Homeઉત્સવપુસ્તકોની દુનિયા

પુસ્તકોની દુનિયા

સંઘર્ષથી સફળતા
લેખક: ધનંજય દેસાઈ પ્રકાશક: એન. એમ. ઠક્કરની કંપની ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦ ૦૦૨. ફોન નં. ૯૯૬૭૪ ૫૪૪૪૫
પૃષ્ઠ સંખ્યા: ૨૨૨, મૂલ્ય રૂ. ૩૦૦
એક સમયના છાપાનાં ફેરિયા વોરેન બફેટની મુલાકાત છાપવા અખબારો પડાપડી કરે છે. આજે દુનિયાભરના સૌથી મોટા ઈન્વેસ્ટર તરીકે તેઓ વિશ્ર્વવિખ્યાત બની ગયા છે. ઉંદરથી ડરતાં વોલ્ટ ડિઝનીએ મિકી માઉસનું સર્જન કરીને ઇતિહાસ સર્જયો. તકલીફને તકમાં ફેરવનાર અબજોપતિ જોહન રોકફેલર, નિવૃત્તિ બાદ સફળતા મેળવનાર કે.એફ.સી.ના સ્થાપક હારલેન્ડ સેન્ડર્સ, “ઝાડ પર પૈસો ઊગે છે કહેવતને હકીકતમાં ફેરવનાર અમેરિકો ફરેરા, પીટર લીંચ કરોડપતિ કેવી રીતે બન્યો? સામાન્ય મોચી ઍડોલ્ફ ડેસલર અડીડાસનો માલિક કેવી રીતે બન્યો? આ ઉપરાંત બિલ ગેટ્સ, એલન મસ્ક, સ્ટીવ જોબ્સ, જીમ રોજર્સ, ગૂગલના સ્થાપકે સંઘર્ષથી સફળતા કેવી રીતે મેળવી તે વિશે આ પુસ્તકમાં વિગતવાર માહિતી છે, ઉપરાંત કુલ ૪૩ સફળ માણસોના જીવન સંઘર્ષ વિષે આ પુસ્તકમાં માહિતી રજૂ કરવામાં આવી છે. મુંબઈ સમાચારની પુરુષ પૂર્તિમાં આ લેખો પ્રકાશિત થયા હતા. ધનંજય દેસાઈએ કુલ ૩૫ વરસો સુધી ગુજરાતી પત્રકારત્વમાં કામ કર્યું છે. મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘના પ્રમુખ તરીકે પણ કાર્ય કર્યું. ૧૯૯૮માં શ્રેષ્ઠ પત્રકારનો એવૉર્ડ પણ મેળવ્યો હતો. આ સુંદર પુસ્તક સફળતા મેળવવા ઈચ્છનાર દરેક વાચકે વાંચવું અને વસાવવું જ જોઈએ.
————-
શ્યામ સમીપે
લેખક : જ્યોત્સ્ના તન્ના
પ્રકાશક: એન. એમ. ઠક્કરની કંપની, ૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨.
ફોન નં. ૯૯૬૭૪ ૫૪૪૪૫, મૂલ્ય રૂ. ૨૫૦
કૃષ્ણ વિષે તટસ્થભાવે લખવું અત્યંત અઘરું છે, કારણ કે તમે કૃષ્ણના અભ્યાસી તરીકે દાખલ થાવ અને તમને ખ્યાલ પણ ન રહે કે તમે ક્યારે કૃષ્ણભક્તમાં વટલાઈ ગયા. આ પુસ્તકમાં રાધા, દ્રૌપદી, મીરાં અને દક્ષિણભારતની મીરા આંડાલનું અભ્યાસપૂર્ણ, રસપૂર્ણ તુલનાત્મક અને તટસ્થ આલેખન છે. આ કાર્ય કપરું છે, કારણ કે આ પાત્રો લોકમાનસમાં એવા વણાઈ ગયા છે કે શ્રદ્ધાના વિષયમાં પણ સંશોધન, લેખક માટે અઘરું બની શકે, પણ લેખિકાએ આ કામ અત્યંત વિવેકપૂર્વક કર્યું છે. શ્યામ સમીપે પુસ્તકની આ દ્વિતીય આવૃત્તિ હોવા છતાં અદ્વિતીય છે. વસાવવા જેવું, વાંચવા જેવું, વાગોળવા જેવું, વિચારવા જેવું અને વહેંચવા જેવું આ પુસ્તક છે. શ્યામ સમીપે વાંચકોને શ્યામના સામીપ્યની, શ્યામના સાયુજ્યની, શ્યામના સાનિધ્યની અનુભૂતિ કરાવશે.
—————
શૅરબજારમાં સમૃદ્ધિ
લેખકો : જયંતિલાલ પરીખ, હેમંત ઠક્કર અને ચંદ્રકાંત પાઠક
મૂલ્ય રૂ. ૨૫૦. પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
૧૪૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦૦૦૨.
ફોન નં. : ૯૯૬૭૪ ૫૪૪૪૫
શૅરબજારમાં ધંધો કરનારા હજારો લોકો ન્યાલ થઈ ગયા છે. શૅરબજારમાં હંમેશાં અભ્યાસ કરી ધંધો કરનાર કમાયા છે. ઉતાવળે નિર્ણય કરનાર પાછળથી પસ્તાય છે. આ પુસ્તકમાં શૅરબજારમાં ધંધો કરવા માટેની સાચી રીતરસમો માટે વિગતવાર માહિતી છે. પોર્ટફોલિયો મેનેજમેન્ટ, બેલેન્સશીટનું મૂલ્યાંકન, બદલો, પતાવટ, શૅરદીઠ કમાણી, ટેક્નિકલ પાસાઓ જાતજાતના સોદાઓ, ડેરિવેટીવ્ઝ, ફ્યુચર-ઓપ્શન, કોલ, પુટના સોદાઓ ચાર્ટનું અર્થઘટન સહિત કુલ ૪૯ પ્રકરણોમાં વિસ્તૃત માહિતી છે. ઉપરાંત શૅરબજાર અને જ્યોતિષ વિષેનું પ્રકરણ પણ ઉમેરવામાં આવ્યું છે.
શૅરબજારમાં કમાણી કરવાની ઈચ્છા ધરાવનાર સૌ વાંચકો માટે કાયમ ઉપયોગી પુસ્તક. કુરિયર ચાર્જ રૂ. ૫૦

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -