Homeધર્મતેજરમઝાન મહિનાનું આગમન: જાણવા જેવી કેટલીક વાતો

રમઝાન મહિનાનું આગમન: જાણવા જેવી કેટલીક વાતો

આચમન – કબીર લાલણી

ઈસ્લામના વિશાળ સિદ્ધાંતોમાં એક સિદ્ધાંત એવો પણ છે કે પોતાના અનુયાયીઓની તંદુરસ્તીનો પણ ઈસ્લામ ખ્યાલ રાખે છે. વર્ષના અગિયાર મહિના અલ્લાહે ઈન્સાનને અર્પણ કરેલી નેઅમતો (ઈશ્ર્વરની દેણ)માં ઘણીવેળા પોતાના ‘નફસ’ (જીવ) પર ઈન્સાન કાબૂ નથી રાખી શકતો.
* પોતાના તનને સાચવવા પોતાના મન પર જે ‘કંટ્રોલ’ તેણે કરવો જોઈએ તેમાં તે ચૂકી જતો હોય છે.
* રાત દિવસ ખા-ખા કરીને અનેક ઉંમરે પુગેલાઓ જ્યારે મોટે અવાજે ખાંસી ખાતા ખોં-ખોં કરતાં હોય છે છતાં તળેલી વાનગીઓ કે મીઠાઈઓ ખાવાની લાલચને રોકી નથી શકતા અને કેટલાક તો ‘ડાયાબિટીસ’ના દર્દી હોવા છતાં તેમના ડૉક્ટરોની સલાહની અવગણના કરતાં રહેતા હોય છે.
* એવાઓના માનવ સ્વભાવને ઈસ્લામ મઝહબ સારી રીતે જાણે છે.
* એટલે એક ફરજિયાત વટહુકમ સૌ કોઈ મુસલમાનો માટે એવો કરવામાં આવ્યો છે કે આખા વર્ષમાં એક મહિનો ઉપવાસ કરે.
* રમઝાન મહિનાને ‘શહરૂલ્લાહ’ એટલે કે અલ્લાહનો મહિનો કહેવામાં આવે છે.
* મુસલમાન પર જે કેટલીક બાબતો ફરજિયાત કરવામાં આવે છે તેમાં રોઝહ (ઉપવાસ) પણ એક ફરજિયાત બાબત છે.
* મુસલમાન પર બારે મહિના જેવી રીતે નમાઝ પઢવી વાજિબ (જરૂરી) છે તેવી રીતે એક મહિનો રોજા રાખવા પણ ફરજિયાત છે, સિવાય કે એ મુસલમાન પાસે કોઈ નક્કર દલીલ હોય જેને કારણે તે ઉપવાસ કરી શકે એમ ના હોય.
* તો પછી તેને માટે ઈસ્લામે એવી સરળતા કરી આપી કે રોઝહ ના કરી શકે તે શખસ ‘કફફારહ’ આપે.
* સાદી – સામાન્ય ભાષામાં આપણે આ શબ્દ ‘કફફારહ’ને ઓળખવો હોય તો એમ કહી શકાય કે રોઝહ નહીં રાખનારને ધાર્મિક દંડ ભરપાઈ કરી દેવો જરૂરી છે.
* ધાર્મિક દંડ એટલે જરૂરતમંદોમાં નક્કી કરેલ રકમની સખાવત કરવી.
* રમઝાન મહિનો વર્ષમાં એક વખત મુસલમાનોને આંગણે આવે છે, તો તેને ‘મહેમાન’ તરીકે સત્કારવામાં આવે છે.
* મહેમાનનો અનાદર માનવતાની દૃષ્ટિએ પણ નિંદનીય છે, તો ઈસ્લામ મઝહબની દૃષ્ટિએ પણ દોષપાત્ર છે.
આજની વાત:
* અલ્લાહના મહિનાનો સત્કાર કરનારા જેવી રીતે અલ્લાહવાલા હોય છે, તેઓ એ મહિનામાં વધુમાં વધુ ઈબાદતો અને વધુમાં વધુ
સખાવતો દ્વારા પોતાના ઈસ્લામી અકીદા (વિશ્ર્વાસ, આસ્થા, માન્યતા)નું જતન કરતાં
હોય છે.
* કેટલાક ઢોંગી-દંભી અને અલ્લાહથી નહીં ડરનારા ઈન્સાનો, કહેવાતા મુસલમાનો પણ હોય છે જેઓ આ મહિનાનો ગેરલાભ નિડરપણે લેતા હોય છે.
* કેટલાક મુસલમાનો પોતે રોઝદાર છે એવું બાહ્ય રીતે દર્શાવીને ખાનગીમાં કોઈ તેમને ઓળખી કાઢે નહીં તેવી પોતાના મોહલ્લાથી દૂરની કોઈ હોટલમાં જઈને પોતાના પાપી પેટની આગ ઠારતાં હોય છે.
* કેટલાકો આ મુબારક મહિનામાં સખાવત કરનારાઓનો ગેરલાભ પણ લેનારા હોય છે. તેઓ ‘ચંદો’ ઉઘરાવવા નીકળી પડે છે.
* આમાં જે ઈમાનદાર સખાવત કરનારા તકેદારી રાખતાં હોય છે, તેઓ જ યોગ્ય સ્થાને યોગ્ય દાન આપવામાં સફળ રહેતા હોય છે.
આમ છતાં આ મહિનાના અંતે આવતી ઈદ ઉજવવાનો નામે મુસલમાનને અધિકાર હોય છે. એ સમસ્ત મુસલમાનોનો તહેવાર માનવામાં
આવે છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -