Homeપુરુષઆ સપ્તાહમાં નેત્ર પીડાના દર્દીઓ હજુ વધી શકે

આ સપ્તાહમાં નેત્ર પીડાના દર્દીઓ હજુ વધી શકે

-જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહના પ્રારંભમાં તા.૨૩ થી
ગુરુ ગ્રહ મીન રાશિમાં માર્ગી થશે અન્ય ગોચર ગ્રહ પરિભ્રમણ કરતા
અંશાત્મક આગળ વધશે.આરોગ્ય બાબતે સૂર્ય ગ્રહ ખૂબ જ મહત્ત્વનો ગણાય છે. નૈસર્ગિક કુંડલી મુજબ અષ્ટમ ભાવે પસાર થવાથી નેત્ર પીડાના દર્દીઓ હજુ વધી શકે તેમજ અખિયા મિલાકે ચેપી રોગ આંખોનો વધી શકે છે.
અને આવશ્યક દોડાદોડી કરવી નહીં તેમજ બહારનું પાણી પીવાનું ટાળવું. બુધવારી અમાસ હોવાથી શિવલિંગ પર જલાભિષેક કરવાથી કથળેલ આરોગ્ય સુધરશે. લઘુરુદ્ર, મહાપૂજા સાથે ગરીબ-ગુરબાને દાન આપવાનું વિશેષ ફળદાયી નિવડશે, સાથે સંધ્યા સમયે પીપળના વૃક્ષની નીચે બે દીવા પ્રગટાવવા જેમાં શુદ્ધ ઘી અને કાચા તેલમાં દીપક પ્રગટાવવાથી પરિવારમાં લાંબા સમયથી પીડિત દર્દીને બિમારીમાંથી રાહત જણાશે. ગ્રહમંડળમાં વક્રી ગ્રહો પ્રભાવને કારણે દાક્તરી સેવા સરળતાથી સુલભ ન મળે. તરુણ શિશુઓને તાવ સાથે ઝાડા સંભવ. યુવતીઓ નશીલા પદાર્થો લેવા માટે ચોરી ચપાટી કરે. ઘરકામ કરતી મહિલાઓને માસિક ધર્મની તકલીફો સતાવે.
આરોગ્ય બાબતે સુખમય માટે સૂકો મેવો સાથે ઉકાળેલું દૂધ પીવાથી આરોગ્યની સુખાકારી વધુ સારી બની રહેશે. મેષ રાશિના જાતકોને નોકરી-ધંધાના સ્થળે ઓચિંતો તાવ આવી શકે માટે ખાનપાન તેમજ પાણીમાં વિશેષ કાળજી રાખવી. નિત્ય ગાયત્રી મંત્રનો જપ કરવાથી બગડેલ આરોગ્ય સુધારા માટે વધારે હીતકારી બની રહેશે.
વૃષભ રાશિવાળાને ગળા લગતી વર્તાય. ઉચિત વૈધરાજની સાથે નિષ્ણાંત ડોક્ટરી દવા અંગીકાર
કરશો. મિથુન રાશિના જાતકોને ગત સપ્તાહમાં બગડેલ આરોગ્ય સુધરશે. માનસિક રીતે હળવાશ અનુભવશો પરંતુ નિત્ય તુલસી ક્યારે દીવો ધરશો. કર્ક,સિંહ,ક્ધયા રાશિના જાતકોને એકંદરે આરોગ્ય માટે મધ્યમ બની રહેશે પરંતુ સપ્તાહની મધ્યાનને અગાઉની બીમારીઓ ઓચિંતાની બહાર આવે. સામાન્ય બીમારીઓમાં ખાટલો પકડશો નહીં નહીંતર લાંબા સમય સુધી ઊઉભા થઈ શકશો નહીં. મનોસ્થિતિ ખૂબ જ પરિપક્વ રાખજો.અનુકૂળતાએ બ્રાહ્મણને બ્રહ્મભોજન સાથે સફેદ વસ્તુનું, ચીજ વસ્તુઓનું દાન કરવાથી ભવિષ્યમાં થનાર બીમારીઓમાંથી કંઈક અંશે ચોક્કસ હળવાશ થશે. લાંબા સમયથી પીડિત દર્દીઓ માટે મહામૃત્યુંજય જાપ,
સર્વ રોગ નિવારણ મંત્ર, શાંતિમંત્ર કરવાથી
રાહત લાગશે. તુલા રાશિના જાતકોને
તાવ,શરદી સાથે શિર દર્દ થવાની સંભાવના રહેલી છે.
માટે ઉકાળેલું વધુ પાણી પીવુ. કુળદેવીનું સ્મરણ નિત્ય કરવું. વૃશ્ર્ચિક રાશિના જાતકોને પાણીજન્ય રોગોથી વિશેષ કાળજી રાખવી તેમજ ઘરગથ્થુ દવા લેવી નહીં.દાકતરની સલાહ મુજબ બ્લડ ટેસ્ટ કરાવીને દવા આગળ લેવી. કુળદેવી ઉપાસના, આરાધના કરવાથી ફળશે.
ધન રાશિના જાતકોને પગમાં કળતર કે પગના તળિયે ગરમ થવાની સંભાવના રહેલી છે માટે આ બાબત સામાન્ય નોટિસ કરશો નહીં, પરંતુ યોગ્ય ઉપચાર તાત્કાલિક કરાવશો તેમજ તેની વધુ કાળજી રાખશો. ગુરુવારે ગુરુ ગીતાનો પાઠ કરશો. મકર રાશિના જાતકોને આંતરડાની તકલીફ હશે તો હજુ વધશે તેમ જ કબજિયાતની બીમારીમા રાહત ધીમે ધીમે જણાશે.પશુ પંખીઓને નિત્ય ચણ નાખવું. કુંભ રાશીના જાતકોને ગેસની સમસ્યાઓ વકરે તેમજ ખાટા ઓડકાર આવવાની સંભાવના રહેલી છે. નિત્ય હનુમાન ચાલીસાના પાઠ તથા બજરંગ બાણના પાઠ અવશ્ય કરશો.
મીન રાશિના જાતકોને આંખોમાં બળતરા થવાની સંભાવના વધી શકે. નિત્ય ઇષ્ટ ઉપાસના સાથે ગુરુ મંત્રનો જાપ કરવાથી વધારે હિતકારી બનશે. ધંધામાં દેવું થવાથી નકારાત્મક વિચારોનું વમણ વધશે. નાના મોટા દેવમંદિરમાં સેવા કરશો. મીઠાઈ ખાવાની આદત છોડશો. યુવા તેમજ મહિલા વર્ગ માટે આ સમય આરોગ્ય માટે એકંદરે સાનુકૂળ બની રહેશે.
દરેક રાશિના જાતકોએ સૂર્યોદય સમયે શુદ્ધ જળનો અર્ગ સાથે આદિત્ય નારાયણ સ્તોત્રનું પઠન કરશો તેમજ સમય હોય તો સૂર્ય ગ્રહના મંત્રો દસ મિનિટ સુધી ગણશો. આયુ, આરોગ્યમાં રાહત ચોક્કસ જણાશે. ઇષ્ટદેવનો નિત્ય શુદ્ધ ઘીનો દીપ સવારે તેમજ સાંજે પ્રગટાવવાનું ભૂલશો
નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -