-જ્યોતિષી આશિષ રાવલ
રાશિ પરિવર્તન થતા નથી. આરોગ્ય ના કારક સૂર્ય ગ્રહ સૂર્ય-વૃશ્ર્ચિકમાં હોવાથી ગુપ્તજન્ય રોગો સાથે ચામડીના દર્દો વધારશે. ગૃહિણીઓ તેમજ સીનીયર સિટીઝન વર્ગને આકસ્મિક શરદી ઉધરસના દર્દો વધારી શકે. યુવાવર્ગ નશીલા પદાર્થોના સેવનથી ઉલટીની સમસ્યાઓ વધારે.
હોસ્પિટલમાં અત્યંત લાંબા સમયથી પીડિત દર્દીને બિમારી માથી રાહત મેળવવા નિત્ય ઈષ્ટદેવનો દીપ શ્રદ્ધા વિશ્ર્વાસથી કરશો.
આરોગ્યની સુખાકારી માટે સૂર્યોદય પહેલા ઊઠવું સ્નાનારંભ કરી તુલસી કયારે જળ અર્પણ કરવુ.
કબજિયાતની બીમારીઓથી પીડિત દર્દીઓએ નિત્ય પશુ પંખીને ચણ નાખવું. ચાની અંદર તુલસી પાન નાખીને પીવાથી વધારે આરોગ્યમય બાબતે સુખમય બની રહેશે.
મેષ રાશિના જાતકોને પેશાબમાં બળતરા સાથે ખંજવાળ આવી શકે માટે બહારનું પાણી પીવાનું ટાળજો તેમ જ તીખુ તળેલું ખાવાનું ઓછું કરી દેવું.
નિત્ય ઈષ્ટદેવનો દીવો કરી તેના જાપ કરવાથી સમસ્યા હલ થશે.
વૃષભ રાશિવાળાને વારંવાર ઝાડા સાથે ઉલટી થઈ શકે માટે તાત્કાલિક ડૉક્ટરની સલાહ સૂચન મુજબ દવા સાથે ખોરાક બદલવો. નિત્ય કુળદેવીનો મંત્ર અવિરત જાપ કરવો.
મિથુન રાશિના જાતકોને યાદશક્તિ
ઓછી થવાની સમસ્યા જણાય, પરંતુ માનસિક ચિત ભ્રમ રહેશે તેની ચિંતા કરવા જેવી નથી. ગત સપ્તાહમાં બગડેલ આરોગ્ય હજુ પણ સુધરશે. નિયમિત શિવજીના દર્શન કરવા.
કર્ક રાશિના જાતકોને આ સપ્તાહ એકંદરે ખૂબ જ સાનુકૂળ બની રહેશે કોઈ ચિંતાનું કારણ નથી. શિવલિંગ પર જળાભિષેક કરીને અક્ષત ચડાવવા.
સિંહ રાશિના જાતકોએ છાતીમાં દુ:ખાવો ઓચિંતા વર્તાય પરંતુ ગેસ, કબજિયાત હોવાને કારણે રહેશે.
ક્ધયા રાશિના વાળાને આરોગ્ય બાબતે ચિંતા નુ કોઈ કારણ નથી, પરંતુ સપ્તાહની અંતે શુભ સમાચાર મળી શકે. અત્યંત લાંબા સમયથી પીડિત દર્દીઓ માટે મહામૃત્યુંજય જાપ, સર્વ રોગ નિવારણ મંત્ર, શાંતિમંત્ર કરવાથી રાહત લાગશે.
તુલા રાશિના જાતકો ને કદાચ કેન્સર ડિટેક્ટ થવાની સંભાવના રહેલી છે માટે તાત્કાલિક રિપોર્ટ કરાવશો જરૂર પડે તો અન્ય ડૉક્ટરની સલાહ સૂચન લેશો.
વૃશ્ર્ચિક રાશિના જાતકોને નોકરી-ધંધાના વધુ પડતા કામના ટેન્સન કારણે ઊંઘ હરામ બની રહે. જેને કારણે તબિયત ઉપર અસર પડે. તેમ જ પાણીજન્ય રોગોથી વિશેષ કાળજી રાખવી તેમ જ યોગ્ય દાકતરની સલાહ
મુજબ દવાનો કોષ પૂર્ણ કરવો. કુળદેવી ઉપાસના સાથે મહાકાલી આરાધના કરવાથી ફલશે.
ધન રાશિના જાતકોને આ સપ્તાહ ખૂબ જ આરોગ્ય બાબતે કોઈ ચિંતાનું કારણ બનશે નહીં. ગુરુવારનું એકટાણુ સાથે સાઈબાબાના મંદિરમાં જઈને દર્શન કરશો. અનુકૂળતા હોય તો દત્ત બાવની પઠન કરશો તેમ જ ગાયને ચણાની દાળ ખવડાવશો.
મકર તેમ જ કુંભ રાશીના જાતકોને ઓચિંતા કબજિયાતની સમસ્યા વધુ બગાડી શકે છે. માટે દેવ મંદિરનો પ્રસાદ ગ્રહણ કરશો નહીં.
શનિદેવના મંદિરમાં જઈ તેમના
દર્શન તેમજ પ્રાર્થના કરવાથી આરોગ્ય
બાબતે સાનુકૂળ બની રહેશે નિત્ય ગુપ્ત
દાન કરશો. પશુ પંખીઓને નિત્ય ચણ નાખવુ.
મીન રાશિના જાતકોને શરીરમાં ચક્કર આવવા, અણગમો વ્યક્ત થવો તેમ જ શરીરમાં અશક્તિ જણાય. નિત્ય ઇષ્ટ ઉપાસના સાથે ગુરુ મંત્રનો જાપ કરવાથી વધારે હિતકારી બનશે. યુવા તેમ જ મહિલા વર્ગ માટે આ સમય આરોગ્ય માટે એકંદરે સાનુકૂળ બની રહેશે.
દરેક રાશિના જાતકોએ સૂર્યોદય
સમયે શુદ્ધ જળનો અર્ગ સાથે આદિત્ય નારાયણ સ્તોત્રનું પઠન કરશો. નિત્ય શુદ્ધ ઘીનો દીપ સવારે તેમ જ સાંજે પગટાવવાનુ ભૂલશો નહીં.