આરોગ્ય-અનંત મામતોરા
તાજું જન્મેલું બાળક મોટે ભાગે ઊંઘતું રહે છે, જેમ જેમ સમય પસાર થતો જાય, તેમ તેમ ઊંઘવાનો સમય ઓછો થતો જાય. યુવાન વયે ઊંઘ ઓછી ને જાગરણ વધારે થતાં હોય. પણ વયસ્ક બન્યા પછી જાગરણ ન કરવા હોય તો પણ ઊંઘ આવતી નથી. એક વયે જાગવું ગમતું હોય છે, કારણકે ઊંઘવાનું મન નથી હોતું અને એક વયે જાગવું પડતું હોય છે, કારણકે ઊંઘ આવતી જ નથી. જો તમારી ઉંમર ૫૦થી વધુ હોય અને તમને પાંચ કલાક પણ ઊંઘતા ન હો, તો શક્ય છે કે તમને કોઈ ગંભીર બીમારી હોય. એક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે ઓછામાં ઓછું પાંચ કલાકની ઊંઘ લેવાથી ૫૦થી વધુની ઉંમરમાં આરોગ્ય વિષયક તકલીફોનું જોખમ ઓછું થઇ જાય છે.
તમે સ્વસ્થ ન હો તો તમારી ઊંઘમાં ખલેલ પડી શકે છે. અને સારી ઊંઘ ન આવવી જોખમની ઘંટડી હોઈ શકે છે. એ વાતના ઘણા પુરાવા ઉપલબ્ધ છે કે સારી ઊંઘથી યાદશક્તિ, મન-મગજને તરોતાજા રાખવા અને તેને આરામ આપવામાં મદદ મળે છે. પણ હજી એ સ્પષ્ટ નથી કે કેટલા કલાકની ઊંઘ ‘ગોલ્ડન નંબર’ છે.
પીએલઓએસ મેડિસિન સ્ટડીમાં બ્રિટનના નોકરશાહો (સિવિલ સર્વન્ટ)ના સ્વાસ્થ્ય અને ઊંઘ પર નજર રાખવામાં આવી. આ અભ્યાસમાં ભાગ લેનાર ૮૦૦૦ લોકોને પૂછવામાં આવ્યું કે તમે વિકનાઈટમાં સરાસરી કેટલા કલાક ઊંઘો છો. કેટલાક લોકોએ તેને માટે સ્લીપ વોચનો ઉપયોગ પણ કર્યો.
સાથે, તેમની ક્રોનિક (દીર્ઘકાલીન) બીમારીઓ, જેવી કે ડાયાબિટીઝ, કેન્સર, હૃદયરોગની તપાસ કરવામાં આવી અને તેમની પાસેથી લગભગ બે દશકની વિગત મેળવવામાં આવી. એવું જોવામાં આવ્યું કે જે લોકો ૫૦ વર્ષની આયુની આસપાસ પાંચ કલાક કરતાં ઓછું ઊંઘે છે, તેમનામાં સાત કલાક ઊંઘનારાઓની તુલનામાં ઘણી બીમારીઓની ૩૦% કરતાં વધુ સંભાવના હોય છે.
અભ્યાસ દરમ્યાન એ પણ જોવામાં આવ્યું છે કે ૫૦ વર્ષની વયમાં ઓછું ઉંઘવાને કારણે મોતની આશંકા વધી જાય છે. મુખ્યત્વે ક્રોનિક બીમારીઓને કારણે આ જોખમ વધે છે. યુનિવર્સિટી કોલેજ લંડન અને પેરિસ સિટી યુનિવર્સિટીના રિસર્ચમાં દાવો કરાયો છે કે સાધારણ રીતે વિશેષજ્ઞો સાતથી આઠ કલાકની ઊંઘની સલાહ આપે છે.
વિજ્ઞાનિકો ચોક્કસ રીતે આ બાબતમાં કશું કહી નથી શક્યા પણ એક વાત સ્પષ્ટ છે કે સારી ઊંઘ, વસ્તુઓને યાદ રાખવા, ખુશનુમા મિજાજ, એકાગ્રતા, અને મેટાબોલિઝ્મ બહેતર બનાવવામાં મદદ કરે છે.
સારી ઊંઘ માટે નીચેના ઉપાયો અજમાવી શકો છો
દિવસે પોતાને ખૂબ વ્યસ્ત રાખો, થકવો અને સાંજ ઢળ્યા પછી સ્વયંને ધીમા કરી નાખો. દિવસે ઊંઘવાથી બચો. રાત્રે પણ એક રૂટીનનું પાલન કરો. તમારી ઊંઘવાની જગ્યા આરામદાયક અને સાફસુથરી હોવી જોઈએ. સ્માર્ટફોનથી પોતાને દૂર રાખો.
ઊંઘતા પહેલા કેફેન કે આલ્કોહોલ લેવાથી દૂર રહો.અથવા તેની માત્રા ઓછી કરી નાખો.
ઊંઘ ન આવતી હોય તો પોતાના ઉપર પરાણે ઊંઘવાની આદત ન પાડો.. યોગ્ય તો એ છે કે પથારીમાંથી ઊભા થાવ અને રિલેક્સ થવાય તેવી વસ્તુઓ કરો, જેમકે પુસ્તક વાંચવું અથવા બીજું કંઈ. પછી જયારે ઊંઘ આવે ત્યારે પથારીમાં આવો.
જો તમે રોજની દિનચર્યાને અનુકૂળ ન હોય તેવી શિફ્ટમાં કામ કરતા હો તો, શિફ્ટ પહેલા જ થોડી ઊંઘ લેવાની કોશિશ કરો.
સરે સ્લીપ સેન્ટરના ડાયરેક્ટર પ્રોફેસર, ડર્ક- જોન ડિઝકો કહે છે, ” આ અભ્યાસ અનુસાર યોગ્ય પ્રમાણમાં ઊંઘ ન લેવી આપણા આરોગ્ય માટે સારું નથી. સાધારણ રીતે તે આરોગ્ય માટે બરાબર નથી, પણ કેટલાક લોકો માટે તે યોગ્ય હોઈ શકે છે.
“એક મોટો સવાલ એ પણ છે કે કેટલાક લોકોની ઊંઘ કેમ ઓછી હોય છે, તેની પાછળનું કારણ શું અને તેને ઠીક કરવા શું કરી શકાય? ઊંઘ લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી એવી ચીજ છે જેમાં થોડો બદલાવ લાવી શકાય છે.
જો લાંબો સમય સારી ઊંઘ ન આવે તો તેનો આપણા આરોગ્ય ઉપર ઘણો ખરાબ પ્રભાવ પડી શકે છે. ડોક્ટર ઊંઘની ગોળી લેવાની ના પાડે છે, કારણકે તેની નકારાત્મક અસર આપણા આરોગ્ય પર તો પડે જ છે, પણ ઉંઘવા માટે તેના ઉપર નિર્ભરતા પણ વધી જાય છે. ઊંઘની સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે અને તેના માટે જરૂરી મદદ પણ લઇ શકાય છે. ઉ