Homeઆપણું ગુજરાતAAP vs BJP: ભાજપે ગોપાલ ઈટાલિયાનો વધુ એક જુનો વીડિયો બહાર પડ્યો,...

AAP vs BJP: ભાજપે ગોપાલ ઈટાલિયાનો વધુ એક જુનો વીડિયો બહાર પડ્યો, ઈસુદાન ગઢવીએ કહ્યું, ભાજપ પાટીદારવિરોધી માનસિકતા ધરાવે છે

[ad_1]

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ વડાપ્રધાન મોદી વિષે બનાવેલો વર્ષો જુનો વિડીયો બહાર પડ્યા બાદ ભાજપે તેમનો વધુ એક જુનો વીડિઓ શોધીને વાયરલ કરાવ્યો છે. ભાજપના IT સેલના ઇન્ચાર્જ અમિત માલવિયાએ ટ્વીટ કરેલા વિડીયોમાં ગોપાલ ઈટાલિયા એક પુસ્તક હાથમાં રાખી માતાઓ, બહેનો અને દીકરીઓને વિનંતી કરી રહ્યા છે મંદિર અને કથામાં ના જાઓ. મદિર અને કથાઓમાં તમારું શોષણ જ થશે. તમારે આ સશક્ત બનવું હોય તો આ(પુસ્તક) વાંચો. આ વીડિયો વાઇરલ થયો છે. ભાજપના નેતાઓ આ વિડીયોને લઈને આમ આદમી પાર્ટીને હિંદુ વિરોધી પાર્ટી તરીકે ગણાવી રહી છે.

“>

આ અંગે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે. વિધાનસભાની ચૂંટણી આવી છે અને જનતા હિસાબ માગે છે ત્યારે ભાજપ વીડિયો બતાવે છે. જનતા શિક્ષણ, આરોગ્ય, રોડ, મોંઘવારી બાબતે પ્રશ્ન પૂછે છે તો ભાજપના નેતાઓ કહે છે કે જૂનો વીડિયો જોઈ લો. ભાજપ પાસે કોઈ જવાબ નથી, ભાજપ મુદ્દા આધારિત રાજનીતિ નહીં, પરંતુ વીડિયો આધારિત રાજનીતિ કરી રહી છે.
આ મામલે AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે હવે ભાજપ વર્ષોથી પાટીદાર સમાજવિરોધી માનસિકતા ધરાવે છે. અડધી રાતે કેશુભાઈને કાઢી નાખ્યા હતા. પાટીદાર સમાજે જ્યારે આંદોલન કર્યું ત્યારે એને કચડી નાખવાનો અને જેટલા પણ પાટીદાર નેતાઓ હતા તેને તોડીને ભાજપમાં લાવી ભાજપની ભાષા બોલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જેમાં તેઓ સફળ પણ રહ્યા છે. હાર્દિક પટેલ અને ગોરધન ઝડફિયા જેવા નેતાને પણ ભાજપનો ખેસ પહેરાવવામાં તેઓ સફળ રહ્યા છે.
ગોરધન ઝડફિયા પણ વડાપ્રધાન વિરુદ્ધ બોલ્યા છે. હાર્દિક પટેલ પણ બેફામ બોલ્યા છે, જેનો વીડિયો છે, પરંતુ બંનેએ ખેસ પહેરી લીધા છે. તેની સામે વાંધો નથી, પરંતુ ગોપાલભાઈને દિલ્હી મહિલા આયોગ બોલાવે છે. કાલે ગોપાલ ઇટાલિયા દિલ્હી જશે. ગુજરાતમાં અમે ગોપાલના સમર્થનમાં અમે અહીં ઊભા રહીશું.
કેશુબાપા, ગોરધન ઝડફિયા, અન્ય પાટીદાર યુવાનને કચડી નાખવામાં આવ્યા, પરંતુ ગોપાલ ઇટાલિયાને કચડી નાખવામાં ભાજપ સફળ થયું નથી. આજે દરેક પાટીદાર યુવાનોને હું વિનંતી કરું છું કે તેઓ ગોપાલના સમર્થનમાં સોશિયલ મીડિયામાં ઊતરે.[ad_2]

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -