Homeતરો તાજાસ્વાસ્થ્ય સમસ્યાનું મૂળ કારણ એસિડિટી

સ્વાસ્થ્ય સમસ્યાનું મૂળ કારણ એસિડિટી

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

દરેક વ્યક્તિને સામાન્ય રીતે સતાવતી સમસ્યા છે. એસિડિટી જે એક યા બીજી રીતે ઘણી વ્યક્તિઓમાં જોવા મળે છે. એસિડિટી અથવા એસિડ રિફલેક્સ એ એક સામાન્ય સમસ્યા છે જેનો મોટા ભાગના લોકો સામનો કરે છે. કેટલાક રોજિંદા ધોરણે મોટે ભાગે, એસિડિટી ગેસ સાથે હોય છે.
સામાન્ય રીતે એસિડિટીનું કારણ ખોરાકનું વ્યવસ્થિત પાચન ન થવું, ઘણી બધી ચરબી અને મસાલાવાળો ખોરાક, દારૂ, ધૂમ્રપાન, જંકફૂડ, વધુ પડતી સાકરવાળો ખોરાક, અપ્રાકૃતિક ખોરાક, ઠંડાપીણા, કેમિકલ કે પ્રીઝર્વેટીવ્સવાળો ખોરાક, ખરાબ જીવનશૈલી જેવાં કારણો હોઈ શકે.
એસિડ રિફલેક્સ એ ગંભીર સ્થિતિ નથી, પરંતુ ક્રોનિક એસિડિટી અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે જે અન્ન નળી નુકસાન પહોંચાડી શકે છે. તેમ જ બીજાં અવયવોને નુકસાન પહોંચાડીને બીમારીઓના લક્ષણો ઉદ્ભવી શકે. મૂળત્વે નાની બીમારી જેવી કે શરદીથી લઈને કૅન્સર જેવી બીમારીનું કારણ જ એસિડિટી છે. અમુક બાહ્યરોગોને બાદ કરતો. બાકી લગભગ રોગોનું કારણ મૂળત્વે એસિડિટી છે.
એસિડિટી નિરાશાજનક હોઈ શકે છે તે આપણાં સામાજિક જીવન પર અસર કરી શકે છે. સમસ્યાઓમાં ઝડપી રાહત આપી નથી શકતા પરંતુ તેનો સંપૂર્ણ ઈલાજ કરી શકાય છે.
ભોજન કર્યા પછી પેટમાં જ્યારે ભોજન પાચનતંત્રની અંદર પહોંચે છે ત્યારે આ ભોજન પચાવવા એસિડ બને છે. જે ભોજનને પચાવાનું કામ કરે છે. જો ભોજનમાં કોઇપણ અપ્રાકૃતિક આહાર જાય ત્યારે ભોજનને બ્રેક કરવું (એટલે પચાવવું) મુશ્કેલ બને અને વધુ એસિડ પેદા થાય અને જલન થાય તેને એસિડિટી કહેવાય છે. ભોજનને પચાવવાળું એસિડ પેટની અંદર વિટામિન બી-૧૨ને શોષી લે છે અને જલન પેદા થાય છે.
અસલમાં તો જ્યારે આપણે અપ્રાકૃતિક ભોજનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આ પ્રકારની એસિડિટી થાય છે. સફેદ સાકર જે અપ્રાકૃતિક છે, રસાયણ યુક્ત છે. જે આપણે ચા-કૉફી દ્વારા સવારે પેટમાં નાખીએ છીએ. ચા-કૉફી પણ કેમિકલયુક્ત છે તેથી તેને પચાવવું જઠરાગ્નિ માટે મુશ્કેલ છે. દારૂ કે આલ્કાહોલ પેટમાં જતા તેનું એસિડટાલ્ડીહાઈડ જેવા ખતરનાક રસાયણમાં રૂપાંતર થાય છે અને એસિડિટી પેદા થાય છે. ખોરાકનું પાચન કરનારા પાચક રસો કે ઉત્સેચકો પર પરિણામ થાય છે અને નવી નવી બીમારી પેદા થાય છે.
રિફાઈન્ડ તેલ કે ઘી જે હાઈડ્રોજનથી નિર્મિત છે તેને જઠર પચાવી શકતું નથી તે મોઢામાં જતાં ગળામાં બળતરા થાય છે. ગળાના સોજોથી કરીને ગળાના કૅન્સર સુધી પહોંચાડે છે. આ એસિડિટી આગળ વધતા આંતરડાની બરબાદી કરી નાખે છે. વધુ જલન થતાં છાતીમાં બળતરા થાય અને હૃદયના હુમલા થાય છે. રિફાઈન્ડ તેલ અને ઘીને નિકલ ફોરર્મેટથી ટ્રીટ કરવામાં આવે તેથી મૂત્રપિંડમાં વિકાર થતા કીડનીમાં પથરી થાય છે. આ બધા કારણમાં અપ્રાકૃતિક ભોજનથી થતી એસિડિટી જવાબદાર છે.
એસિડિટી સતત રહેતી હોય તો આ ગંભીર સંકેત છે. જેનાથી ગેસ્ટ્રોઓસોફેગલ રિફલેકસ ડિસિસ થવાની સંભાવના રહે છે. સમય પર આનો ઈલાજ જરૂરી છે નહીં તો સ્વાસ્થ્યની જટિલતાનો જન્મ થાય છે. સવારના ખાલી પેટે ચહા પીવી કે ચહા સાથે તીખો મસાલેદાર નાસ્તો કરવો આ બધા પેટ પર બોજ અને જલન પેદા કરે છે. તેમજ માંસાહારી ભોજન પણ એસિડિટી માટે જવાબદાર છે.
એસિડિટીનાં સામાન્ય લક્ષણો જેવા કે ગળામાં બળતરા થવી, ખાટા ઓડકાર આવવા, બેચેની થવી, ખાટું પાણી મોઢામાં આવવું, પેટમાં જલન થવી આ બધાં લક્ષણોનો ઈલાજ જરૂરી છે નહીં તો એસિડિટી વધુ આગળ વધતા નબળાઈ આવવી, આખા શરીરમાં બળતરા થવી, વાળ જલદી સફેદ થઈ જવા, અલ્સર થવા, તણાવમાં રહેવું, નીંદર ન આવવી, પેટમાં મરડો પડવા જેવી અસહનીય બીમાર થાય છે. એસિડિટી બીમારીને દૂર કરવા માટે એલોપેથી દવાઓ જેવી કે એંટાસીડ દવા જે સાઈડ ઈફેક્ટ થાય છે તેથી વધુ એસિડિટી પેદા થાય છે કારણ તે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ યુક્ત હોય છે. બીજી ઘણી દવાઓ જેવી કે કીમીટી ડાઈન, રેનીટી ડાઈન, ફમોટીડાઈન ઓમેપ્રાઝોલ, એનસોપ્રાઝોલ આ બધી દવાઓની સાઈડ ઈફેક્ટ ઘણી છે અથવા તો સર્જરીની જરૂર પડે છે.
એસિડિટીનો રામબાણ ઈલાજ છે દાડમનો રસ જે બે ત્રણ દિવસમાં જ એસિડિટીને દૂર કરે છે. પેટ પર ઠંડા પાણીનો નેપકીન રાખવો. લીબું પાણી (સાકર અને નમક વગરનો) લેવું. ઠંડા પાણીનો સ્નાન લેવો. લીલાં પાંદડાવાળી વનસ્પતિનો ઉપયોગ કરવો.
એસિડિટી અને ગેસ બંને પાચન સંબંધી સમસ્યા છે પણ બંને વચ્ચે અંતર છે. બંને જોખમી છે. આનો ઉપચાર નહીં પણ જીવનશૈલીમાં બદલાવ જ ઈલાજ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -