Homeતરો તાજામહિલા જાતકોને માસિકને લગતી સમસ્યાઓ યથાવત્ રહેશે

મહિલા જાતકોને માસિકને લગતી સમસ્યાઓ યથાવત્ રહેશે

આરોગ્યના એંધાણ-જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહના ગ્રહયોગોમાં સૂર્ય યુતિ પ્લુટો સાથે કરે છે. સૂર્ય અને બુધનું
ક્રાંતિસામ્ય છે.સપ્તાહની શરૂઆતમાં ચંદ્ર દક્ષિણ શર થાય છે. આ સપ્તાહમાં
બુધ માર્ગી થાય છે. આ સપ્તાહમાં ગુરુ અને શનિ સ્વગૃહી છે.
આરોગ્ય માટેનો સંજીવની સૂર્ય ગ્રહ ગણાય છે દરરોજ સવારે વહેલી સવારે
સ્નાનાદિથી પરવારી શુદ્ધ જળનો અર્ગ ઊગતા સૂર્યને આપવાથી આયુ,
આરોગ્યની બાબતે સુખાકારી આવશે.
સપ્તાહમા ઠંડીના સુસવાટા ભર્યા ઝડપી પવનો ફુંકાવાથી શરદી,કફ,ઉધરસ
તથા તાવથી પીડિત દર્દીઓ માટે વિશેષ કાળજી રાખવી રહી. આ સમયમાં
શક્ય હોય તો તુલસીના પાન અવશ્ય ચાવજો. મોટી ઉંમરના શ્ર્વાસથી
પીડિત જાતકો માટે ખુબ જ કાળજી રાખવી. નવજાત શિશુ માટે વારંવાર
તબિયત બગડે. માનસિક રોગોથી પીડિત દર્દીઓને વધુ પડતી ઊંઘ વધે
તેને કારણે આરોગ્ય બગડી શકે. લાંબા સમયથી પીડિત દર્દીઓએ
પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રીતે દાન-ધર્માદો વધારવો જોઈએ. વાયુ દેવતાનું
નામ-સમરણ તથા ઉપાસના આરાધના કરવાથી શારીરિક કષ્ટ ઓછું થશે
તેમ જ મેડિકલ ખર્ચા ઘટશે. ગૃહિણી મહિલા જાતકોને માસિકને લગતી
સમસ્યાઓ યથાવત રહેશે. સિટીઝન વર્ગને ચાલવામા ચક્કર આવે??
યુવાવર્ગને રાત્રિના સમયે નશીલા પદાર્થોના સેવન કરવાની ઇચ્છા સાથે
નોન વેજ ખાવાથી તાત્કાલિક તબિયત બગડે.
સવાર-સાંજ શુદ્ધ ઘીના અલગ-અલગ બે દીપક સાથે ગુગલની ધૂપ
અગરબત્તી અવશ્ય કરવાથી જીવ સૃષ્ટિમાં માંદગીના કણો નાશ પામશે અને
હકારાત્મક વિચારોનું વલણ વધશે.
મેષ રાશિના જાતકોને નોકરી ધંધામાં છુપા શત્રુઓનો ભય સતાવાથી મોડી
રાત્રે ઊંઘ આવવાથી તબિયત બગડી શકે. મુખ ઉપર થકાનના ચિન્હો જોવા
મળે. જમવાની ચીજ વસ્તુઓમાં ઘીનું સેવન વધારો. સોશિયલ મીડિયામાં
લાંબા સમય સુધી વ્યસ્ત ન રહો. તમારા ઇષ્ટદેવને શુદ્ધ ઘી દિપ સાથે
મોગરાની અગરબત્તી કરો.
વૃષભ રાશિના જાતકોને વધુ પડતી ખાવાની આદતને કારણે તબિયત
ઓચિંતા બગડી શકે. બજારુ ખટાશ તેમ જ ગળાશવાળું ખાવાનું છોડી દેશો.
વિષ્ણુ સહસ્ત્રની નામાવલીનું પઠન અવશ્ય કરશો. તેમ જ મહાદેવજીને
જળાભિષેક કરશો. જરૂરિયાત મંદ જાતકોને ગરમાગરમ નાસ્તો કરાવશો.
મિથુન રાશિના જાતકોને વારંવાર ચક્કર આવવાના તેમજ બી.પી. વધવાની
સમસ્યા વર્તાય તેને કારણે માનસિક ડર વધારે જણાય. ફકત યોગ્ય
ડૉક્ટરની દવા સાથે આરામ આવશ્યક છે. મગ-ભાતનું સેવન હિતાવહ
રહેશે. માનસિક જપમાં બુધ ગ્રહના જાપ કરશો તેમ જ કુળદેવીના નામ
સ્મરણ કરશો.
કર્ક રાશિના જાતકોને આ સપ્તાહમાં આરોગ્ય અંગેની કોઈ ફરિયાદ રહેશે
નહીં, પરંતુ મોંમાં બળતરા થવાની સમસ્યા સામાન્ય જણાય. નમક ઓછું
ખાવું તેમ જ ગરમાગરમ ચીજ વસ્તુ ખાવાની ટેવ ઓછી કરવી. નવગ્રહના
નામ સ્મરણ સાથે દરરોજ દિપ કરવો.
ક્ધયા રાશિના જાતકોને પેટમાં બળતરા સાથે ચક્કર આવવાની ફરિયાદ
સામે આવે માટે મફતની કોઈ જ ચીજવસ્તુઓ ખાવી નહીં. વાસી ખોરાક ન
ખાવો. પશુ પંખીને પીવાના પાણી માટે કુંડા મુકશો તેનાથી આરોગ્ય
બગડેલ સુધરશે.
તુલા રાશિના જાતકોને આ સપ્તાહ આરોગ્ય બાબતે ભૂખ ઓછી લાગવાની
બાબત બને તેને કારણે રાત્રે ઊંઘ ન આવે માટે તબિયત બગડવાનું કારણ
બની શકે. ગરમા ગરમ કઠોળનો નાસ્તો કરશો તેમ જ સેવ થોડી ખાશો.
બિલાડી તેમ જ કૂતરા ને દૂધ પીવડાવશો એનાથી માનસિક સ્થિતિ
સુધરશે. અગાઉની બીમારી હશે તો વધુ રાહત લાગશે. નિત્ય કુળદેવીની
ઉપાસના કરવાથી શારીરિક કષ્ટ ઓછું થશે.
વૃશ્ચિક રાશિના જાતકો ને મસાની સમસ્યા સાથે યુરિનની તકલીફ જણાય.
ફક્ત ઘરનું જ પાણી પીવું. મહાકાળીના મંત્રો કરવાથી વિશેષ રાહત જણાશે.
ધન રાશિના જાતકો ને બગડેલ આરોગ્ય માટે વધુ સાનુકૂળ સમય બનશે.
સપ્તાહમાં તમારે યાદગાર પ્રવાસ સંભવ.ખાવા પીવાની ચીજ વસ્તુમાં
પીળા કલરની ચીજ વસ્તુઓ વધારે લેશો. ડાયાબિટીસના દર્દીઓ માટે
આરોગ્ય માટે કોઈ ચિંતાનું કારણ રહેશે નહીં.
ગુરુ ભગવંતોની સમય શક્તિ મંદ સેવા કરશો.
મકર તથા કુંભ રાશિના જાતકોને ગેસ,એસિડીટી, અપચો સાથે અન્ય
અજાણ બિમારીઓનો સંબંધ થાય.હૂંફાળું પાણી સાથે નીમકના કોગળા
કરશો. આયુર્વેદિક દવા સાથે મેડીકલની દવાઓ લેવી. હનુમાનજીને
શનિવારે કાચા તેલમાં સિંદૂર રાખીને ચડાવશો. જીવદયા ચાલુ રાખશો.
મીન રાશિના જાતકોને કફની સમસ્યા વધે,મોં ઉપર ચાંદા પડવા,
કબજિયાતમાં વધારો થાય. મહાદેવજીના દર્શન કરવાથી સમસ્યાઓમાં
રાહત જણાશે. નિત્ય ગુરુદેવના મંત્ર જાપ હરતા ફરતા કરશો.
દરેક રાશિના જાતકોએ હૂંફાળા ગરમ પાણી અંદર તેલના બે ટીપા નાખીને
કોગળા કરવા જેનાથી આરોગ્ય બાબતે શુભમય બની રહે. કમોદનું દાન
યથા શકિત કરવું. શુદ્ધ ઘીનો દીપ તુલસી કયારે સાંજે પ્રગટાવવાનું ભૂલશો
નહીં. બગડતા આરોગ્યમાં સુધારો જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -