Homeપુરુષમેષ રાશિના જાતકો ને વહેલી સવારે ઊંઘ વધુ આવશે માટે રાત્રે...

મેષ રાશિના જાતકો ને વહેલી સવારે ઊંઘ વધુ આવશે માટે રાત્રે વહેલા સૂઈ જશો

– આશિષ રાવલ

આ સપ્તાહના પ્રારંભમાં ગોચર ગ્રહો
તા.૧૬ થી સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે અલબત્ત અન્ય ગ્રહો યથાવત રહેશે.ધન સંક્રાંતિમાં ઉંમરલાયક માણસોનું આરોગ્ય મૃત્યુ તુલ્ય માંદગી કે મૃત્યુ થવાના યોગ ગણાવી શકાય.
ધન રાશિ અગ્નિતત્ત્વ હોવાથી ઠંડીનું પ્રમાણ વધશે તેમ જ સુસવાટાવાળા પવનો ફુંકાશે.નાનાં-નાનાં બાળકોનું પણ આરોગ્ય અતિશય ઊંઘ આવવાને કારણે કથળી શકે. ગૃહિણી મહિલાઓને કાનની સમસ્યા સતાવે.યુવાવર્ગે છાતીની વધારે સંભાળ કરવી આવશ્યક બની રહે નહીંતર બીમારી ઓચિંતા નોતરે.
બહારગામ અપડાઉન કરતા નોકરિયાત વર્ગે વિશેષ કાળજી રાખવી નહિતર પડવા-આખડવાના અશુભયોગ બની શકે.
શરદી,તાવ ઉધરસના દર્દોની સમસ્યાઓ વધે.
હોસ્પિટલમાં અત્યંત લાંબા સમયથી પીડિત દર્દીઓએ વિશેષ સંભાળવું. સવાર-સાંજ શુદ્ધ ઘીનો દીપક
પ્રગટાવવી તેમાં વધુ ઘી મૂકીને કરશો. તેમજ કપૂરનો ઉપયોગ પણ કરશો. ગૂગળનો ધૂપ કે તેની અગરબત્તી અવશ્ય કરશો. ખાદ્ય પદાર્થમાં તાજા શાકભાજી, ભાજી, કોથમીર, આદુ સાથે લીંબુનો વપરાશ વધારશો.
મેષ રાશિના જાતકો ને વહેલી સવારે ઊંઘ વધુ આવશે માટે રાત્રે વહેલા સૂઈ જશો. અકરણ માનસિક, ભય ચિંતા સતાવે તેનાથી આરોગ્ય કથળી શકે. નિત્ય ઈષ્ટદેવનો દીવો કરી તેના જાપ કરવાથી સમસ્યા હલ થશે.
વૃષભ રાશિવાળાને ઠંડી વધુ લાગવાથી ગળું પકડાઈ જાય તેમ જ તાવ ઉતરે નહીં માટે તાત્કાલિક ઇન્જેક્શન સાથે દવા લેવી. મહાકાળી મંત્ર અવિરત જપ કરવો.
મિથુન રાશિના જાતકો અચાનક અશક્તિ તેમજ તાવ ચડી જાય તે ભોજનમાં હળવો ખોરાક લેશો તેમજ યોગ્ય ડૉક્ટરની સલાહ સૂચન મુજબ દવા લેશો. શિવજીના દર્શન કરવા ઉતમ.
કર્ક રાશિના જાતકોને આ સપ્તાહ એકંદરે ખૂબ જ સાનુકૂળ બની રહેશે કોઈ ચિંતાનું કારણ નથી. રાત્રે ચંદ્ર દર્શન અવશ્ય કરશો.
સિંહ રાશિના જાતકોેને વધુ ઠંડી લાગવાથી હૃદય પર અસર થવાથી તાત્કાલિક યોગ્ય રિપોર્ટ કઢાવીને દવા લેશો. કર્મ એ જ ધર્મ એ ઉક્તિ અવશ્ય પાલન કરવી.
ક્ધયા રાશિવાળાને ગેસ કબજિયાતને કારણે એકાદ બે દિવસ માટે આરોગ્ય બગડે.
અત્યંત લાંબા સમયથી પીડિત દર્દીઓ માટે શિવજીનું નામ સ્મરણ અતિ ઉત્તમ બની રહેશે. તુલા રાશિના જાતકોને યુરીનમાં બળતરા થવાની સંભાવના રહેલી છે માટે
બજારુ ચીજ વસ્તુઓ તેમજ અતિશય ગરમ ખાવાનું ટાળજો. મહાલક્ષ્મીની ઉપાસના અવશ્ય કરજો. વૃશ્ર્ચિક રાશિના જાતકોને ઓચિંતા વિશાદના સમાચાર મળવાથી ઊંઘ હરામ થાય.દિવસે આવવાથી તબિયત ઉપર અસર પડી શકે.ખાવા પીવાની ચીજ વસ્તુમાં અરુચી જણાય.દૈવી ઉપાસના વધારે ફલિત થશે.
ધન રાશિના જાતકોને આ સપ્તાહ આરોગ્ય સારું રહેશે.
સમય મુજબ સૂર્ય,ગુરુ ગ્રહના જપ કરવાથી લાભ થાય. દત્ત બાવની નું પઠન વધારે લાભકારી બની રહેશે.
મકર રાશિના જાતકોને ઓચિંતા કબજિયાતની સમસ્યા સાથે ઊલટી થવાની સંભાવના રહેલી છે માટે ખાવા પીવાની ચીજ વસ્તુમાં ખૂબ જ કાળજે રાખશો વાસી ખોરાક ખાસો નહીં. હનુમાન ચાલીસાના પઠન વધુ લાભ કરતાં બની રહેશે.
કુંભ રાશિના જાતકોને જમણા અંગ ઉપર પેરેલિસિસ જેવી અસર વર્તાય, પરંતુ
ચિંતાનું કોઈ જ કારણ નથી. વાતાવરણ પલટવાને હિસાબે લાગે. પશુ પંખીઓને નિત્ય ચણ નાખવું. શનિ ગ્રહના મંત્ર દરરોજ
કરવા.
મીન રાશિના જાતકોને વજન વધવાની શક્યતાઓ રહેલી છે. અતિશય ખાટું, ચીખું ખાવું નહીં નમકીન પડતર ખાવાથી ઊલ્ટી થવાની સંભાવના. નિત્ય ઇષ્ટ ઉપાસના સાથે ગુરુ મંત્રનો જાપ કરવાથી વધારે હિતકારી બનશે.
યુવા તેમજ મહિલા વર્ગ માટે આ સમય એકંદરે મધ્યમ બની રહેશે.દરેક રાશિના જાતકોએ આરોગ્ય દાતા સૂર્ય શુદ્ધ જળનો અર્ગ અવશ્ય આપશો. આદિત્ય નારાયણ સ્તોત્રનું પઠન કરશો. નિત્ય શુદ્ધ ઘીનો
દીપ તુલસી કયારે સાંજે પ્રગટાવવાનુ ભૂલશો નહીં. બગડતા આરોગ્યમાં સુધારો જોવા
મળશે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -