Homeટોપ ન્યૂઝપઠાણ'ને લઈને કંગના-ઉર્ફી વચ્ચે ટ્વીટર યુદ્ધ છેડાયું

પઠાણ’ને લઈને કંગના-ઉર્ફી વચ્ચે ટ્વીટર યુદ્ધ છેડાયું

શાહરૂખ ખાનની પઠાણ સિનેમાઘરોમાં ટંકશાળ પાડી રહી છે. એક અઠવાડિયા પહેલા જ આ ફિલ્મે દેશમાં 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે, આના સંદભ કંગના રનૌતે સોશિયલ મીડિયા પર એક ટ્વિટ કર્યું હતું, જેના પછી ઉર્ફીએ તેના પર પલટવાર કર્યો છે.
તાજેતરમાં જ ફિલ્મ નિર્માતા પ્રિયા ગુપ્તાએ થિયેટરની અંદરનો એક વીડિયો ટ્વીટ કર્યો હતો. વીડિયોમાં ‘ઝૂમે જો પઠાણ’ ગીત ચાલી રહ્યું છે અને દર્શકો ફોનની લાઇટ ચાલુ કરીને તેના પર ડાન્સ કરી રહ્યા છે.
પ્રિયાએ આ વીડિયોને ટ્વિટ કરીને લખ્યું- શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ તમને ફિલ્મ પઠાણની જબરદસ્ત સફળતા માટે અભિનંદન. આ સાબિત કરે છે કે હિંદુ અને મુસ્લિમ બંને એસઆરકેને સમાન રીતે પ્રેમ કરે છે અને બીજું, બોયકોટ વિવાદે ફિલ્મને નુકસાન પહોંચાડ્યું નથી પરંતુ તેને મદદ કરી છે. ત્રીજું, એરોટિકા અને સારું સંગીતે પણ કામ કર્યું છે. ચોથું એ કે ભારત સુપર સેક્યુલર છે. પ્રિયાના આ ટ્વિટ પર કંગના રનૌતે પલટવાર કર્યો છે.
પ્રિયાના ટ્વીટને રીટ્વીટ કરતા કંગના રનૌતે લખ્યું, ખૂબ જ સારું વિશ્લેષણ… આ દેશ માત્ર અને માત્ર ખાનને અને મુસ્લિમ અભિનેત્રીઓને પ્રેમ કરે છે. એટલા માટે ભારત પર નફરત અને ફાસીવાદનો આરોપ લગાવવો ખૂબ જ ખોટું છે… વિશ્વમાં ભારત જેવો કોઈ દેશ નથી. હવે કંગનાના આ ટ્વિટ પર ઉર્ફી જાવેદ પણ કૂદી પડી છે. ઉર્ફી જાવેદે રિટ્વીટ કર્યું અને લખ્યું- ‘હે ભગવાન! આ શું વિભાજન છે, મુસ્લિમ કલાકારો, હિન્દુ કલાકારો….. કલાને ધર્મના નામે વહેંચવી ના જોઇએ. અહીં બધા માત્ર કલાકારો છે.

હવે ઉર્ફીના આ ટ્વિટ પછી કંગના ક્યાં ચૂપ રહેવાની હતી. ઉર્ફીના ટ્વીટના જવાબમાં તેણે લખ્યું- ‘હા મારી પ્રિય ઉર્ફી, આ એક આદર્શ દુનિયા હશે, પરંતુ જ્યાં સુધી આપણી પાસે સમાન નાગરિક સંહિતા નથી ત્યાં સુધી તે શક્ય નથી. જ્યાં સુધી આ દેશ બંધારણમાં એક નહીં થાય ત્યાં સુધી દેશ વિભાજિત જ રહેશે. ચાલો આપણે બધા વર્ષ 2024 ના મેનિફેસ્ટોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી સમાન નાગરિક સંહિતાની માંગ કરીએ. શું આપણે આ કરી શકીએ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -