પાછલાં ઘણાં સમયથી બોલીવુડ એક્ટર નવાઝુદ્દિન સિદ્દીકી પોતાની પ્રોફેશનલ લાઇફ કરતાં પર્સનલ લાઇફને કારણે સમાચારોમાં રહ્યો છે. અભિનેતાને તેની પત્ની સાથે વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ કોર્ટ સુધી પહોંચી ગયો હતો. પણ હવે લાગે છે કે આલિયા સિદ્દીકી તેના પતિ નવાઝુદ્દીન સાથે સમાધાન કરવાના મૂડમાં છે. આલિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી નવાઝુદ્દીનની માફી પણ માંગી છે. સાથે આલિયાએ એમ પણ કહ્યું કે તે નવાઝુદ્દીન અને તેના પરિવાર પરનો કેસ પાછો લેશે.
પ્રાપ્ત વિગતો અનુસાર આલિયા સિદ્દીકીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે લખ્યું છે કે, હેલો નવાઝ… નવાઝ આ પત્ર તમારા માટે છે. મેં ઘણી જગ્યાએ વાંચ્યુ છે કે લાઇફ આગળ વધતા રહેવાનું અને ચાલતા રહેવાનું નામ છે. આપડી વચ્ચે છેલ્લાં કેટલાંક મહિનાથી જે કંઇ થયું એ હું ભૂલવા માંગુ છું. હું મારા ઇશ્વર પર આસ્થા રાખી એમની પ્રેરણાથી મારી ભૂલોની માફી માંગુ છું.
View this post on Instagram
તમારી ભૂલોને માફ કરી આગળ વધી મારા ભવિષ્યને યોગ્ય દિશા આપવાનો પ્રયત્ન કરીશ. ભૂતકાળમાં ફસાઇ જવું એ કોઇ પણ ચક્રવ્યૂહમાં ફસાવા જેટલું જ મૂશ્કેલ છે. હું મારી ભૂલોનું પુનરાવર્તન નહીં કરું એવા વાયદા સાથે આપણાં બાળકોના ભવિષ્યને એક સોનેરી પ્રકાશ સાથે ભરવા માંગુ છું. જોકે આલિયાની આ પોસ્ટ હમણાં તેના ઇન્સ્ટાગ્રામ પરથી હટાવવામાં આવી છે.
આલિયાએ એમ પણ કહ્યું છે કે નવાઝ અને તેના પરિવાર પર કરેલ કેસ પાછો લેશે. આલિયાએ તેની પોસ્ટમાં સાફ સાફ લખ્યું છે કે તેને કોઇ આર્થિક મદદની જરુર નથી ન તો તેને એવી કોઇ અપેક્ષા છે. તેણે એમ પણ લખ્યું છે કે તેઓ સારા પતિ-પત્ની તો નથી બની શક્યા પણ પોતાના બાળકો માટે સારા માતા-પિતા જરુર બની શકશે.