Homeઆમચી મુંબઈધારાવીમાં આગને કારણે એક મહિલાનું મોત

ધારાવીમાં આગને કારણે એક મહિલાનું મોત

મુંબઈના ધારાવી વિસ્તારમાં અશોક મિલ સંકુલમાં લાગેલી આગમાં એક મહિલાનું મોત થયું હતું. આ આગ ઈલેક્ટ્રીકલ વાયર, ઈલેક્ટ્રીકલ ઈન્સ્ટોલેશન, મશીનરી અને કપડામાં ફેલાઈ હતી. ફાયરની 5 ગાડીઓ સ્થળ પર હાજર છે. બુધવારે મુંબઈમાં ધારાવી સ્લમ કોલોનીમાં સ્થિત કેટલાક ટેક્સટાઈલ યુનિટમાં લાગેલી આગમાં 62 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું, એમ ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું.
ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ ઓલવતી વખતે ગ્રાઉન્ડ ફ્લોર પર બાથરૂમમાં એક મહિલા ફસાયેલી જોવા મળી આવી હતી. ત્યાંથી તેને સાયનસ્થિત હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. ફાયર બ્રિગેડના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ચાર ફાયર એન્જિન, ત્રણ જમ્બો ટેન્કર અને બે ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા છે, આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. થોડા દિવસ પહેલા સાયન કોલીવાડામાં 19 માળની બહુમાળી ઇમારતમાં આગ લાગી હતી. મુંબઈ રિજનમાં વધતા આગના બનાવ મુદ્દે પ્રશાસને ચિંતા વ્યક્ત કરી હતી, જ્યારે આગને નિયંત્રણમાં લેવા મુદ્દે જાહેર જનતાને સતર્કતાના જરુરી પગલા ભરવાનો અનુરોધ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -