતાના દેશના રાજકારણીઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે, જ્યારે બીજી બાજુ ભારત અને બાંગ્લાદેશની તારીફ કરતા થાકતા નથી. સત્તામાંથી બાદબાકી પછી ઈમરાન ખાન નિરંતર સત્તારુઢ સરકારની જાહેરમાં ટીકા કરી રહ્યા છે, જે અંતર્ગત ચૂંટણી પંચે તેમની સામે એરેસ્ટ વોરન્ટ બહાર પાડવામાં આવ્યું હતું.
સોમવારે જીનિવામાં પાકિસ્તાન અને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આયોજિત સંમેલનમાં આંતરરાષ્ટ્રીય સમુદાયે ગયા વર્ષે પાકિસ્તાનમાં આવેલા પૂર પછી આર્થિક સંક્ટને લઈ પાકિસ્તાનને 10 અબજ અમેરિકન ડોલરની નાણાકીય સહાય આપવાનું વચન આપ્યું છે, ત્યાર બાદ ઈમરાન ખાને વચન આપ્યું હતું. પોતાના પક્ષના સાંસદોને વીડિયો કોન્ફરન્સથી સંબોધતા તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષે પાકિસ્તાનની તુલનામાં ભારત અને બાંગ્લાદેશની પ્રગતિ અંગે વાત કરી હતી. ભારત પાસેથી આઈટી ક્ષેત્રમાંથી શીખ લેવામાં આવે તો ભારતની આઈટી નિકાસ 2000માં એક અબજ અમેરિકન ડોલર હતી અને આજે 140 અબજ અમેરિકન ડોલરથી વધુ થઈ ગઈ છે, જ્યારે આજે આપણે ક્યાં છીએ? બે પરિવાર, શરીફ અને જરદારી જે 35 વર્ષ સુધી સત્તામાં રહ્યા, પરંતુ તેમણે ક્યારેય નિકાસ પર ધ્યાન આપ્યું નથી. આમ થવા પાછળનું કારણ ફક્ત પાકિસ્તાન પર આ બધા ઠગ થોપી દેવામાં આવ્યા છે. શહબાજના નેતૃત્વમાં આ ઠગોએ દેશની અર્થવ્યવસ્થાનું પતન કર્યું છે, જ્યારે હવે દુનિયાભરમાં ભીખ માગી રહ્યા છે.