આરોગ્ય – પ્રથમેશ મહેતા
ઇંગ્લેન્ડમાં થયેલા એક અભ્યાસ અનુસાર યુવકો મજબૂત બાવડા અને પહોળી છાતી બનાવવા માટે જીમના ચક્કરમાં ફસાઇ રહ્યા છે અને અનેક પ્રકારના ગંભીર રોગોથી ઘેરાય ગયા છે. અભ્યાસ મુજબ આના કારણે લગભગ ૫૪ ટકા પુરૂષો અને ૪૯ ટકા મહિલાઓ શરીરથી થતા વિવિધ રોગોથી પીડાય છે. સુપર બોડીની કલ્પનામાં જિમમાં જઇને વધુ સ્નાયુઓ અને અન્ય અંગો પર સ્ટ્રેસ દે છે. તેનાથી પણ સંતુષ્ટ ન હોવાથી વધુ ઝડપથી. તેઓએ સ્નાયુઓને કડક અને મોટા દેખાડવા માટે સ્ટેરોઇડ્સ લેવાનું શરૂ કર્યું છે. જેના કારણે તેઓ મસલ ડિસઓર્ડર અને અન્ય રોગોનો શિકાર બની રહ્યા છે તેનાથી એવું બન્યું છે કે દર ૧૦મો યુવાન નપુંસકતા, સ્નાયુઓ, હૃદય અને લીવરની વિકૃતિઓથી પીડિત છે.
શરીરને કુસ્તીબાજ જેવું બનાવવાનું ભૂત યુવાનો પર એટલું ચડી ગયું છે કે તેઓ ખોરાકની વિકૃત્તિઓનો પણ શિકાર બન્યા છે. જરૂર કરતા વધુ કે ઓછું ખાવાનું શરૂ કર્યુ છે. મસલ્સની ઇચ્છાથી સ્ટેરોઇડ લેવાનું શરૂ કર્યું છે. સ્ટેરોઇડ જે આપણા શરીરના હોર્મોન્સને એટલા સક્રિય કરે છે કે સ્નાયુઓ ફૂલવા લાગે છે. જેના કારણે અનેક બીમારીઓ ઘર કરી જાય છે. તે જ રીતે, છોકરીઓ સ્લિમ ટ્રીમ બનવા માટે જે જગલિંગ કરે છે, તેના કારણે તેમની પ્રજોત્પાદનની ક્ષમતા પર અસર થવા લાગી છે. આ અંગે નિષ્ણાતો કહે છે કે દરેક માનવીની શારીરિક રચના કુદરતી અને પર્યાવરણીય રીત અલગ અલગ હોય છે. તેને સ્વસ્થ રાખવી એ દરેક મનુષ્યનું કર્તવ્ય અને ધર્મ છે, પરંતુ ઘણા લોકો સુપર હ્યુમન બનવા માટે તેમના શરીરન ખરાબ કરી રહ્યાં છે. હાલત એવી છે કે આવા યુવક-યુવતીઓ સ્ટેરોઇડનો ઉપયોગ કરને હૃદયને નબળું પાડી રહ્યાં છે. કારણકે એનાબોલિક સ્ટેરોઇડ કોરોનરી આર્ટરી બ્લોકેજની શક્યતા વધારે છે. જેના કારણે કિડની ફેલ થાય છે. લીવરને નુકસાન થાય છે. અંડકોષ સંકોચવા લાગે છે, ત્યારબાદ જો તમે સ્ટેરોઇડ્સ લેવાનું બંધ કરો છો, તો પણ સાઇડ ઇફેક્ટ થાય છે. આ લાંબા ગાળાની આડઅસરો ઘણા વર્ષો સુધી ટકી શકે છે. શરીરને જર્જરિત કરે છે, ચીંથરેહાલ બનાવે છે.