Homeતરો તાજાજનમાનસમાં વાણી વ્યવહારમાં વધુ ઉગ્રતા જોવા મળશે મતમતાંતરો થવાથી ઝઘડાઓ વધશે

જનમાનસમાં વાણી વ્યવહારમાં વધુ ઉગ્રતા જોવા મળશે મતમતાંતરો થવાથી ઝઘડાઓ વધશે

આરોગ્યના એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહ માં ગોચર ગ્રહોનું પરિભ્રમણ સૂર્ય-મીન મીનારક(કમુરતા), મંગળ-મિથુન, બુધ-મીન, તા.૩૧થી મિથુન, ગુરુ-મીન, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા રાશિમાં રહેશે. આ સપ્તાહમાં ફક્ત બુધ ગ્રહ જ રાશિ પરિવર્તન કરશે. આરોગ્યની સુખાકારી
માટે ચૈત્રી નવરાત્રી ચાલતી હોવાથી કડવા લીમડાના પાન ખાવા જોઈએ શકય હોય તો નમક ન ખાવું તેનાથી કથળેલ આરોગ્ય
સુધરશે.
આ સપ્તાહ જનમાનસમાં વાણી વર્તણૂકના વ્યવહારમાં વધુ ઉગ્રતા જોવા મળશે. ડગલે ને પગલે મતમતાંતરો થવાથી ઝઘડાઓ વધશે. જેને કારણે તબિયત પર અસર પડે. રાજકીય મહાનુભાવો માટે તબિયત તંદુરસ્તી
માટે વધુ કનિષ્ક સમય ગણાવી શકા. વેપારી વર્ગ સમયસર બૅન્કિંગ વ્યવહાર સાચવી ન શકવાને કારણે તબિયત પર અસર પડી
શકે!!
બી.પી કે ઊંઘ ન આવવાની સામાન્ય ફરિયાદો સાંભળવા મળે. વિદ્યાર્થી વર્ગની પરીક્ષાના પેપર્સ ખૂબ જ સારા જશે જેને કારણે તેઓ ઉત્સાહિત જોવા મળશે. ગૃહિણી મહિલાઓ માટે આરોગ્ય માટે એકંદરે મધ્યમ સમય ગણાવી શકાય. સિનિયર સિટીઝન વર્ગને મનોસ્થિતિ બગાડે.
મેષ રાશિના જાતકોને નોકરી-ધંધાના વધુ કામકાજના ભારણને કારણે તબિયત બગડી શકે માટે સમયસર ભોજન કરી લેવું. વધુ પડતુ ખાંટુ, તીખું, ગળ્યું કે બજારુ ચીજવસ્તુઓ ખાવી નહીં.
ગણેશજીની આરાધના,ઉપાસના સાથે મહાદેવના દર્શન ઉત્તમ બની રહેશે. ઘર કે ઑફિસમાં સંધ્યા સમયે બે શુદ્ધ ઘીના દીપક પ્રગટાવો તેનાથી આરોગ્ય ઉપર શુભત્વ જોવા મળશે.
વૃષભ રાશિના જાતકોને અકાલ્પનિક ભય સતાવે તેમજ ગળાને લગતી તકલીફો હોય તો વધી શકે.
નિત્ય કુળદેવીની પૂજા કરવી. શુક્ર ગ્રહના મંત્રજાપ કરવા તેમજ શિવજીના દર્શન આરોગ્યની વધુ સુખાકારી માટે ઉત્તમ બની રહેશે.
મિથુન રાશિના જાતકોને ચામડીની સમસ્યા યથાવત રહે. પેટમાં બળતરાઓ થઈ શકે.
હળવો ખોરાક ખાવો. યોગ્ય ડૉક્ટરની દવા સાથે આરામ આવશ્યક છે. શિવલિંગ પર કાચા દૂધનો અભિષેક કરવો.
કર્ક રાશિના જાતકોને માટે વાઇરલ રોગો થવાની શક્યતાઓ,અકારણ વાહન પર મુસાફરી ટાળવી. રાત્રિના સમયે ચંદ્ર ગ્રહના જાપ અને ચંદ્ર દર્શન ઉત્તમ બની રહેશે. આરોગ્ય ઉપર શુભત્વ બની રહે.
સિંહ રાશિના જાતકોને વારંવાર સ્મશાન જવાના યોગ બની રહ્યા છે તેને કારણે તબિયત પર અસર પડે. નિયમિત સૂર્ય ગ્રહના જાપ સાથે ગાયત્રી મંત્ર કરવા તેનાથી આત્મવિશ્ર્વાસમાં વધારો થશે.
ક્ધયા રાશિના જાતકોને આ સપ્તાહ આરોગ્ય માટે એકંદરે સુખાકારી બની રહેશે, પરંતુ વાસી ખોરાક તેમજ કઠણ પદાર્થો ન ખાવા નહીંતર તબિયત બગડી શકે. તુલસી ક્યારે પાણી અવશ્ય ચઢાવવું.
તુલા રાશિના જાતકોને ડાયાબિટીસ હશે તો વધી શકે તેમ જ યુરિનમાં બળતરાઓ સંભવ. શક્ય હોય તેટલી નિત્ય કુળદેવીની પૂજા વિશેષ કરશો.
વૃશ્ર્ચિક રાશિના જાતકોને આંખોમાં થોડી સામાન્ય તકલીફ વર્તાય. હરસ થવાની સંભાવના રહેલી છે.
હાલમાં ચાલતી નવરાત્રિમાં આઠમ નોમનો ઉપવાસ કરવાથી આરોગ્ય માટે શુભ બની રહેશે. ગાયત્રીમંત્ર સાથે મહાકાળીના મંત્રો કરવાથી વિશેષ રાહત જણાશે.
ધન રાશિના જાતકો માટે વજન વધવાની ફરિયાદ બની રહે.નિત્ય ચાલતી દવા રૂટિન મુજબ લેશો. પોતાની નિત્ય ઈસ્ટ ઉપાસના નિયત સમયસર કરજો. ગુરુ ગીતાનો પાઠ ગુરુવારે અવશ્ય કરશો.
મકર રાશિના જાતકોને નાનકડો અકસ્માત સંભવ તેમજ તાવ આવવાની સંભાવના રહેલી છે. શિવજીના દર્શન સાથોસાથ હનુમાન ચાલીસાના પઠન કરશો.
કુંભ રાશિના જાતકોને એસીડીટી થવાની સંભાવના સાથોસાથ દંત પીડા સંભવ. નિયમિત પશુપંખીને ચણ નાખશો તેમજ તુલસી ક્યારે પાણી અર્પણ કરશો.
મીન રાશિના જાતકોને જ માટે આરોગ્ય બાબતે મધ્યમ સમય. નિત્ય ઈષ્ટદેવ સાથે ગુરુદેવ ના મંત્રનો જાપ કરશો.
આ સપ્તાહમાં ચૈત્ર માસ ચાલતો હોય સૂર્યદેવ પહેલા ઊઠી સ્નાનાદિથી પરવારીને પોતાની કુળદેવીને નિત્ય ધૂપ અગરબત્તી કરશો તેમજ મનોમન પ્રાર્થના કરશો શક્ય હોય તો નવ મિનિટ સુધી મૌન રહેવાનો પ્રયત્ન કરશો. કુળદેવી ઉપાસના અતિ ઉત્તમ માનવામાં આવશે.
સ્વર્ગસ્થ પિતૃનું નામ સ્મરણ લઈને રવિવારના દિવસે પીપળના વૃક્ષ આગળ જલ અર્પણ કરીને એકી સંખ્યામાં પ્રદક્ષિણા અવશ્ય કરશો જેનાથી પારિવારિક શારીરિક સુખ સમૃદ્ધિ વધશે. સંધ્યા સમયે તુલસી કયારે સાંજે દીવો પ્રગટાવવાનું ભૂલશો
નહીં. બગડતા આરોગ્યમાં સુધારો જોવા મળશે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -