દિલ્હીની મેટ્રો ટ્રેન સતત લાઈમલાઈટમાં રહેતી હોય છે, પછી એ બિકીની પહેરીને ટ્રેનમાં પ્રવાસ કરવાની વાત હોય કે પછી પ્રેમલા-પ્રેમલીઓના ખુલ્લમખુલ્લા રોમાન્સની વાત હોય… હવે પાછું એક વખત દિલ્હીની મેટ્રો આ જ કારણસર ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર હાલમાં દિલ્હી મેટ્રોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દિલ્હીની મેટ્રોમાં સીટ પર બેસીને એક યુવક હસ્તમૈથુન કરી રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ દિલ્હી મહિલા આયોગ (DCW)એ ગંભીરતાથી નોંધ લીધી છે અને આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે એક યુવકના હસ્તમૈથુનના વાયરલ વીડિયોને લઈને પોલીસ અને દિલ્હી મેટ્રોના DCPને નોટિસ પણ મોકલાવી છે.
સ્વાતિ માલીવાલે શુક્રવારે આ ઘટનાની માહિતી આપતા આ ઘટનાને ‘ઘૃણાસ્પદ’ ગણાવીને વખોડી કાઢી હતી. એટલું જ નહીં તેમણે આ મામલે કડક કાર્યવાહીની માંગ પણ કરી હતી. માલીવાલે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર એક વાયરલ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ દિલ્હી મેટ્રોમાં બેશરમપણે અશ્લીલ હરકતો કરતો જોવા મળી રહી છે. આ ખૂબ જ ઘૃણાસ્પદ અને હેરત પમાડે એવી ઘટના છે. હું આ શરમજનક કૃત્ય માટે દિલ્હી પોલીસ અને દિલ્હી મેટ્રોની નિંદા કરું છું.
Delhi Commission for Women (DCW) chief Swati Maliwal issues a notice to DCP, Delhi Metro over the viral video of a man seen masturbating while sitting on a seat in Delhi Metro. pic.twitter.com/HcKN2vm6yl
— ANI (@ANI) April 28, 2023
બીજી તરફ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેમને હજી સુધી આ ઘટના અંગેની કોઈ ફરિયાદ મળી નથી. વીડિયોની વાત કરીએ તો આ વીડિયોમાં એક યુવક મેટ્રોની અંદર બેઠો છે અને કોઈપણ ડર કે શરમ વગર હસ્તમૈથુન કરી રહ્યો છે. 27 સેકન્ડના વીડિયોમાં જોવા મળે છે કે યુવકના એક હાથમાં મોબાઈલ છે અને તે બીજા હાથે હસ્તમૈથુન કરી રહ્યો છે. આ દરમિયાન તે મોબાઈલ તરફ જોઈ રહ્યો છે અને એવું લાગે છે કે તે કોઈ અશ્લીલ વીડિયો જોઈ રહ્યો છે. તેની આ ઘૃણાસ્પદ હરકત જોઈ બાજુની સીટ પર બેઠેલી યુવતી ઉભી થઈ જાય છે. પણ ત્યાર બાદ પણ યુવક પોતાનું આ શરમજનક કૃત્ય ચાલુ રાખે છે.
આ ઘટના સમયે, અન્ય ઘણા લોકો પણ કોચમાં ચઢે છે, પરંતુ કોઈ તેને રોકવાનો પ્રયાસ કરતું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલાં એક છોકરીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ યુવતીએ બિકીની પહેરીને મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ ઘટના બાદ પણ ખાસ્સો એવો હોબાળો થયો હતો.