Homeતરો તાજાબી.પી. કે ઊંઘ ન આવવાની સામાન્ય ફરિયાદો સાંભળવા મળે

બી.પી. કે ઊંઘ ન આવવાની સામાન્ય ફરિયાદો સાંભળવા મળે

આરોગ્યના એંધાણ -જ્યોતિષી આશિષ રાવલa

આ સપ્તાહમાં ગોચર ગ્રહોનું પરિભ્રમણ. સૂર્ય-કુંભ તા.૧૫થી મીન એટલે મીનારક(કમુરતા)માં, મંગળ-વૃષભ તા.૧૩થી મિથુનમાં, બુધ-કુંભ તા.૧૬થી મીનમાં, ગુરુ-મીન, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા રાશિ માં રહેશે. આ સપ્તાહમાં ચાર ગ્રહો રાશિ પરિવર્તન કરશે.
એની આમ જનતાના માનસ પર માનસિક ભય, ચિંતા વધારે સતાવવાથી બી.પી. કે ઊંઘ ન આવવાની સામાન્ય ફરિયાદો સાંભળવા મળે. વિદ્યાર્થી વર્ગની પરીક્ષા હોવાથી તેઓ માનસિક ફોબિયામાં રહે, પરંતુ વાસ્તવિક રીતે તેવા કોઈ જ ગ્રહોનું નિર્માણ નથી, માટે વિદ્યાર્થીઓએ ચિંતા કરવી નહીં. આત્મવિશ્ર્વાસ વધારીને પરીક્ષાનાં પેપરો આપવા. ગૃહિણી મહિલાઓ માટે અકારણ પાડોશી સાથે વાદ-વિવાદ સર્જાવાથી માનસિક ઉદ્વેગ રહે. સિનિયર સીટીઝન વર્ગને દંત સમસ્યાઓ યથાવત રહે.
મેષ રાશિના જાતકો ને ઊંઘ, આહારમાં અનિયમિત થવાને કારણે આકસ્મિક બી.પી.ની સમસ્યા આવી શકે. યુરીનમાં ઇન્ફ્ેક્શનની સંભાવના છે. બહારની કોઈપણ ચીજ વસ્તુઓ ખાવી-પીવી નહીં. દેવાધિદેવ મહાદેવને નિયમિત જળાભિષેક કરવો તેમ જ ઇષ્ટદેવનું સ્મરણ રટવું. ગરીબોને યથાશક્તિ દાન આપવું.
વૃષભ રાશિના જાતકોને માનસિક બીમારી હોય તેવું જણાય. રાત્રે ઊંઘ ઓછી આવે. છાતીમાં દુ:ખાવો થઈ શકે. સવારના સમયે ગાયત્રીમંત્રના જાપ અવશ્ય કરશો. શનિ દેવના દર્શન કરવાથી આરોગ્યની સુખાકારી વધશે.
મિથુન રાશિના જાતકો ને વારંવાર ચક્કર આવવાનાની શક્યતાઓ રહેલી છે. યોગ્ય ડૉક્ટરની દવા લેવી અને સાથે આરામ આવશ્યક છે. મગ-ભાતનું સેવન હિતાવહ રહેશે. મનમાંથી રહેલો છૂપો ભય અવશ્ય કાઢશો.
કર્ક રાશિના જાતકો એ સિઝનલ રોગોનો મુકાલબો કરવો પડે. ચંદ્ર,મંગળ તથા ગુરુ ગ્રહના મંત્ર કરવાથી કથળેલ
આરોગ્ય સુધરશે.
સિંહ રાશિના જાતકોને સામાન્ય ચામડીના દર્દ જણાય, પરંતુ આરોગ્ય વધારે કથળતું જણાય. રાત્રે ઊંઘમાં ઠંડી લાગે. જમણા હાથની પહેલી આંગળીએ માણેક અવશ્ય પહેરવુ. તેમ જ સૂર્ય ગ્રહના જાપ કરવા.
ક્ધયા રાશિના જાતકોને આ સપ્તાહ આરોગ્ય માટે ખૂબ જ સાનુકૂળ રહેશે, પરંતુ કબજિયાતની બીમારી જણાય. મનોમન બુધ ગ્રહના જાપ કરવાથી વિશેષ લાભ જણાય. પશુ પંખીને પીવાના પાણી માટે કુંડા મુકશો તેનાથી બગડેલ આારોગ્ય સુધરશે.
તુલા રાશિના જાતકો ને શેરબજાર માર્કેટમાં નુકસાન થવાથી હૃદય પર તકલીફ જણાય. પગના તળિયામાં બળતરાઓ થવાની સંભાવના રહેલી છે. પૂરતી ઊંઘ લેવી. તેમ જ સંપૂર્ણ વિશ્ર્વાસ સાથે કુળદેવીનું નામ-સમરણ કરવું હિતાવહ રહેશે.
વૃશ્ર્ચિક રાશિના જાતકોને હલ થયેલી મસાની સમસ્યા ફરીથી ઉથલો મારે. યુરિનમાં પરુ થવાની સામાન્ય સંભાવના
રહેલી છે. ભદ્રકાળી માતાના મંત્રો કરવાથી વિશેષ રાહત જણાશે.
ધન રાશિના જાતકોએ ડાયાબિટીસની બીમારી માટે કાળજી રાખવી. પાણીજન્ય રોગો થઇ શકે છે. પોતાની નિત્ય ઈષ્ટ ઉપાસના નિયમિત સમયસર કરજો. ગુરુવારે બ્રાહ્મણને ચણાની દાળ આપવી તમારા માટે ઉત્તમ ગણાશે.
મકર તથા કુંભ રાશિના જાતકોની માનસિક સ્થિતિ ડામાડોળ બને. રાત્રે ઊંઘ ન આવે. અકારણ ભય, ચિંતા સતાવે. ગેસ સાથે અન્ય અજાણ બિમારીઓ થઇ શકે. ગરીબ ગુરબાને જૂના કપડાનું દાન આપવાનું ઉત્તમ માનવામાં આવશે. હનુમાનજીને શનિવારે કાચા તેલમાં સિંદૂર નાખીને ચડાવશો આ ઉપરાંત જીવદયા ચાલુ રાખશો.
મીન રાશિના જાતકોને આંખોમાં ચશ્માંના નંબર વધવાની સંભાવના રહેલી છે. સરકારી બાકી વેરાની નોટિસો મળવાથી આરોગ્ય પર અસર જણાય. નિત્ય ઈષ્ટદેવ અને ગુરુદેવના મંત્રનો જાપ કરશો. વહેલી સવારે ઊઠીને દંત સાફ કરીને એકાદ ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પીવું.
દરેક રાશિના જાતકોએ (ફક્ત મકર,મીન રાશિ સિવાય) ઠંડા પાણીથી સ્નાન કરવુ. જેનાથી આરોગ્ય શુખમય બની રહે.પોતાના ઇષ્ટદેવને શુદ્ધ ઘીનો દીપ અવશ્ય કરવો. તેમ જ સંધ્યા સમયે તુલસી કયારે દીપ પ્રગટાવવાનુ ભૂલશો નહીં. બગડતા આરોગ્યમાં સુધારો જોવા મળશે. આરોગ્યની વધુ સુખાકારી માટે શિવજીને જળાભિષેક કરશો. તેમ જ યથાશક્તિ દાન અવિરત આપતા રહેશો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -