Homeધર્મતેજજીવનનાં સુખ અને દુ:ખને સમજીએ

જીવનનાં સુખ અને દુ:ખને સમજીએ

આચમન – કબીર સી. લાલાણી

ઈન્સાન પોતાના જન્મથી માંડી છેક મૃત્યુ સુધી માત્ર એક જ વસ્તુની પાછળ દોડે છે. છતાં જીવનભર તે એ વસ્તુ ક્યારેય પ્રાપ્ત કરી શકતો નથી.
– એ વસ્તુ છે સુખ!
* આ પૃથ્વી પર જેણે સંપૂર્ણ સુખનો રસાસ્વાદ માણ્યો હોય તેવી વ્યક્તિ દીવો લઈને શોધવા નીકળીએ તો પણ મળવી મુશ્કેલ છે.
* કોઈ વ્યક્તિને ક્યારેય આપણે એવું કહેતાં સાંભળી નથી કે ‘હું સંપૂર્ણ સુખી છું.’
* આજુબાજુના બધા જ માણસો જેને સુખી કહેતા હોય તે પણ જો આપણે પૂછીએ તો તે પોતાને સુખી કહેવડાવવા તૈયાર હોતા નથી. તેને પણ કોઈક ને કોઈક વાતનું દુ:ખ હોય જ છે.
* આવું શા માટે?
* શા માટે સુખની સંપૂર્ણ વ્યાખ્યા આપી શકાતી નથી?
વ્હાલા સમજદાર વાચક બિરાદરો
આ અને એવા પ્રશ્ર્નનો એક માત્ર જવાબ એ છે કે વધુને વધુ મેળવી લેવાની અપેક્ષા.
– માત્ર ભૌતિક સુવિધાઓ, ગાડી-બંગલા અને નોકર-ચાકરથી વ્યક્તિ સુખી થતી નથી. પરંતુ તેને માનસિક સંતોષ મળે તો જ વ્યક્તિ સુખી થાય છે.
* સુખી થવાની ગુરુચાવી જ છે સંતોષ.
* ઈશ્ર્વરે મનુષ્યને જે કાંઈ આપ્યું છે તે જરૂરિયાત કરતાં વધારે જ છે એવો જો માનસિક સંતોષ વ્યક્તિ મેળવી લે તો તે પોતાની નજરમાં સુખી થઈ શકે.
* સુખ એ મનનું જ કારણ છે. એ સનાતન સત્ય છે જે કયામત સુધી મિથ્યા થવાનું નથી.
બોધ:
* સુખી થવું હોય તો આકાંક્ષા અને અપેક્ષાઓ ઓછી કરો.
* જેટલી તમારી અપેક્ષાઓ ઓછી હશે તેટલા તમે વધારે સુખી થઈ શકશો.
* પતિએ પત્ની પાસે અપેક્ષા રાખી હોય કે તે આવે ત્યારે તેની સાથે હસીને વાત કરે અને પાણીનો ગ્લાસ આપે. જો કોઈક કારણસર પત્ની તેની આ અપેક્ષા પૂરી ન કરી શકે તો પતિને સુખનો અભાવ અવશ્ય સાલે.
* એક જ વસ્તુ, એક જ ઘટના એક વ્યક્તિ માટે સુખનું કારણ બને તો બીજી વ્યક્તિ માટે દુ:ખનું.
* માટે જ સુખ મનનું કારણ કહેવાય ને!
સુખનું સરનામું:
એક સાધુબાબાના આશ્રમમાં લોકો ટોળે વળ્યા હતા. તેમાં અઢળક સંપત્તિ ધરાવતા ધનકુબેરો પણ હતા. બધા જ સાધુબાબાને નમસ્કાર કરી સુખી થવા માટે કાંઈક ને કાંઈક માગતા હતા અને આ આશ્રમની બહાર બેઠે
લો ભિક્ષુક આ જોઈ રહ્યો હતો.
કોઈકે તેને પૂછ્યું,
* આ બધા કંઈક ને કંઈક માગી રહ્યા છો તો તને કાંઈ માગવાની ઈચ્છા થતી નથી?
* મારે જોઈતું બધું જ મને મળી રહે છે.
* જે મળે તેમાંથી મને સંતોષ છે.
* વધારેની અપેક્ષા નથી અને
* જરૂરિયાત કરતાં વધારે મળે તો તે દુ:ખ જ આપે!
– વાતવાતમાં જ એ ભિક્ષુકે આપણને સુખનું સરનામું આપી દીધું છે ને! ઉ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -