ગુજરાતનાં બે શહેરોમાં મંગળવારે વેલેન્ટાઇન્સ ડે વિશિષ્ટ રીતે ઊજવાયો હતો. અમદાવાદના સોલા સ્થિત ભાગવત્ વિદ્યાપીઠમાં ૧૪ ફેબ્રુઆરીએ ગૌમાતા પ્રત્યે સ્નેહ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે ‘કાઉ હગ ડે’ ઊજવવાના એનિમલ વેલફેર બોર્ડે કરેલા અનુરોધને ભાગવત વિદ્યાપીઠે સહર્ષ સ્વીકાર્યો હતો. સુરતની એક શાળામાં વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે વિદ્યાર્થીઓને માતાપિતાને ભેટવા અને વ્હાલ કરવાના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. (તસવીર: પીટીઆઈ )