Homeપુરુષશનિ માર્ગી થયેલ હોવાથી હઠીલા તેમજ અસાધ્ય રોગોથી સાવધ પીડીત દર્દીઓને...

શનિ માર્ગી થયેલ હોવાથી હઠીલા તેમજ અસાધ્ય રોગોથી સાવધ પીડીત દર્દીઓને ખૂબ જ રાહત અનુભવાશે

-જ્યોતિષી આશિષ રાવલ
આ સપ્તાહ ના પ્રારંભ સૂર્ય-તુલા,મંગળ-મિથુન માં વક્રી, બુધ-તુલા, ગુરુ-મીનમાં વક્રી,શુક્ર-તુલા (સ્વગૃહી),
શનિ-મકર વક્રી, રાહુ-મેષ વક્રી, કેતુ-તુલા વક્રી પરિભ્રમણમાં અગામી તા.૧૨ શુક્ર-મેષ મા તથા તા. ૧૩ થી મંગળ-વૃષભ વક્રી,બુધ-વૃશ્ર્ચિક પ્રવેશ કરશે જેને કારણે સપ્તાહના અંતમાં એકંદરે આરોગ્ય બગડેલ સુધરશે.ગોચર ગ્રહોના વક્રી ભ્રમણને કારણે અકારણ વાદ-વિવાદ કે મતમતાંતર થવાથી માનસિક સ્થિત બગાડે, રાજકીય બાબતોની ચર્ચા-વિમર્શ કરવી નહીં તેમજ કોઇની ગુપ્ત બાબતો અન્ય અજાણ વ્યક્તિને કહેવી નહીં તેમજ
પુછવી નહીં જે વધારે હિતાવહ બની રહેશે. નાના નાના શિશુઓ તાવથી પીડિત થાય. યુવાવર્ગ નશીલા પદાર્થો લેવા માટે સંપડાય. આ ઉપરાંત પ્રેમ પ્રસંગોમાં નિષ્ફળતા મળવાથી હતાશા નિરાશાનું પ્રમાણ વધી શકે. નિત્ય શિવલિંગના દર્શન સાથે જળાભિષેક કરવો ઉતમ ગણાશે. શનિ માર્ગી થયેલ હોવાથી હઠીલા તેમજ અસાધ્ય રોગોથી સાવધ પીડીત દર્દીઓને ખૂબ જ રાહત અનુભવાશે. ઘરકામ કરતી મહિલાઓને કબજિયાત હોય તો વધી શકે. કમર કે પગના તળિયાની તકલીફો હોય તો યથાવત રહેશે.આરોગ્ય બાબતે સુખમય માટે અડદ તથા કાળા મરી નાખેલી ચીજવસ્તુઓ ખાવાથી આરોગ્યની સુખાકારી વધુ સારી બની રહેશે. મેષ રાશિના જાતકોએ નોકરી-ધંધાની જગ્યાએ સમય કરતા વહેલા પહોચવવુ જેનાથી કામકાજમા માનસિક ઉદ્વેગ હટશે જેનાથી બી.પી.ના સમસ્યાઓ માટે યથાવત રહેશે, ઊંઘ સારી આવશે. સૂર્ય,ચંદ્ર ગ્રહોના મંત્ર જાપ કરવા હિતકારી બની રહે. વૃષભ રાશિવાળાને લગતી નેત્ર પીડા સંભવ જેને કારણે પડવાના કિસ્સા બની શકે જેનાથી શારીરિક ઈજા થવાથી દર્દ પીડા વધે. આ અંગે સાવચેતી તરીકે વાહન વ્યવહારમાં ખાસ કાળજી રાખશો.
મિથુન રાશિના જાતકો ને આકસ્મિક ઝાડાની શક્યતાઓ નકારી શકાતી નથી.ભગવાન શ્રીકૃષ્ણના નામનું સ્મરણ કરવું. કર્ક રાશિના જાતકોને જળધાત વધુ સતાવે માટે શક્ય હોય તો બહારગામની રખડ પટ્ટી બંધ કરશો. મહાદેવજીને નિત્ય જળાભિષેક કરશો.
સિંહ- રાશિના જાતકો ઓને આ સપ્તાહમા અશુભ માઠા સમાચાર મળવાથી મન વિચલિત થાય જેને કારણે ખાવુ હરામ બનવાથી આરોગ્ય બગડે.
ક્ધયા રાશિના જાતકોને કમરની સમસ્યાઓ કંઈક અંશે જટીલ બનતી જણાય. તેમજ અચાનક પેટ સંબંધી તકલીફ આવી શકે. ચિંતાઓ વધી શકે. ફક્ત ને ફક્ત ગરીબોને શકિત મુજબ મદદ કરશો. તુલા રાશિના જાતકોને બ્લડ સંબંધિત તકલીફો થવાની સંભાવના. વધુ પાણી પીવુ. દવા લીધેલ ડોક્ટર બદલવવો નહીં. ડાયાબિટીસ વધવાની પૂર્ણ સંભાવના. પ્રાણાયામ અવશ્ય કરવા તેનાથી વધુ શારીરિક સુખાકારી બની રહેશે. વૃશ્ર્ચિક જાતકો માટે પેટમા બળતરા, એસીડીટી, કબજિયાતની બિમારીઓ નો શિકાર થવાય.માટે નિયમિત દવા લેશો તેમજ કુળદેવી ઉપાસના,આરાધના ફલશે. ધન રાશિના જાતકોને જૂની બીમારીઓમા વધુને વધુ રાહત ચોક્કસ જણાશે. તેના નિવારણ માટે ગુરુવારે દંત બાવનીનો અવશ્ય પાઠ હજૂ ચાલુ રાખશો. આંખોમાં, ડાયાબિટીસની સમસ્યાઓ હશે તો હજુ પણ વધુ રાહત દિન પ્રતિદિન જણાશે. મકર રાશિના જાતકો ને આંતરડાની તકલીફ હશે તો હજુ વધશે તેમ જ કબજિયાતની બીમારી હજુ પણ સતાવશે.
કુંભ રાશીના જાતકોને ખાટા ઓડકાર વારંવાર આવે, ઊલટી સંભવ તેમ જ માથુ પકડાવવાની તકલીફ સપ્તાહના છેલ્લા દિવસે જણાય. તેના ઉપાય તરીકે નિત્ય હનુમાન ચાલીસાના પાઠ અને શનિદેવના દર્શન કરશો. મીન રાશિના જાતકોને ઓપરેશન સંભવ તેમ જ બિહામણા સ્વપ્નો ઓચિંતા આરોગ્ય બગડવાનો સમય બતાવે. દેવમંદિરના દર્શન નહીં ઘર એજ મંદિર માનવુ. તળેલી ચીજવસ્તુઓ ખાવી તેમ જ સંપૂર્ણ મીઠાઈ ખાવાની બંધ કરશો. અનાથ બાળકો ને ભોજન કરાવશો. યુવા તેમજ મહિલા વર્ગ માટે આ સમય આરોગ્ય માટે એકંદરે સાનુકૂળ બની રહેશે. દરેક રાશિના જાતકોએ સૂર્યોદય સમયે શુદ્ધ જળનો અર્ગ સાથે સૂર્ય નમસ્કાર કરશો. આયુ,આરોગ્યમાં રાહત ચોક્કસ
જણાશે. ઈષ્ટદેવનો નિત્ય શુદ્ધ ઘીનો દીપ પ્રગટાવવો. ઉ

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -