Homeપુરુષસુંદરતાનાં સાધનોની કુરૂપતા

સુંદરતાનાં સાધનોની કુરૂપતા

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

સુંદરતા કોઈ વ્યક્તિ, જાનવર, સ્થાન વનસ્પતિ અથવા કોઈ પ્રાકૃતિક વસ્તુની વિશિષ્ટતા છે જેને દેખી આનંદ અને સંતોષની અનુભૂતિ થતી હોય છે. સુંદરતાનું અધ્યયન સૌંદર્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, સામાજિક મનોવિજ્ઞાન અથવા સંસ્કૃતિનો એક ભાગના રૂપમાં જોવામાં આવે છે.
સ્ત્રી હોય કે પુરુષ સુંદરતા પોતાની સરળતા અને સહજતાથી જ ઊભરે છે. ખૂબસૂરતી કે સુંદરતા પ્રકૃતિ એ આપેલ અણમોલ ઉપહાર છે. સુંદરતા એ શરીર, સ્વસ્થ હોવાની નિશાની છે. બાહ્ય સુંદરતા શરીરની સ્વસ્થતાથી જ નિખરે છે. અનિયમિત કે ખરાબ ખાન-પાનથી શરીરના સૌંદર્ય ઉપર ખરાબ કે નકારાત્મક પ્રભાવ પડે છે.
આધુનિક યુગમાં બાહ્ય સુંદરતા કે દેખાવનો પ્રભાવ વધ્યો છે. સ્ત્રીઓ બહારના કામકાજ માટે નીકળતા તે દેખાવ પ્રત્યે વધુ સંવેદનશીલ છે. તેથી સૌંદર્યનાં સાધનો કે પ્રસાધનો ઉપયોગ હવે આડેધડ થઈ રહ્યો છે. બધા જ કોસ્મેટીક રસાયણ યુક્ત જ છે જેની અસર ચામડી પર કે શરીરના અંદરનાં અવયવો પર પ્રભાવ પડી રહ્યો છે.
કોસ્મેટીક બનાવતી કંપનીઓ ઘાતક રસાયણો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરી રહ્યા છે. મુલાયમ ત્વચા માટે મોઈસ્ચરાઈઝર પોષણ દેવા માટે નરિસિંગ ક્રીમ, ગ્લો માટે ફેરનેસ ક્રીમ અને ફેસ પાવડર, હોઠોની સુંદરતા માટે લિપસ્ટિક આ એવા કોસ્મેટીક જેને સ્ત્રીઓ રોજ ઉપયોગમાં લે છે. બ્યુટીકીટમાં કોઈ સામાનની ક્રમી આપને ખલે છે. દિવસ અને રાતના સૂવા સુધી કેટલા કેમિકલ્સના ઉત્પાદન માધ્યમથી આપણી ત્વચા સંપર્કમાં આવે છે. તેમ જ હોર્મોન પર પણ વિપરીત અસર પાડે છે.
કોસ્મેટીક ઉત્પાદનોમાં વપરાતા કેમિકલી સંબધિત માહિતી હોવી એ તમારા સૌંદર્ય પ્રસાધનોમાં છુપાયેલા હાનિકારક રસાયણો વિશે વધુ સમજવા તરફનું પ્રથમ પગલું છે. ઉત્પાદનોમાં પ્રિઝવેટિવ્સ સ્ટેબિલાઈઝર્સ, ખનિજ રંગદ્વવ્યો અને ચમક જેવા કેટલા રસાયણો ઉમેરવામાં આવ્યા છે. જેના કારણે એલર્જી, બળતરા અને માનવના સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો જણાય છે. સૌંદર્યનાં સાધનોમાં ભારે ધાતુઓ સીસુ, કેડિયમ, જસત, લેડ, મરક્યુરી, નિકલ ઉપયોગ કરે છે. આ બધા ત્વચા અને મ્યુકોસ મેમ્બ્રેન સાથે સીધા સંપર્કમાં આવે છે અને ઘાતક છે.
સલ્ફેટ્સ- આ એક ક્ષાર છે જે સલ્ફયુરિક એસિડ અન્ય રસાયણ સાથે પ્રતિક્રિયા આપે છે ત્યારે બને છે. આનો ઉપયોગ લેધરિંગ ઈફેક્ટ માટે થાય છે. આ સલ્ફેટથી આંખો અને ત્વચાને બળતરા થાય છે. કાળાવાળાને સફેદ કરી નાખે છે. પર્યાવરણ માટે પણ જોખમી છે.
પેરાબેન્સ- આ એક પ્રિઝવેટિવ્સ છે જેના ઉપયોગ સ્કિનકેર અને મેકઅપને તાજા અને જંતુમુક્ત રાખવા થાય છે. સાબુથી લઈને લોશન કે બીજા અન્ય કોસ્મેટીક ઉત્પાદનોમાં થાય છે. સ્ત્રીઓના સેક્સ હાર્મોન ને ઉત્તેજિત કરે છે. સ્ત્રી છાતીના અવયવોમાં કોષ વિભાજન કરીને ઉત્તેજિત કરે છે ને છાતીના કૅન્સર તરફ દોરી જાય છે.
પેથાલલેસ્ટ આ ક્ષાર અથવા પ્લાસ્ટિસાઈઝિંગ રસાયણ છે આ નેઈલ પોલીશ પરફ્યુમ અને લોશનમાં અને શેમ્પુમાં સોફટનર તરીકે વપરાય છે. આ પ્રજનન માટે ઝેર છે.
કૃત્રિમ રંગો- આ કૃત્રિમ રંગો પેટ્રોલિયમ અથવા કોલટાર (ડામર)માંથી મેળવવામાં આવે છે. કોલસાનો ટાર હાઈડ્રો કાર્બન, કાર્બનથી બનેલો ઘાટું અને ચીકણું પ્રવાહી છે. લિપસ્ટિક અને આઈશેડો વપરાય છે. ત્વચામાં બળતરા, કેન્સર, ખીલ હાઈપર એક્ટિવિટી ડિસ ઓર્ડરનું કારણ બને છે.
સુગંધ- પરફ્યુમ, મોઈશ્ર્ચરાઈઝર જેવા સ્કિનકેર, શેમ્પૂ, કલીનઝર અને કન્ડિશનર વાપરવામાં આવે છે જે બેન્ઝિનઆલ્કોહોલ, એસીટોન લીનાલૂ, બેન્ઝાલ્ડ-ડીહાઈડ, કેમ્પ્રોર, ફોર્માલ્ડીહાઈડ, મેથાઈલ કલોરાઈડથી બને છે. આ બધા કૅન્સર જન્ય છે. શ્ર્વસન સંબંધી વિકૃતિઓ, ત્વચાની એલર્જી, ત્વચાનો સોજો પ્રજનન પ્રણાલીમાં આડઅસરો સાથે સંકળાયેલો છે. સુગંધ વગરના ઉત્પાદન વેચાવા મુશ્કેલ છે પણ આની સ્વીચ બંધ કરવાનો સમય આવી ગયો છે.
ટ્રાઈક્લોસન- આ આમ તો સામાન્ય રસાયણ છે જે એન્ટીબેક્ટેરિયલ સાબુ અને ડીઓડરન્ટમાં વપરાય છે. અંત: સ્ત્રાવી ગ્રંથિઓમાં વિક્ષેપ કરનાર છે. આંતરડામાં બળતરા અને ગાંઠ તરફ દોરી જાય છે. જળચર જીવો માટે પણ જોખમી છે.
ટોલ્યુએન- પેટ્રોકેમિકલ છે વાળ રંગવા માટે અને નેઈલ પોલિશમાં જોવા મળે છે. જન્મજાત ખામી, રોગ પ્રતિકારક શક્તિ માટે ખતરનાક છે. વિકાસશીલ ગર્ભ માટે ખતરનાક છે ગર્ભવતીએ નેઇલપોલિશ અને વાળ રંગવા ન જોઈએ. થાક, ઊલટી, ઉબકા માથાનો દુ:ખાવો થાય છે.
ટેલ્ક-સૌથી નરમ ખનિજ છે. આ ભેજને શોષી લે છે. આ બેબી પાવડર, બ્લશ, ડીઓડરન્ટ્સ, આઈશેડોમાં જોવા મળે છે. આ સીધો જ અંડાશયના કૅન્સરથી સંકળાયેલ છે. ફેફસામાં ગાંઠો પેદા કરે છે.
લીડ- ફાઉન્ડેશન વ્હાઈટિંગ ટૂથપેસ્ટ અને લિપસ્ટિક્સના કલરન્ટ્સમાં મુખ્ય દૂષિત છે. આ ભારે ધાતુ છે મોઢા પર ફોલ્લીઓ અને દાંતના રોગો થાય છે.
સનસ્કીનના રસાયણો- પ્રકાશને શોષી લે છે ને ત્વચાને હાનિ પહોંચાડે છે. શરીરની ગ્રંથિઓને નુકસાન પહોંચાડે.
પોલિઈથિલિન ગ્લાયકીલ-થીકનર એજન્ટ છે. લોશન સનસ્ક્રીન, શેમ્પૂ, સ્કિનકેર ક્રીમમાં વપરાય છે આ સીધો ત્વચામાંથી સબેસિયસ ગ્રંથિમાં (તેલ ઉત્પન્ન કરતી ગ્ંરથિ) નુકસાન પહોંચાડે છે. ત્વચાને ચીકણી બનાવી દે છે. શ્ર્વસન સંબંધી રોગો થાય છે.
ફોર્માડીહાઈડ- રંગહીન રસાયણ છે નેઈલપોલિશ, હેરસ્ટ્રેટનિંગ ટ્રીટમેન્ટની હેરજેલમાં, લોશન, શેમ્પૂ, આનાથી વાળખરવા, ચામડીબર્ન, અસ્થમા, ચક્કર ગુંગળામણનું કારણ છે.
ડાયથેનોલામાઈન- ફોર્મિંગ એજન્ટ છે બોડી વોશ, શેમ્પુ,
બબલ બાથ, કલીનન્ડરમાં જોવા મળે છે. કેન્સર જન્ય અને શ્ર્વસન તંત્રનું ઝેર છે.
હાઈડ્રોક્વિનોન- ત્વચાને ચમકાવવા ઉપયોગ થાય છે. શરીરને રંગ આપતા મેલેનાઈન તત્ત્વને ઘટાડી નાખે છે તેથી શરીર ફીકું દેખાય, વાળનો કલર (એટલે સફેદ જલદી થઈ જવા) શરીરના કોષો બગાડી નાખે છે.
દારૂ- આ બધા જ બ્યુટી પ્રોડક્સમાં વપરાય છે. ત્વચાને સૂકી બનાવી નાખે છે.
આવા ઘણા બ્યુટી પ્રોડ્કશન શરીર માટે હાનિકારક છે લેબલ વાંચી જ આનો ઉપયોગ કરવો એજ હિતકારક છે. બ્યુટી પ્રોડક્ટ વાપરવા એ ખરેખર ધોકાદાયક છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -