Homeતરો તાજાયુવાવર્ગ વ્યસનો પાછળ સમય શકિત વેડફે જેનાથી ઓચિંતા આરોગ્ય અંગેની તકલીફ...

યુવાવર્ગ વ્યસનો પાછળ સમય શકિત વેડફે જેનાથી ઓચિંતા આરોગ્ય અંગેની તકલીફ વધે

આરોગ્યના એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ

રાજાદી સૂર્ય-ગ્રહ કુંભ,મંગળ-વૃષભ, બુધ-કુંભ, ગુરુ મીન, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા રાશિમાં પરિભ્રમણ કરવાથી કુંભ રાશિ સૂર્ય-બુધ-શનિની યુતિ, મીન રાશિમાં ગુરુ-શુકની યુતિ બને છે. શનિની તૃતીય દૃષ્ટિ રાહુ પર અંશાત્મક પડવાથી માનસિક પીડિત જનસંખ્યામાં વધારો થાય. યુવાવર્ગ વ્યસનો પાછળ સમય શકિત વેડફે તેનાથી ઓચિંતા આરોગ્ય અંગેની તકલીફ વધે. બાળજન્ય રોગો વકરે, મહિલામાં આંખો ને લગતી તકલીફ વધારે. વાતાવરણમાં પલટો આવતા વડીલોની તબિયત બગાડે.
મેષ રાશિ (અગ્નિતત્ત્વ)માં રાહુના વક્રીભ્રમણને કારણે યુવા પુરુષ વર્ગને અકારણ વાદ-વિવાદમાં સપડાઈ કદાચ શક્ય છે. મારા-મારીની શક્યતાઓ નકારી શકાતી નથી માટે બી.પી.ની તકલીફ તાત્કાલિક આવી શકે, રાત્રિએ ઊંઘ હરામ થાય આરોગ્યની વધુ કાળજી રાખવા માટે નિત્ય ગોળ ખાયને ઘરની બહાર જવું. ગણેશજીનાં દર્શન તથા મંત્ર જાપ કરવા હિતાવહ રહેશે.
વૃષભ રાશિ વાળાને કફ, શરદીની તકલીફ સાથે ગળાને લગતી તકલીફમાં થોડી રાહત જણાય. આયુર્વેદિક દવા મધનું સેવન કરવું. તુલસી કયારે દિપ સંધ્યા સમયે ભૂલ્યા વગર કરશો.
જેનાથી શારીરિક માનસિક વ્યથામાં રાહત જણાશે.
મિથુન રાશિના જાતકોએ ખાસ ખાવા-પીવાની ચીજોથી વધુ કાળજી રાખવી, નહીંતર ઓચિંતાની બીમારીઓ નોતરશે શક્ય હોય તો આ સમય દરમિયાન બહારનું ખાવાનું ટાળજો તેમજ વાસી ખોરાક ન લેશો.પોતાના માનેલા ઈષ્ટદેવનો શુદ્ધ ઘીનો દીપ કરવાથી સમસ્યાઓ આવતા પહેલા હટી જાશે. લીંબુના પાણીનું સેવન કરશો.
કર્ક રાશિના જાતકોને આ સપ્તાહમાં કોઇજ પ્રકારની નાની-મોટી આરોગ્ય સંબંધી તકલીફ રહેશે નહીં પરંતુ વાહન અકસ્માત સંભવ માટે વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં તેમજ અન્યનું વાહન હંકારવું નહીં.
શિવલિંગ પર જળાભિષેક નિત્ય કરશો તેમજ સફેદ ચીજવસ્તુઓનું યથાશક્તિ દાન આપશો.
સિંહ રાશિના જાતકોને આ સપ્તાહના અંતે અચાનક પેટ સંબંધી તકલીફ આવી શકે. ચિંતા કરવાનું કોઈ કારણ બની રહેશે નહીં. કબજિયાતને કારણે હોઇ શકે.સૂર્ય ગ્રહના મંત્ર સાથે અર્ગ અવશ્ય આપશો. ખાટી છાશ કે દહીં ખાશો નહીં.
ક્ધયા રાશિના જાતકોને એસિડિટી રહે તેમજ પગમાં સોજા આવી શકે માટે બજારુ દવા લેશો નહીં ફક્ત આયુર્વેદિક દવા લેશો તથા બુધ ગ્રહના જાપ સાથે રૂદ્રી કરશો.
તુલા રાશિના જાતકોને યુરિનની સમસ્યાઓ વધી શકે તેમજ સિટીઝનને રોગોનો સામનો કરવો પડે.
વધુ પાણી પીવું. દવા લીધેલ ડૉક્ટર બદલવો નહીં. ડાયાબિટીસ હોય તો વધી શકે. કોલેસ્ટ્રોલ, પથરી જેવી સમસ્યાઓ હશે તો ચોક્કસ
રાહત જણાશે.
વૃશ્ર્ચિક રાશિના જાતકોને મસાની સમસ્યા સાથે યુરિનની તકલીફ જણાય. યુરિનમાં બળતરાઓ તથા ઇન્ફેક્શન સંભવ. ફક્ત ઘરનું જ પાણી પીવું. ભદ્રકાળી માતાજીની ઉપાસના આરાધના કરવાથી વિશેષ રાહત જણાશે.
ધન રાશિના જાતકોને બગડેલ આરોગ્ય માટે વધુ સાનુકૂળ સમય બનશે.સપ્તાહમાં તમારે યાદગાર પ્રવાસ સંભવ. ખાવાપીવાની ચીજવસ્તુમાં પીળા કલરની ચીજવસ્તુઓ વધારે લેશો.
ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય દવા લાગુ પડી જાય.આરોગ્ય માટે કોઈ ચિંતાનું કારણ રહેશે નહીં.
મકર તથા કુંભ રાશિના જાતકોને વાયુ ચડવાની સમસ્યાઓ વકરે. યોગ્ય નિદાન દાક્તર કરી શકશે.
કબજિયાતની સમસ્યાઓ પણ વધી શકે. વાહન અકસ્માત સંભવ. હનુમાનજી ચાલીસાના પાઠ અવશ્ય કરશો. ગરીબોને જૂના કપડાનું દાન આપશો.
મીન રાશિના જાતકોને અશકિત વર્તાય. બપોરના સમયે ઉધરસ આવે કે ખાટા ઓડકાર આવવાથી કામકાજમાં મજા ન આવે. ગાયના દર્શન ઉત્તમ તેમજ ગુરુગીતાના પાઠ કરવા.
મહાદેવજીના દર્શન કરવાથી સમસ્યાઓમાં રાહત જણાશે.
યુવા તેમજ મહિલા વર્ગ માટે આ સમય આરોગ્ય માટે એકંદરે સાનુકૂળ બની રહેશે. દરેક રાશિના જાતકોએ સૂર્યોદય સમયે શુદ્ધ જળનો અર્ગ સાથે આદિત્ય નારાયણ સ્તોત્રનું પઠન કરશો તેમજ સમય હોય તો સૂર્ય ગ્રહના મંત્રો દસ મિનિટ સુધી ગણશો. આયુ, આરોગ્યમાં રાહત ચોક્કસ જણાશે. ઈષ્ટદેવનો નિત્ય શુદ્ધ ઘીનો દીપ સવારે તેમજ સાંજે પગટાવવાનું ભૂલશો નહીં.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -