આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા
નાળિયેર કુદરતના અજાયબીઓમાંનું એક માનવામાં આવે છે. ભારતમાં કલ્પવૃક્ષ તરીકે યોગ્ય રીતે વખાણવામાં આવે છે તેના કાયદા અને બહુ હેતુક સંપત્તિએ તેને ઘણા દેશોઓ તેને ‘ટ્રી ઓફ હેવન’ કે ‘ટ્રી ઓફ લાઇફ’ જેવા ઉપનામ કમાવ્યા છે. ભારતીય ધાર્મિક વિધિઓમાં નાળિયેરનું ઊંચું મૂલ્ય છે. માનવના સ્વાસ્થ્ય માટે તેના ઔષધીય ઉપયોગ અને તેના ફાયદાકારક ગુણધર્મોને સમર્થન આપે છે. વિશ્ર્વમાં નાળિયેરના સૌથી મોટા ઉત્પાદક તરીકે ભારત ત્રીજા ક્રમે છે.
નાળિયેરના ઝાડના રસમાંથી પ્રાકૃતિક સાકર બને છે જે બહુ ઓછા લોકો જાણે છે. જે નાળિયેરના ઝાડના રસમાં અમુક માત્રામાં પાણી મેળવીને ઉકાળવામાં આવે છે. તે ઘટ્ટ બની જાય. પછી તેને સૂકવવામાં આવે છે ને બ્રાઉન ક્લરની સાકર બને છે. આ સાકર ભારત, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, મ્યાનમાર ચાયનામાં બને છે.
નાળિયેરમાંથી બનતી સાકર જે શુદ્ધ પ્રાકૃતિક છે તેને કેમિકલ દ્વારા રિફાઇન્ડ કરવામાં નથી આવતી. તેથી તેનાં પોષક મૂલ્યો ઘણાં છે. ડાયાબિટીસવાળા દર્દીઓ અથવા રિફાઇન્ડ સાકરના નુકસાનના જાણકાર લોકો જે સફેદ કેમિક્લયુક્ત સાકરથી દૂર રહે છે. તેની માટે નાળિયેરમાંથી બનતી સાકર વરદાનરૂપ છે. કારણ આ નાળિયેરની સાકર કોઇ પણ પ્રકારની હાનિ પહોંચાડતી નથી. પોષક તત્ત્વોથી ભરપૂર હોવાથી તેનો ઉપયોગ પ્રમાણસર કરી શકાય છે. ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી ઇન્સ્યુલિન સ્તર જળવાઇ રહે છે.
નાળિયેર પોષક તત્ત્વોથી ભરપૂર છે. તેમાં રહેલા ગુણો જે એન્ટિબેકટેરિયલ, એન્ટિફંગલ, એન્ટિ ઓકિસડન્ટ, એન્ટિ પેરાસાઇટીક અને એન્ટિ ઓકિસડન્ટના ગુણોને ચહેરા પર કરચલીઓ કે ફાઇન લાઇન્સની સમસ્યા રહેતી નથી. ચહેરો ચમકદાર બને છે.
નાળિયેરની સાકરમાં ફેટ નથી તેથી શરીરનું સાતત્ય જળવાઇ રહે છે. વિદેશોમાં ડાઇટેશિયન અને ન્યુટ્રિશ્યિનસ્ટ આના ઉપયોગ કરવા માટે સલાહ આપે છે. વિદેશોમાં ઓબેસિટીની પ્રમાણ વધુ છે. ભારતમાંથી નિકાસ થતી નાળિયેરની સાકર વિદેશોમાં વધુ વપરાય છે. આપણે ભારતીય આનાથી ઘણાં અજાણ છીએ. ઘણા લોકોેને ભારતમાં બનતી નાળિયેર સાકર બને છે એ અજુકતું લાગે છે વિદેશોમાં પામ સુગર તરીકે
પ્રખ્યાત છે.
નાળિયેરની સાકરમાં ફાઇબર અને પ્રોબાયોટિક પણ છે જે પાચન ક્રિયા માટે ઉપયોગી છે. વિટામિન બી-૧ અને વિટામિન બી-૧૨ અને ફોલિક એસિડ પણ સારી માત્રામાં છે. સોળ પ્રકારના એમિનોએસિડ પણ આમાં છે. જે પ્રોટીન બનાવે છે. તેથી ક્ષતિગ્રસ્ત થયેલી માંસપેશીઓમાં સુધાર કરે છે. તેથી જ નાળિયેરની સાકર વિદેશોમાં વધુ પ્રચલિત છે.
સફેદ રિફાઇન્ડ સાકરમાં ફૂકટોઝની માત્રા અધિક છે કેલરી વધુ છે કેમિકલ યુક્ત છે તેથી તેમાં કોઇપણ જાતના પોષક મૂલ્ય નથી. નાળિયેરની સાકરમાં આયર્ન, ઝિંક, પોટેશિયમ, કેલ્શિયમ જેવા પર્યાપ્ત મિનરલ્સ છે. નાળિયેરની સાકર એ પોષક સ્વીટનર તરીકે પ્રખ્યાત છે જે વિદેશોમાં વેગન ડાયટમાં પણ પ્રચલિત છે. ઓછી કેલરીવાળી હોવાથી તેનો વપરાશ થાય છે.
શું તમે જાણો છો કે નાળિયેરની સાકર પૃથ્વી ફ્રેડલી છે. યુનાઇટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ નારિયેળની સાકર વિશ્ર્વમાં સૌથી ટકાઉ મીઠાશ છે. તે શેરડીની ઉત્પાદન તુલનામાં ઝાડ અને ઇંધણમાં ઓછામાં ઓછા પ્રમાણમાં પાણીનો ઉપયોગ થાય છે. તેથી નાળિયેરની સાકરમાં કોઇ પણ રાસાયણિક કે કૃત્રિમ પદાર્થ નથી અને રાસાયણિક રીતે બદલાતી નથી.
નાળિયેરની સાકરમાં લોહની સામગ્રી, રકત પરિભ્રમણમાં સુધારો કરવામાં મદદ કરે છે. લાલ રક્ત કોશિકાઓમાં આર્યન સ્ત્રોત આપે છે. સ્નાયુઓની નબળાઇમાં સ્નાયુઓને પોષણ વધારી દે છે. માથાનો દુ:ખાવો, થાક અને જઠરાંત્રિય સમસ્યાઓને દૂર કરે છે.
ભારતમાં દક્ષિણનાં રાજ્યોમાં નાળિયેરનો ગોળ અને સાકર બંને બનાવવામાં આવે છે. રંગ બ્રાઉન હોવાને કારણે લોકો વપરાશ માટે અચકાય છે કે અજાણ છે. આ ખિસ્સા પર ભારે પડે છે. એટલે મોંઘી છે. નાના પાયા પર બનતી હોવાથી આની જાહેરાત બહુ થતી નથી. તેમ જ કરિયાણાની દુકાન સહજ રીતે ઉપલબ્ધ નથી આને ઓન લાઇનથી મગાવી શકાય છે. લગભગ આની નિકાસ વિદેશોમાં થઇ જાય છે.
આ જાણકારી પછી હવે નાળિયેરની સાકર કે ગોળનો વપરાશ મીઠાઇ બનાવા માટે કે શરબત જેવા પીણા બનાવવા માટે જરૂરથી ઉપયોગ કરજો. ઉ