-જ્યોતિષી આશિષ રાવલ
આ સપ્તાહના પ્રારંભમાં તા.૧૬ થી સૂર્ય-વૃશ્ર્ચિક રાશિમાં પ્રવેશ કરશે અન્ય ગ્રહો યથાવત રહેશે.આરોગ્ય બાબતે સૂર્ય ગ્રહ મહત્ત્વનો ગણાય છે. નૈસર્ગિક કુંડલી મુજબ અષ્ટમ ભાવે પસાર થવાથી નેત્રપીડાના દર્દીઓ વધે તેમજ અખિયાં મિલાકે ચેપી રોગ આંખોનો વધી શકે છે.
ચશ્માં પહેરવા વધારે હિતકારી બની રહેશે. હાલમાં કારતક વદ પક્ષમાં નેત્રપીડા સમસ્યાના હલ માટે ગરીબોને રૂનું દાન ઉતમ માનવામાં આવે છે તેમજ જનસેવા પ્રભુ સેવા કરવાથી વધુ માનસિક શાંતિ જણાશે.
ગ્રહ મંડળમાં વક્રી ગ્રહોના પ્રભાવને કારણે સારી દવાઓની અછત વર્તાવી શકે. નેત્રપીડાનાં ટીપાંની બોટલની માંગમાં વધારો થાય.
સપ્તાહના અંતમાં એકંદરે આરોગ્ય વધારે કથળે. વૃશ્ર્ચિક રાશિમાં ગ્રહોનો જમાવડો થવાથી અકારણ વાદ-વિવાદ કે મતમતાંતર થવાથી માનસિક સ્થિત બગાડે, રાજકીય બાબતોની ચર્ચા-વિમર્શ કરવી નહીં.
તરુણ શિશુઓને ઝાડાનો સંભવ તેમજ મેલેરિયાનો ભોગ બને. યુવાવર્ગ નશીલા પદાર્થો લેવા માટે સપડાય. નિત્ય શિવલિંગ ના દર્શન સાથે જળાભિષેક કરવો ઉત્તમ ગણાશે. શનિ માર્ગી થયેલ હોવાથી જે જાતકો વારસાગત રોગોમાં સંપડાયા હશે તો ચોક્કસ હાશકારો અનુભવશે.
ઘરકામ કરતી મહિલાઓને માસિક ધર્મની તકલીફો સતાવે. આરોગ્ય બાબતે સુખમય માટે સુકો મેવો ખાવાથી આરોગ્યની સુખાકારી વધુ સારી બની રહેશે.
મેષ રાશિના જાતકોએ નોકરી-ધંધાની જગ્યાએ કાળજીપૂર્વક વાણી-વર્તણૂક તથા વ્યવહાર કરવો નહીંતર માનહાનિ થવાથી આરોગ્ય બગાડી શકે. શનિ ગ્રહ ના મંત્ર જાપ કરવા હિતકારી બની રહે.
વૃષભ રાશિવાળાને લગતી નેત્રપીડા સાથે ગળાની સમસ્યાઓ વધી શકે. ઉચિત વૈધરાજની આયુર્વેદિક દવા કરશો. વાસી ખોરાક ના ખાવો.
મિથુન રાશિના જાતકોને પેટમાં ચૂંકને લગતી સમસ્યાઓ સૂચવે છે. ધરગથ્થુ ઉપચાર આવશ્યક. ગરીબોને જૂની ચીજવસ્તુઓ
આપશો.
કર્ક તથા સિંહ રાશિના જાતકોને ઈલેક્ટ્રિક શૉક લાગવાની સંભાવના રહેલી છે માટે વધુ સાવચેતી સાથે સતર્કતા રાખવી.
કામકાજમાં ઉતાવળ કરવી નહીં તેમજ અજાણી જગ્યાએ વધુ કાળજી રાખવી. મહાદેવજીને નિત્ય જળાભિષેક કરશો.
ક્ધયા રાશિના જાતકોને જમ્યા પછી આફરો ચડવાની શક્યતાઓ રહેલી છે, પરંતુ આ બાબતે વધુ મગજમાં રાખવાની
જરૂરત નથી. કમરની સમસ્યાઓ કંઈક અંશે ઝટીલ બનતી જણાય. ગરીબોને શકિત મુજબ મદદ કરશો.
તુલા, વૃશ્ર્ચિક રાશિના જાતકોને તાવ, શરદી સાથે શિરદર્દ થવાની સંભાવના રહેલી છે. માટે ઉકાળેલું વધુ પાણી પીવુ. ફેમિલી ડૉક્ટરની દવા જ લેવી અન્ય દાક્તરની દવા લેવી નહીં. કુળદેવી ઉપાસના, આરાધના કરવાથી ફળશે.
ધન રાશિના જાતકોને ટાઢિયો તાવ આવી શકે અન્ય બીમારીઓ હોય તો વધુ કાળજી રાખવી.
ગુરુવારે ગુરુ ગીતાનો પાઠ કરશો.
મકર રાશિના જાતકોને આંતરડાની તકલીફ હશે તો હજુ વધશે તેમ જ કબજિયાતની બીમારીમાં રાહત જણાશે. નિત્ય દાન ઉચિત વ્યક્તિ ને આપશો.
કુંભ રાશી ના જાતકોને એસિડીટી સાથે ખાટા ઓડકાર આવવા તેમજ માથુ પકડાવવાની તકલીફ ઓચિંતા જણાય તેના ઉપાય તરીકે નિત્ય હનુમાન ચાલીસાના પાઠ એકી સંખ્યામાં કરશો.
મીન રાશિના જાતકોને આ સપ્તાહ કોઈ જ બીમારીઓનું કારણ બનશે નહીં. નિત્ય ઇષ્ટ ઉપાસના કરશો. વારંવાર આવતા નકારાત્મક વિચારો છોડશો. સમયની અનુકૂળતા મુજબ દેવમંદિરના દર્શન કરવા જવું. મીઠાઈ ખાવાની બંધ કરશો તો ઊંઘ સારી આવશે.
યુવા તેમજ મહિલા વર્ગ માટે આ સમય આરોગ્ય માટે એકંદરે સાનુકૂળ બની રહેશે. દરેક રાશિના જાતકોએ સૂર્યોદય સમયે શુદ્ધ જળના અર્ધ સાથે આદિત્ય નારાયણ સ્તોત્રનું પઠન કરશો. આયુ, આરોગ્યમાં રાહત ચોક્કસ જણાશે. ઈષ્ટદેવનો નિત્ય શુદ્ધ ઘીનો દીપ પ્રગટાવવાનુ ભૂલશો નહીં. ઉ