Homeતરો તાજાચટાકેદાર ચટણીઓથી બીમારી ભગાડો

ચટાકેદાર ચટણીઓથી બીમારી ભગાડો

આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા

ભારતીય ભોજન વિભિન્ન પ્રકારની પાક કલાઓનો સંગમ છે. પૂર્વ, પશ્ર્ચિમ, ઉત્તર અને દક્ષિણ ભારતના આહારોમાં ઘણું અલગપણું અને વિવિધતા છે જે ભારતીય ભોજનને પોતાની એક નિરાળુ અને અનોખુ રૂપ આપે છે. સ્વાદિષ્ટ ભોજન બનાવવું એક કલા છે. ભારતીય ભોજનમાં સ્વાદ અને રુચિ વધારનાર ખાદ્ય-પદાર્થ એ ચટણી છે. જે પરંપરાગત ભારતીય ભોજનનો એક અવિભાજ્ય હિસ્સો છે જે ભોજનમાં અનોખો ચટાકેદાર સ્વાદ આપી જાય છે. અધિકાંશ ભોજનમાં ચટણી કેવળ એક સંગત છે અને નીરસ ભોજનને સજીવ કરે છે.
ચટણીનો સંબંધ કદાચ ગરીબી સાથે ઊંડો સંબંધ હોઈ શકે, જ્યાં ભૂમિ બહુ ઉપજાવ ન હોય કે ખાદ્ય-સામગ્રીની બહુ ઓછી મળતી હોય. સામાજિક કે આર્થિક કારણ હોઈ શકે, કે ઇંધણની કમી હોઈ શકે. ચટણી માટે કોઈ ઇંધણ (ગૅસ)ની જરૂર પડતી નથી, અને જરૂર પડે તો બહુ જ ઓછા ઇંધનથી તૈયાર થઈ જાય છે.
ચટણી એ સૂક્ષ્મ પોષક તત્વોની એક ચમચી
પણ શક્તિશાળી ખોરાક પ્રદાન કરે છે. જે એક
સ્વાદ બોમ છે. આનો આવિષ્કાર એક દુર્ઘટનાવશ થયો એ અવધારણા છે, કારણ સમગ્ર
ભારતીય રસોઈમાં વિભિન્ન પ્રકારે બનાવવામાં
આવે છે.
ચટણી સ્વાદ વધારવાની સાથે સાથે પ્રોટીન અને વિટામિનનો સ્ત્રોત છે. ચટણી વિવિધ પ્રકારે બનાવી શકાય છે. ફળોની, શાકભાજીની, ડ્રાયફ્રૂટની અને હર્બલ ઇંણસ્પતિની જે ઔષધિનું કામ કરે છે. ચટણીઓનો ઉપયોગ ભોજનમાં કરવાથી અનેક રોગોની સારવાર કરી શકાય છે, રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે. તેમ જ ન ભાવતી વસ્તુઓનો સ્વાદ વધારીને ભાવતી કરી શકાય. જેથી
શારીરિક બીમારીઓની સરળતાથી સારવાર કરી શકાય છે.
ડાયાબિટીસની બીમારીમાં સૌથી સારું પરિણામ ચટણીઓ આપે છે. સુગરનું સ્તર નીચું લાવી દે છે. દક્ષિણ ભારતની દાળને શેકીને બનતી મલગાપુડી ચટણી, તલ અને શીંગની સૂકી ચટણી, આંબા હળદર, આમળા, કમરખ, કોકમ, કરવંદા, ટીંડોળા, તૂરિયાની છાલ, વટાણા, કબીટ, આંબોળા, પાલકના પાન, બીટના પાનની ચટણીઓ.
સંધિવાતની બીમારીમાં યુરિક ઍસિડને કંટ્રોલ કરવું જરૂરી છે ત્યારે તેમાં પાઈનેપલની ચટણી, કાચા પપૈયાની ચટણી, સરગવાના પાન, આંબા હળદર, એલોવીરા, અશ્ર્વગંધાના પાન, નાગોડના પાનની ચટણીઓ લેવી જોઈએ.
કાનનો દુખાવો કે કાનમાં પરૂ થાય ત્યારે તેલ-ઘી વગરની બધા જ પ્રકારની ચટણીઓ ખાઈ જાય, રાંધેલું ન ખાવું, રોટલા કે રોટલી સાથે ફક્ત ચટણીઓ જ ખાવી.
હૃદયની બીમારીમાં દૂધીની છાલ, કોળાની છાલ, ભોપલાની છાલ, કમલફૂલ, ગોરખ આમલી, અળસી, બીજોરા, લીબુંની છાલ, ટમેટા, આમળા, કુલથી, ચણાના પાનની ચટણીઓ લેવી.
કિડનીની વ્યાધિમાં ચટણી સારું પરિણામ આપે છે. આમળા, કાકડી, સરગવાના પાન, દ્રાક્ષ, કિસમિસ બેબીકોર્ન ભીંજવેલા મગની વગેરે ચટણીઓ આપી શકાય છે. માસિક ધર્મની વ્યાધિમાં પાલકની, ચંદનબથુવાના પાન, કોકમ, પેરૂ, ગાજરની ચટણી લેવી.
એસિડિટીમાં ફૂદિનાની ચટણી, બીજોરા, લીંબુ છાલ, અનાર દાણા, કોકમનો ઉપયોગ કરવો.
થાઈરોઈડની બીમારીમાં ચયાપચન (બી.એમ.આર.) ઓછો થઈ જાય છે. આયોડિનની જરૂર પડે છે. સફરજનની છાલ, બટેકાની છાલ, તૂરિયાની છાલ, ગલકાની છાલ, શિંગોડા, કાળા-સફેદ તલની ચટણીઓનો વપરાશ કરવો જોઈએ.
મગજની બીમારીમાં નાળિયેર, ગાજર-ગાજરના પાન, મગજતરીના બી, ખોરાસણી, સંતરાની
છાલ, બટેકાની, પાલક, કાળી હળદરની ચટણીઓ વાપરવી.
અસ્થમાની બીમારીમાં અંજીર, કાચાકેળા, આંબાહળદર, અનારદાણા, નાસપતિ, બીટના પાન, કમરખ, સફરજન, કુપ્પીના પાન, દૂધી વગેરેની ચટણીઓ લેવી.
કબજિયાતની વ્યાધિમાં પાલક, તાંદળજોની ભાજી, ઓછા તીખા મરચાની ચટણી, અનારદાણા, પેરૂ વગેરેની ચટણીઓ લેવી.
ફ્રેકચર થયો હોય ત્યારે હાડકું જલદી જોડવા માટે તલ, મશરૂમ, કાજુબદામ, નાળિયેર, શીંગદાણા, શિંગોડા, ચટણીઓનો ઉપયોગ કરવો.
પથરી માટે પથ્થરકૂટીના પાન, મૂળાના પાન, કુલથી, ચટણીઓ વાપરવી.
ચટણીઓ સ્વાદ પણ વધારે અને બીમારીની સારવાર પણ કરે, તેમાં રાહત આપે. ભારતના દરેક પ્રાંતમાં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ ચટણીઓ બનાવવાની ભરમાર છે. ઘણા પ્રાંતમાં ઔષધિ પાનની ચટણીઓ બને છે.
અશ્ર્વગંધા પાન, ભાંગ નાબી, બ્રાહ્મીપાન, ગિલોયના પાન, મકોયના પાન, એલોવીરા, કડવા-મીઠા લીમડાના પાન જેવી અનેક પ્રકારની
ચટણી સ્વાદ કે સારવાર માટે બનતી હોય છે. આ ચટણીઓ આંખોનું તેજ વધારે છે. ત્વચાની ક્રાંતિ વધારે છે.
રાંધેલા શાકમાં વિટામિનની માત્રા ઓછી થઈ જાય છે. ચટણીઓમાં બધા જ વિટામિન ખનિજ, પ્રોટીન સલામત રહે છે અને શરીરને તેના પૂરા પોષકતત્ત્વો મળે છે.
ચટણીઓ ચાટ બનાવવા માટે તો વપરાય છે તેના વગર ભારતીય ચાટ અધૂરા છે. આપણે કોથમીર, ફૂદિના કે નાળિયેરની ચટણીનો વપરાશ તો કરીએ જ છીએ. હવે પછી બીજી ચટણીઓનો ઉપયોગ કરી આનંદ લ્યો.
બીમારીમાં જ આ બધી ચટણીઓ વાપરવી એવું નથી આને રોજિંદા ભોજનમાં લેવી જોઈએ જેથી કોઈપણ જાતની બીમારીઓ થાય જ નહિ. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -