વિપક્ષો દ્વારા હંમેશાથી જ કેન્દ્ર સરકાર પર કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. દિલ્હીની આબકારી નીતિને લઈને તિહાર જેલમાં બંધ મનીષ સિસોદિયાને લઈને આમ આદમી પાર્ટી (AAP) પણ મોદી સરકાર પર વાક્બાણોનો પ્રહાર કરાઈ રહ્યા છે અને આ જ દરમિયાન શનિવારે (11 માર્ચ) આપના નેતા સંજય સિંહે કેન્દ્ર સરકાર પર નિશાનો સાધતા એવું કહ્યું હતું કે જો વિપક્ષની હત્યા કરી દેવાય તો જ પીએમ નરેન્દ્ર મોદી શાંતિથી જીવી શકશે.
वैसे मेरा एक सुझाव था।
अगर विपक्ष के सारे नेताओं का “एनकाउण्टर” करवा दिया जाय।
तो कम से कम मोदी जी सुकून से 8 घंटे सो पायेंगे।
न विपक्ष रहेगा न लोकतंत्र।
बचेगी तो सिर्फ़ तानाशाही।— Sanjay Singh AAP (@SanjayAzadSln) March 11, 2023
AAP સાંસદ સંજય સિંહે ટ્વીટ કરીને કહ્યું હતું કે મારું એક સૂચન હતું. જો વિપક્ષના તમામ નેતાઓનું એન્કાઉન્ટર કરવામાં આવે તો પીએમ મોદી 8 કલાક શાંતિથી ઊંઘી શકશે. આ એન્કાઉન્ટર બાદ ન તો વિરોધ થશે કે ના તો લોકશાહી રહેશે. બસ હશે તો સરમુખત્યારશાહી…
સીબીઆઈએ તેમની દિલ્હીની આબકારી નીતિમાં કથિત અનિયમિતતાના સંબંધમાં ધરપકડ કરી હતી (જે હવે પાછી ખેંચી લેવામાં આવી છે). આ પછી, ED આ બાબતથી જ સંબંધિત મની લોન્ડરિંગના કેસની તપાસ કરી રહી છે. આ અંગે EDએ તિહાર જેલમાં સિસોદિયાની પૂછપરછ કરી અને તેમની ધરપકડ કરી હતી. કોર્ટ દ્વારા AAP નેતા સિસોદિયાને 17 માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે.
તાજેતરમાં, મનીષ સિસોદિયાની ધરપકડ પછી, અરવિંદ કેજરીવાલની AAP, શરદ પવારની NCP અને મમતા બેનર્જી સહિત આઠ રાજકીય પક્ષોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક સંયુક્ત પત્ર લખ્યો હતો આ પત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને વિપક્ષને દબાવવાનો પ્રયાસ કરાઈ રહ્યા છે.
આ બાબતે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ સિસોદિયાએ ટ્વીટ કર્યું હતું કે, સાહેબ, તમે મને જેલમાં નાખીને દુઃખ પહોંચાડી શકો છો, પરંતુ તમે મારા આત્માને તોડી નહીં શકો. અંગ્રેજોએ સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ મુશ્કેલી આપી હતી, પરંતુ તેમનો જુસ્સો અતૂટ હતો.
EDના વકીલ ઝોહેબ હુસૈન દ્વારા શુક્રવારે (11 માર્ચ) કોર્ટ સમક્ષ એવો દાવો કરવામાં આવ્યો હતો કે સિસોદિયાએ તેમના ફોનને નુકસાન પહોંચાડ્યું હતું જે તપાસમાં એક મહત્વપૂર્ણ પુરાવો છે. આ બાબતે સિસોદિયાની કસ્ટડી માટે EDની અરજીનો વિરોધ કરતાં તેમના વકીલોએ કોર્ટને જણાવ્યું હતું કે નીતિ નિર્ધારણ એ એક્ઝિક્યુટિવનું કાર્ય છે, જેમાં અનેક તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. EDને સિસોદિયા વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.