Homeતરો તાજાઆરોગ્યની સુખાકારી માટે વહેલી સવારે ઊઠીને યોગ, પ્રાણાયામ ધ્યાન અવશ્ય કરવું

આરોગ્યની સુખાકારી માટે વહેલી સવારે ઊઠીને યોગ, પ્રાણાયામ ધ્યાન અવશ્ય કરવું

આરોગ્યના એંધાણ-જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહના ગ્રહયોગોમાં ભગવાન સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મકર રાશિમાં ભ્રમણ કરશે. મંગળ વૃષભ રાશિમાં, બુધ મકર રાશિમાં, ગુરુ મીન રાશિમાં, શુક્ર કુંભ રાશિમાં, શનિ કુંભ રાશિમાં, રાહુ મેષ રાશિમાં, કેતુ તુલા રાશિ માં પરિભ્રમણ કરશે.
આરોગ્યની સુખાકારી માટે વહેલી સવારે ઊઠીને યોગ, પ્રાણાયામ ધ્યાન અવશ્ય કરવું. હૂંફાળા ગરમ પાણીને
ગરમ કર્યા બાદ ઠંડું કરીને પીવું. સૂર્ય નારાયણ ભગવાનને શુદ્ધ જળનો અર્ગ આપવાથી આયુ, આરોગ્યની બાબતે સુખાકારી બની રહેશે. સપ્તાહમાં ઠંડીના સુસવાટાભર્યા ઝડપી પવનો વધુ ફુંકાવાથી શરદી, કફ, ઉધરસ તથા તાવથી પીડિત દર્દીઓ વધવાની સંભાવના વિશેષ રહેલી છે.
મોટી ઉંમરના શ્ર્વાસથી પીડિત જાતકો માટે ખૂબજ કાળજી રાખવી. નવજાત શિશુને તડકા નીચે થોડો સમય રમવા દેશો. લાંબા સમયથી પીડિત દર્દીઓએ તાજા શાકભાજીના સેવન સાથે ગરમાગરમ રસોઈ જમવાથી ચોક્કસ રાહત જણાશે. ભદ્રકાળી કે મહાકાલી માતાજીના નામ-સ્મરણ તથા ઉપાસના આરાધના કરવાથી શારીરિક કષ્ટ કપાશે.
ગૃહિણી મહિલા જાતકોને વધુ પડતી ઊંઘ આવવાને કારણે આળસ વૃત્તિ વધે.સવાર-સાંજ શુદ્ધ ઘીના દીપકમાં થોડું વધારે ઘી પૂરો જેથી લાંબા સમય સુધી દીપ ચાલુ રહેશે તેને કારણે તેના સૂક્ષ્મ તરંગોથી ઘર પરિવારમાં માંદગી હશે તો ચોક્કસ તેમા રાહત મળશે.
મેષ રાશિના યુવાન જાતકોને વધુ પડતી ઊંઘ આવે તેને કારણે પાચન શક્તિ બગડે. મહિલા જાતકોને નાનકડો અકસ્માત સંભવ. સિનિયર સિટીઝન માટે માથું સતત દુ:ખાવાની ફરિયાદ બની રહે. શિવલિંગ પર જળાભિષેક સાથે રુદ્રી કરવાથી શારીરિક કષ્ટ ઓછું થશે. માનસિક ચોક્કસ રાહત જણાશે.
વૃષભ રાશિના જાતકોને આંખોમાં બળતરા થવાની સંભાવના તેમ જ પેટમાં દુખ્યા કરે. સૂર્યોદય સમયે અર્ગ આપવામાં એક ચપટી અક્ષત ઉમેરીને આપશો. આ સપ્તાહ સંપૂર્ણ આરોગ્યમય નીવડશે.
મિથુન રાશિના જાતકોને નાની મોટી જીવાત કરડવાના પ્રસંગો બને. અજાણી જગ્યાનું પાણી પીવું નહીં નહિતર આરોગ્ય બગડી શકે.રાત્રિના સમયે સામાન્ય કામકાજ માટે વાહન હંકારવું નહીં,અકસ્માત સંભવ. ભગવાન વિષ્ણુનું સ્મરણ અવશ્ય કરવું.
કર્ક રાશિના જાતકોને છાતીને લગતી સમસ્યા સામાન્ય વર્તાય.બજારુ ગરમા ગરમ તેમજ વધુ તીખું તળેલું ખાવું નહીં નહિતર ઓચિંતા આરોગ્યને હાનિ પહોંચાડે. દેવાધિદેવ મહાદેવના દર્શન ઉત્તમ, રાત્રિના સમયે ચંદ્ર ગ્રહના મંત્ર અવશ્ય કરવા.
સિંહ રાશિના જાતકોને પગમાં સ્નાયુને લગતી તકલીફ વધે. ભોજનમાં અરુચિ વધતી જણાય. માનસિક થાક વધુ જણાય. વહેલી સવારે અડધો કલાક પ્રાણાયામ કરવાથી વધુ સમસ્યામાં રાહત જણાય. નજીકના વડીલોની આશીર્વાદ લેવા. વાણી ઉપર વધુ સંયમ રાખવો.
ક્ધયા રાશિના જાતકોને કબજિયાતની તકલીફ સાથે ચક્કર આવવા, માથામાં દુ:ખાવો થવા જેવી અનેકવિધ શારીરિક સમસ્યાઓ વધે. ફક્ત ને ફક્ત હનુમાન ચાલીસાના પાઠ ઉતમ.
તુલા રાશિના જાતકોને યુરીનમાં ઇન્ફ્લેક્શન આવી શકે!! અકારણ વાદ-વિવાદમાં સપડાવવાથી બી.પી.ની તકલીફ આવે. નિત્ય દાન ઉચિત જગ્યા અવશ્ય કરશો. મહાલક્ષ્મી, મહાકાળીના મંત્ર જાપ લાભ દાયી બની રહે.
વૃશ્ર્ચિક રાશિના જાતકોને મસા સાથે એસિડીટી થવાની સંભાવના. રાત્રે ઊંઘ ઓછી આવે. વધુ પડતુ ચિંતનને કારણે માનસિક ભય,ચિંતા વધે. શનિ ગ્રહ ના મંત્રો કે શનિ ચાલીસાના પાઠ અવશ્ય કરશો.
ધન રાશિના જાતકોને આ સપ્તાહ સંપૂર્ણ સુખમય બની રહેશે, પરંતુ જે જાતકોને અગાઉની બીમારી હોય તેને નિયમિત અવશ્ય દવા લેવી. પોતાની નિત્ય ઈસ્ટ ઉપાસના કરશો. ચણાની દાળ ગુરુવારે ખવડાવશો.
મકર તથા કુંભ રાશિના જાતકોને માનસિક ઉદ્વેગ, અશાંતિ, અજંપો વધે તેમ જ આવક કરતા જાવક વધવાને કારણે આરોગ્ય કથળે. ફક્ત તમારા ફેમિલી દાક્તરની દવા લેશો. શનિવારે હનુમાનજીના દર્શન તથા ચાલીસાના પાઠ અવશ્ય કરશો.પશુ-પંખીની જીવદયા ચાલુ રાખશો.
મીન રાશિના જાતકોને હોઠ પર સૂઝન આવવાની ફરિયાદ રહે. આંતરડામાં તકલીફ હોવાની સંભાવના. ડાયાબિટીસ ના દર્દીઓએ વધુ કાળજી રાખવી. ગુરુના મંત્ર જાપ હરતા ફરતા કરશો.
દરેક રાશિના જાતકોએ સ્નાનાદીથી પરવારીને તુલસીના પાન અવશ્ય ચાવવા.જમવામા છાશ અવશ્ય લેવી. શનિવારના દિવસે અડદની દાળ ખાવી. બાજરી તથા મકાઇનું દાન યથાશકિત કરવું. શુધ્ધ ધીનો દીપ તુલસી કયારે સાંજે પ્રગટાવવાનુ ભૂલશો નહીં સાથોસાથ ગુગલ નો ધૂપ નિયમિત કરશો. બગડતા આરોગ્યમાં સુધારો જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -