આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓને માનહાનિની નોટિસ મોકલી છે. આ નોટિસ ED ડાયરેક્ટર અને કથિત એક્સાઇઝ કૌભાંડ કેસની તપાસ કરી રહેલા અધિકારીને મોકલવામાં આવી છે. સંજય સિંહે કહ્યું કે અધિકારીઓ 48 કલાકની અંદર માફી માંગે, નહીં તો કાયદેસરની કાર્યવાહી માટે તૈયાર રહે.
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે દાવો કર્યો છે કે EDએ ચાર્જશીટમાં મારું નામ ખોટી રીતે નોંધ્યું છે. કોઈ સાક્ષીએ મારું નામ લીધું નથી. આમ છતાં આ કેસમાં મારું નામ એ સંકેત છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મને બદનામ કરવાના કાવતરાના ભાગરૂપે મારું નામ તેની ફરિયાદમાં મૂક્યું છે. જ્યારે મારી વિરુદ્ધ કોઈ સાક્ષી કે પુરાવા નથી.
‼️BIG NEWS‼️
AAP MP Sanjay Singh serves Legal Notice to ED
▪️ED has attempted to popularise a false, malicious campaign against @SanjayAzadSln‘s alleged involvement in Delhi Excise Policy
▪️Issue an open and public apology within 48 hours, else face criminal proceedings pic.twitter.com/MqOWMkmQz5
— AAP (@AamAadmiParty) April 22, 2023
“>
AAP નેતા સંજય સિંહે ગુરુવારે કહ્યું હતું કે તેઓ દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ચાર્જશીટમાં ખોટા નામ માટે ED અધિકારીઓ સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરશે. આ મુદ્દે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે કહ્યું હતું કે ED આમ આદમી પાર્ટીના નેતાઓને ફસાવવા માટે ટોર્ચર સહિત દરેક યુક્તિ અપનાવવા તૈયાર છે. AAPના નેતાઓ અને તેમની સાથે જોડાયેલા લોકો પર દબાણ કરીને ખોટા નિવેદનો લેવામાં આવી રહ્યા છે.
સંજય સિંહના કેસમાં, તેમણે કહ્યું કે જે વ્યક્તિના નિવેદનના આધારે EDએ તેની ચાર્જશીટમાં સંજય સિંહનું નામ નોંધ્યું છે, જેનો ચાર્જશીટમાં ED દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ વક્તિએ નિવેદનમાં એવું કંઈ કહ્યું જ નથી. ઈડીએ ચાર્જશીટમાં કંઈક બીજું જ લખ્યું છે.