ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. AAPના CM ચહેરા ઇસુદાન ગઢવી ગુજરાતના દ્વારકા જિલ્લાની ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી પ્રારંભિક ટ્રેન્ડમાં પાછળ ચાલી રહ્યા છે.
વિરમગામ સીટ પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ પાછળ ચાલી રહ્યા છે, પરંતુ હાર્દિકે પોતાની જીતનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે અમને ખાતરી છે કે પરિણામ ખૂબ સારું આવશે. આ ચૂંટણીમાં પણ અમે જંગી માર્જિનથી જીતીશું. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીના આધારે નવી સરકારની રચના થઈ રહી છે. છેલ્લા 20 વર્ષમાં એક પણ હુલ્લડ નથી થયું કારણ કે લોકો જાણે છે કે ભાજપ એક કામ કરતી પાર્ટી છે.
મોરબી, વાંકાનેર,ટંકારામાં ભાજપ આગળ ગારિયાધારમાં ભાજપ આગળ ચાલી રહી છે.